આજના માર્કેટયાર્ડ ભાવ

Arandana Bajar Bhav 2024 : એરંડાના ભાવમાં થયો વધારો,હોળી પછી ખૂલતી બજારે શું હશે સ્થિતિ,જાણો અહીથી

Arandana Bajar Bhav 2024
Written by Gujarat Info Hub

Arandana Bajar Bhav 2024 : એરંડાના બજારભાવ 2024 ના આ લેખમાં આપનું સ્વાગત છે. એરંડા ઉત્પાદન કરતાં ગુજરાત સહિત રાજસ્થાન અને અન્ય વિસ્તારોમાં એરંડાનું ઉત્પાદન વધવાની આશાને કારણે ભાવ માં આંશિક વધારો ઘટાડો થયા કરે છે. ગત વર્ષ 2022-23 માં ખેડૂતોને મળેલા ભાવને કારણે આજે પણ ઘણા ખેડૂતો તેમણે મળેલા ભાવ ફરી મળવાની આશાએ એરંડા સંઘરીને બેઠા છે.

વર્તમાન સમયમાં ગુજરાતનાં પીઠાંની માર્કેટયાર્ડોમાં એરંડાના ભાવ સરેરાશ 1180 થી 1202 આસપાસ રહેતા વેપારી મિત્રો અને ખેડૂત ભાઈઓને એરંડાના ભાવો હવે વધશે એવું લાગી રહ્યું હતું પરંતુ ફરીથી એરંડામાં 10 થી 20 રૂપિયા સુધીની બજારો નરમ રહેવા પામી હતી.

Arandana Bajar Bhav 2024

આજરોજ એટલેકે તારીખ : 22 માર્ચના રોજ એરંડામાં સુધારો જોવા મળ્યો હતો. ગુજરાતનાં એરંડા પીઠામાં આવકો પણ સારી રહેવા પામી હતી. તો મિત્રો ચાલો આપણે જોઈએ કે ગુજરાતનાં વિવિધ માર્કેટયાર્ડોમાં એરંડાના માલની આવક કેટલી રહી અને એરંડાના કેટલા ભાવ ખેડૂતોને મળ્યા.

બનાસકાંઠાના વાવ માર્કેટયાર્ડમાં આજરોજ એરંડાના સૌથી વધુ ભાવ રૂપિયા 1215 ખેડૂતોને મળ્યા હતા. જ્યારે પાટણ ગંજ બજારમાં ખેડૂતોને ઉચામાં 1202 રૂપિયાના એરંડાના ભાવ મળ્યા હતા. જ્યારે માલ આવક 1200 ગુણીની રહી હતી.

પાટણ તાલુકાના રાધનપુર ગંજ બજારમાં એરંડાની આવક 1500 ગુણીની આવકો રહી હતી જ્યારે એરંડાનો હાઇ ભાવ 1210 રૂપિયા રહ્યો હતો. બનાસકાંઠાની થરા માર્કેટયાર્ડમાં એરંડાની આવક 2440 ગુણીની રહી હતી. જ્યારે એરંડાનો હાઇ ભાવ 1207 રૂપિયા રહેવા પામ્યો છે.

હારીજ માર્કેટયાર્ડમાં એરંડાની આવક 2850 ગુણીની રહી હતી જ્યારે ખેડૂતોને એરંડાના હાઇ ભાવ રૂપિયા 1211  મળ્યા હતા.

એરંડા પીઠામાં એરંડાની આવકો ની વાત કરવામાં આવેતો ઉત્તર ગુજરાતનાં માર્કેટયાર્ડોમાં 45000 ગુણી કચ્છ અને સૌરાષ્ટ્રનાં એરંડા પીઠાં માં 25000 ગુણી જ્યારે દક્ષિણ અને મધ્ય ગુજરાતનાં પીઠામાં 25000 ગુણી સહિત એરંડાની આવકો 100000 ગુણીની હોવાનો જાણકારો અભિપ્રાય આપી રહ્યા છે.

એરંડા વાયદા બજાર :

એરંડા વાયદા બજારના જાણકારોના માટે આંશિક વધારો થતાં એરંડામાં 10 થી 20 રૂપિયાનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં માર્ચ એંડિંગ શરૂ થઈ રહ્યો છે. અને આવતી કાલથી ઘણાં માર્કેટ યાર્ડો બંધ થશે. મીની વેકેસન પછી ખૂલતી બજારોએ જાણકારોના મતે એરંડાની બજારો નરમ રહેશે તેવું અનુમાન કરી રહ્યા છે. પરંતુ ભાવ વિશે ચોક્કસ અનુમાન કરવું યોગ્ય નથી. આવનાર સમય જ એરંડાની સ્થિતિ સ્પષ્ટ કરશે.

એરંડાના ભાવ (Arandana Bajar Bhav 2024)

મિત્રો ,આપણે ઉપર મુજબ એરંડાની આવકો અને એરંડાના બજાર ભાવ વિશે માહિતી મેળવી તો ચાલો હવે કેટલાંક અગત્યનાં માર્કેટયાર્ડમાં ખેડૂતોને મળેલા ઊંચા ભાવ જોઈએ.

માર્કેટયાર્ડનુંનામઊંચો ભાવ
ભાભર માર્કેટયાર્ડના ભાવ1210
ધાનેરા1204
પાલનપુર માર્કેટયાર્ડ1203
હીમતનગર માર્કેટયાર્ડ1205
થરા માર્કેટયાર્ડ1207
દિયોદર માર્કેટયાર્ડ1200
રાધનપુર માર્કેટયાર્ડ1210
વાવ માર્કેટયાર્ડ1215
વિસનગર માર્કેટયાર્ડ1200
થરાદ માર્કેટયાર્ડ1209
પાટણ માર્કેટયાર્ડ1202
હારીજ માર્કેટયાર્ડ1211
સિધ્ધપુર માર્કેટયાર્ડ1202
વિસનગર માર્કેટયાર્ડ1200
માણસા માર્કેટયાર્ડ1205
મહેસાણા માર્કેટયાર્ડ1195
શિહોરી માર્કેટયાર્ડ1211
માણસા માર્કેટયાર્ડ1205
વિજાપુર માર્કેટયાર્ડ1209
આ પણ વાંચો : Wheat Market Yard Rate 2024:ગુજરાતની આ માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવમાં આગ ઝરતી તેજી, અહીથી જાણો આજના ઘઉંના બજાર ભાવ

મિત્રો, વિવિધ સ્રોત તરફથી અમોને મળેલી એરંડાની  માહિતી આપના સુધી અમે આપને પહોંચાડીએ છીએ. અમે ખેડૂત અને વેપારી મિત્રોને માલ ખરીદ કે વેચાણ કરવા કોઈ સલાહ આપતા નથી. તેમજ ભાવ વિશે કોઈ આગાહી કરતા નથી. ગુજરાતનાં વિવિધ માર્કેટયાર્ડના ભાવો રોજે રોજ વાંચવા માટે અમારી વેબ સાઈટ જોતા રહેશો. આજનો અમારો આ આર્ટીકલ વાંચવા બદલ આપનો ખૂબખૂબ આભાર !

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment