Bank Of India Recruitment 2024 : બેંક ઓફ ઈન્ડિયામાં (Specialist Security Officer) સ્પેશિયાલિસ્ટ સિક્યુરિટી ઓફિસરની (MMGS ગ્રેડ 2) જગ્યાઓ ભરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ જાહેરાતમાં દર્શાવ્યા મુજબ ઉમેદવારોએ કોઈ પણ પરીક્ષા આપ્યા વગર સીધી જ ભરતી કરવામાં આવનાર છે. જો તમે સ્નાતકની લાયકાત અને માંગવામાં આવેલ અનુભવ ધરાવો છો તો આ જાહેરાત માટે તમે લાયક છો.
Bank Of India Recruitment 2024
Benk Of India Recruitment 2024 બેંક ઓફ ઈન્ડિયાની સ્પેશિયાલિસ્ટ સિક્યુરિટી ઓફિસરની જગ્યા માટે માત્ર ઓન લાઇન અરજીઓ જ સ્વીકારવામાં આવશે. જેથી ઈચ્છા રાખનાર ઉમેદવારોએ 03 એપ્રિલ 2024 સુધીમાં પોતાની ઉમેદવારી માટેની અરજી કરવાની રહેશે. આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત, અનુભવની વિગત,વય મર્યાદા અને અરજી ફી ની વિગતવાર જાણકારી માટે આપ અમારી સાથે જોડાયેલા રહેશો. અહી અમે આપને ભરતી સબંધી તમામ માહિતી પૂરી પાડીશું.
ભરતી કરનાર સંસ્થા | બેંક ઓફ ઈન્ડિયા |
પોસ્ટનુંનામ | સ્પેશિયાલિસ્ટ સિક્યુરિટી ઓફિસર |
પોસ્ટની સંખ્યા | 15 |
અરજી કરવાની વેબ સાઇટ | benkofindia.co.in |
અરજી કરવાની છેલ્લી તારીખ | 03/04/2024 |
શૈક્ષણિક લાયકાત :
- ઉમેદવાર માન્ય યુનિવર્સિટીના કોઈ પણ વિદ્યાશાખાના સ્નાતક હોવા જોઈએ.
- પાંચવર્ષ સેનામાં આર્મી,નૌ સેનાઅથવા એર ફોર્સમાં અધિકારી તરીકે સેવા આપેલ હોવા જોઈએ. અથવા પોલીસ વિભાગમાં નાયબ અધિક્ષકથી નીચેનું નહીં તેવા પદ પર રહી ચૂક્યા હોવા જોઈએ. અથવા અર્ધ સૈનિક દળમાં કમાન્ડન્ટના સમકક્ષ પદ પર રહી ચૂક્યા હોવા જોઈએ
- કોમ્પ્યુટર અથવા ઇંફરમેશનનો ઓછામાં ઓછો ત્રણ માસનો ડિપ્લોમા અભ્યાસ કરેલ હોવો જોઈએ.
જગ્યાઓની વિગત :
આ જગ્યા માટે 15 ઉમેદવારની ભરતી કરવામાં આવનાર છે. આ 15 જગ્ય્યઓ માંથી અનુ જાતિ માટે 2 જગ્યાઓ,અનુ જાણ જાતિ માટે 1 જગ્યા,સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે 4 જગ્યા ઈડબલ્યુ એસ માટે 1 જગ્યા અનામત રાખવામાં આવી છે. જ્યારે જનરલ સંવર્ગનાઉમેદવારો માટે 7 રાખવામાં આવી છે.
વય મર્યાદા :
બેક ઓફ ઇન્ડિયાની સ્પેશયાલિસ્ટ સિક્યુરિટી ઓફિસરની ભરતી માટે વય મર્યાદા તારીખ 1 ફેબ્રુઆરીએ 2024 ની સ્થિતિએ. 25 વર્ષ થી 35 વર્ષ સુધીની રાખવામાં આવી છે.
પસંદગી પ્રક્રિયા :
પસંદગી પ્રક્રિયા માટે કોઈ પરીક્ષા લેવામાં આવનાર નથી. માત્ર મૌખિક ઈંટરવ્યૂના આધારે અથવા બેંક ઓફ ઈન્ડિયા રીક્રુમેંટ દ્વારા નક્કી કરવામાં આવે તે પધ્ધતિ મુજબ મેરીટ યાદી તૈયાર કરી ઉમેદવારોની પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે
અરજી ફી :
બેક ઓફ ઇન્ડિયાની સ્પેશિયાલિસ્ટ સિક્યુરિટી ઓફિસરના પદ માટે અરજી કરનાર ઉમેદવારો માટે અરજી ફી સામાન્ય સંવર્ગના ઉમેદવારો માટે રૂપિયા 850 રાખવામાં આવ્યા છે. જયારે અનુ.જાતિ અને અનુ. જન. જાતિના ઉમેદવારો માટે અરજી ફી રૂપિયા 175 રાખવામાં આવી છે. જે ઓન લાઇન પધ્ધતિથી ભરવાની રહેશે.
અરજી કરવાની રીત :
- સૌ પ્રથમ ઉમેદવારો એ કોમ્પ્યુટરના વેબ બ્રાઉઝરમાં જઈ Benk of India સર્ચ કરવાનું રહેશે.
- સર્ચ કરતાં BOI ની અધિકૃત વેબ સાઇટ પર જઈ ઓન લાઇન રજીસ્ટ્રેશન માટેની લિન્ક પર જવાનું રહેશે.
- અરજી ફોર્મમાં તમામ વિગતો કાળજી પૂર્વક ભરવાની રહેશે.
- ત્યારબાદ માગવામાં આવેલ દસ્તાવેજ,ફોટોગ્રાફ વગેરે અપલોડ કરવાના રહેશે.
- અંતમાં અરજીને સબમિટ કરવાની રહેશે.
- છેલ્લે લાગુ પડતી હોય તેટલી અરજી ફી ભરી અરજી અને ફીનું ચલણ પ્રિન્ટ કરવું.
આ પણ વાંચો : RMC Recruitment 2024 : રાજકોટ મહાનગર પાલિકામાં વિવિધ જગ્યાઓ માટે ભરતી,અહીથી અરજી કરો