નોકરી & રોજગાર

SSC Recruitment 2024 : સ્ટાફ સિલેક્શન કમિશનદ્વારા જુનિયર એન્જિનિયરની બંપર ભરતી અહીથી જાણો વિગતો

ssc Recruitment 2024
Written by Gujarat Info Hub

 SSC Recruitment 2024 : સ્ટાફ સિલેક્શન કમિશનદ્વારા જુનિયર એન્જિનિયરની બંપર ભરતી અહીથી જાણો વિગતો SSC દ્વારા વિવિધ  જુનિયર એન્જિનિયર ભરતી કરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. અહીથી જાણો ભરતીની વિગતવાર માહિતી.

મિત્રો જો તમે જગ્યા માટેની લાયકાત ધરાવતા હોવ તો તારીખ : 28/03/2024 થી તારીખ 18/04/2024 સુધી તમારી ઉમેદવારીનું ફોર્મ SSC ની વેબ સાઇટ પર ભરી શકશે. અહી અમે તમને  અરજી કરવાની પ્રક્રિયા, અરજીની તારીખો અને પરીક્ષાની વિગતો વિશે જણાવીશું તો આપ અમારી સાથે જોડાયેલા રહેશો

Staff Selection Commission Recruitment 2024

સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા  જુનિયર એન્જિનિયરની કુલ  968 જગ્યાઓ માટેની બંપર ભરતીની જાહેરાત કરી છે. અરજીની પ્રક્રિયા 28 માર્ચથી શરૂ થઈ ગઈ છે, અને આ ભરતી માટે લાયકાત ધરાવતા અને નોકરી ઇચ્છતા ઉમેદવારોએ એસએસસીનું સત્તાવાર નોટિફિકેશન કાળજીપૂર્વક વાંચી ઉમેદવારી પત્ર નિયત સમયગાળામાં ફી સહિત સબમિટ કરવું જોઈએ. એ પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ: 18/04/2024 છે. 

પરીક્ષા પધ્ધતિ :

સ્ટાફ સિલેકશન કમિશન ssc દ્વારા જુનિયર એન્જિનિયરની 968 જગ્યાઓ માટેની પસંદગી યાદી તૈયાર કરવા સારું  મુખ્યત્વે કોમ્પ્યુટર આધારિત પરીક્ષા (CBE) પધ્ધતિથી પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષામાં મુખ્ય બે પ્રશ્ન પેપરનો  સમાવેશ થાય છે, જેમાં પેપર I અને પેપર II નો સમાવેશ થાય છે. અહી પેપર 1 અને પેપર 2 ની સામાન્ય માહિતી નીચે મુજબ રહેશે.

પેપર I અને પેપર II માં માત્ર હેતુ લક્ષી  પ્રકારના બહુવિધ પસંદગીના પ્રશ્નો હશે. એટલેકે MCQ પ્રકારના પ્રશ્નો હશે તેમજ તે  હિન્દી અને અંગ્રેજી બંને ભાષાઓમાં પ્રશ્નો છાપવામાં આવશે કરવામાં આવશે, જેનાથી ઉમેદવારો પરીક્ષા દરમિયાન તેમને અનુકૂળ હોય તેવી ભાષા પસંદ કરી શકશે. જેથી પ્રશ્નો સમજવામાં સરળતા રહેશે અને સારી રીતે પ્રશ્નોના ઉત્તર આપી શકશે. નેગેટિવ માર્કિંગ અંગે, દરેક ખોટા જવાબ માટે, પેપર I માં 0.25 માર્કસ કાપવામાં આવશે, અને પેપર II માં 1 માર્ક કાપવામાં આવશે.

સ્ટાફ સિલેકશન કમિશનની  જુનિયર એન્જિનિયરની 968 જગ્યાઓ માટે ઓન લાઇન  અરજી કરવાની છેલ્લી તારીખ 18મી એપ્રિલ, રાત્રે 11:00 વાગ્યા સુધી છે. ઓનલાઈન ફી જમા કરવાની અંતિમ તારીખ 19મી એપ્રિલ છે. અરજી સુધારણા વિન્ડો 22મી અને 23મી એપ્રિલે ખુલ્લી રહેશે. પરીક્ષાની તારીખોની વાત કરવામાં આવેતો CBE પધ્ધતિ મુજબ આ પરીક્ષાનાં  પેપર 1  ચોથી  જૂનથી છટ્ઠી જૂન દરમિયાન લેવામાં આવશે.પેપર I પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરનાર ઉમેદવારોને પેપર 2 આપવા દેવામાં આવશે. એટલે કે ઉમેદવારોએ બંને પેપરમાં પાસ થવું જરૂરી છે. પેપર 2  ની તારીખો પછીથી જાહેર કરવામાં આવશે.

પગારની વિગત :

સ્ટાફ સિલેકશન કમિશનની  જુનિયર એન્જિનિયરની જગ્યા માટે પસંદ કરાયેલા ઉમેદવારોને ₹35,400 થી રૂપિયા 1,12,400 સુધીનો પગાર મળવા પાત્ર રહેશે.

અરજી કરવાની લિન્ક : https://ssc.gov.in/

 મિત્રો,સ્ટાફ સિલેકશન કમિશન(SSC) જુનિયર એન્જિનિયરની ભરતી સિવિલ, મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં શૈક્ષણિક લાયકાત ધરાવતા અને નોકરી માટે રસ ધરાવતા ઉમેદવારો માટે એક ઉત્તમ તક આપે છે. અરજી કરવા તથા પસંદગી પ્રક્રિયાની  મહત્વપૂર્ણ તારીખોની વિગતવાર જાણકારી માટે ઉમેદવારોએ  સ્ટાફ સિલેકશન કમિશનનું જાહેરાતનું સત્તાવાર નોટિફિકેશન જોવા વિનંતી છે.

આ પણ વાંચો : Bank Of India Recruitment 2024 : બેંક ઓફ ઇન્ડિયામાં સ્પેશિયાલિસ્ટ સિક્યુરિટી ઓફિસરની પરીક્ષા વગર ભરતી, અહીથી જાણો વિગત

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment