Tobacco Rates 2024 : તમાકુના ભાવ : 2024 ગુજરાતમાં આ વર્ષે તમાકુના બંપર ભાવ મળતાં ખેડૂતો રાજીના રેડ થઈ ગયા છે.ગુજરાતમાં રોકડિયા પાક તરીકે તમાકુનું પણ ઘણા મોટા વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યું છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે તમાકુના ભાવમાં સીધો 1000 રૂપિયાનો બંપર વધારો થતાં ખેડૂતો માં ખુશી જોવા મળી રહી છે. ગુજરાતમાં તમાકુના પ્રદેશ તરીકે ઓળખાતો ચરોતરનો પ્રદેશ સૌથી વધુ તમાકુનું વાવેતર અને ઉત્પાદન કરે છે. ગુજરાતમાં ખેડા,મહેસાણા,પાટણ અને બનાસકાંઠા સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં તમાકુનો રોકડિયો પાક લેવામાં આવે છે. હાલમાં ખેડા જિલ્લામાં તમાકુ ખરીદ કરતી ભાઠા મંડળીએ ખેડૂતોને તમાકુના 3510 રૂપિયા ભાવ આપતાં ખેડૂતોમાં ખુશાલી જોવા મળી હતી.
Tobacco Rates 2024
આ વર્ષે ગુજરાતમાં તમાકુનું વાવેતર પણ પ્રમાણમાં સારું જોવા મળી રહ્યું છે. ઘણા ખેડૂતો તમાકુને રોકડિયા પાક તરીકે વધુ પસંદ કરી રહ્યા છે. ગુજરાતમાં તમાકુનો નવો પાક તૈયાર થતાં વેચાણ માટે માર્કેટયાર્ડમાં લાવવામાં આવી રહ્યો છે. ઘણી માર્કેટયાર્ડ માં હોળી પછી તમાકુ માટે હરરાજીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જ્યારે ઘણી માર્કેટયાર્ડોમાં 1 એપ્રિલ થી તમાકુની હરાજીનું કામકાજ શરૂ થનાર છે.
ભાઠા મંડળી બજાર ભાવ
ગુજરાતના તમાકુનો પ્રદેશ ગણાતા ખેડા જિલ્લાના મહીસાગર નદીના ભાઠામાં તમાકુનું મોટું વાવેતર અને વધુ ઉત્પાદન લેવામાં આવે છે. અને સમગ્ર રાજ્યમાંથી તમાકુ ખરીદ કરનાર વેપારીઓ આવતા હોયછે. એટલેજ તમાકુના ઊંચા ભાવ ખેડૂતોને મળી રહે છે. આ વર્ષની નવી તમાકુના બજારભાવ એક મણના 3510 રૂપિયા ખેડૂતોને મળ્યા છે. અત્રે જણાવવાનું કે તમાકુનું ખરીદ અને વેપાર ભાઠા મંડળી દ્વારા સહકારી ધોરણે કરવામાં આવે છે. ગત વર્ષે ખેડૂતોને સારા માલના ભાવ 2500 રૂપિયા મળ્યા હતા તે વધીને આ વર્ષે રૂપિયા 3500 થતાં ગત વર્ષ કરતાં તમાકુનો ભાવ 1000 રૂપિયાનો વધુ મળી રહ્યો છે.
હિંમતનગર માર્કેટયાર્ડ બજાર ભાવ :
જ્યારે તમાકુનું મહત્વનું બજાર ગણાતા હિંમતનગર માર્કેટ યાર્ડમાં મહેસાણા,સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ખેડૂતો પોતાની તમાકુ વેચાણમાટે આવતા હોઈ છે. નવી તમાકુની આવકો શરૂ થતાં હરરાજીનું કામ ચાલુ થતાં હિંમતનગર કોટન માર્કેટ યાર્ડના મેદાનમાં તમાકુની હરરાજીમાં તમાકુના એક મણના ભાવ સારા માલના રૂપિયા 2400 ખેડૂતોને મળતાં ખેડૂતોમાં રાજીપો જોવા મહી રહ્યો છે. જ્યારે કોટન બજાર ગ્રાઉંડ હિંમતનગર ગંજ બજારમાં તમાકુની આવક 565 ગુણીની રહેવા પામેલ હતી.
હાલમાં માર્ચ એંડિંગ હોઈ ઘણી માર્કેટયાર્ડોમાં હરાજીનું કામકાજ બંધ છે. બનાસકાંઠાના થરા માર્કેટ યાર્ડમાં તમાકુની હરાજીનું કામ 1 એપ્રિલથી શરૂ કરવામાં આવનાર હોવાનું માર્કેટયાર્ડના સેક્રેટરી હસમુખ પટેલે જણાવ્યુ હતું. માર્કેટના ફાર્મર શેડમાં ખેડૂતોએ પોતાનો તમાકુનો પાક વેચાણમાટે લાવવા વિનંતી કરાઇ છે.જ્યારે તમાકુનો વેપાર કરતા વેપારીઓ અને ખેડૂતોને ઝડપથી આ સમાચાર તેમના સુધી પહોચાડમાં આવી રહ્યા છે. જેથી તેમનો તમાકુનો માલ વેચાણ માટે સમયસર લાવી શકે.
મિત્રો,અમોને વિવિધ સ્રોત તરફથી મળતી માહિતી આપના માટે અમે અત્રે રજૂ કરીએ છીએ. અમે કોઈ ખેડૂત મિત્ર વેપારીભાઇને માલ ખરીદ કરવાની કે વેચવાની સલાહ આપતા નથી. ભાવ વધવા કે ઘટવા માટે કોઈ અનુમાન કરતા નથી. તમાકુ જીવલેણ છે તેનાથી કેન્સર થવાનું જોખમ વધી શકે છે. તમાકુનો ઉપયોગ ટાળવો જોઈએ. અમારો આ લેખ વાંચવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર !
આ પણ વાંચો : Arandana Bajar Bhav 2024 : એરંડાના ભાવમાં થયો વધારો,હોળી પછી ખૂલતી બજારે શું હશે સ્થિતિ,જાણો અહીથી