એજ્યુકેશન ગુજરાતી ન્યૂઝ

પ્રાથમિક શાળાઓનું પરીક્ષા ટાઈમ ટેબલ જાહેર, આપનું બાળક ભણતું હોય તો નોધી લેજો કામ આવશે

પ્રાથમિક શાળાઓનું પરીક્ષા ટાઈમ ટેબલ
Written by Gujarat Info Hub

પ્રાથમિક શાળાઓનું પરીક્ષા ટાઈમ ટેબલ: 2024 ગુજરાત રાજયની તમામ સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક  શાળાઓ માટેનો દ્વિતીય સત્ર (વાર્ષિક) પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. મિત્રો જો આપનું બાળક ધોરણ 3 થી 8 માં અભ્યાસ કરેછે. તો તમે આ કાર્યક્રમ નોધી લેશો. તમને ખૂબ કામ આવશે અને તમે તમારા બાળકની લેખિત પરીક્ષાની તૈયારી કરવામાં મદદ કરી શકશો.

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી એક સૂત્રતા જળવાય તે માટે પરીક્ષાનો સમાન કાર્યક્રમ જાહેર કરવામાં આવે છે. તેમજ દિવાળી અને ઉનાળુ વેકેસનનો સમયગાળો પણ એક સમાન રાખવામાં આવે છે. તેથી વિદ્યાર્થીઓને માધ્યમિક શાળામાં નવીન પ્રવેશ સહિત ઘણો ફાયદો થાય છે. અને એક સૂત્રતા જળવાય છે. ગુજરાતની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓના ધોરણ  3થી 5 અને ઉચ્ચતર પ્રાથમિક શાળાઓ ધોરણ  6 થી 8 ની પરીક્ષાનું આયોજન રાજ્ય કક્ષાએ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંસોધન અને તાલીમ પરિષદ સંસ્થા એટલેકે GCERT દ્વારા કરવામાં આવે છે. ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિચર્સ એન્ડ ટ્રેનીંગ દ્વારા લેખિત પરીક્ષાની તારીખ 04 એપ્રિલ 2024 થી 23 એપ્રિલ સુધી રાખવામાંજાહેર કરવામાં  આવી છે.

ધોરણ : 3થી 8 લેખિત પરીક્ષાની ખાસિયતો:

 • ધોરણ 3 થી 8 ની લેખિત પરીક્ષાઓ 04/04/2024 થી 23/04/2024 સુધી ચાલશે.
 • રાજ્યની તમામ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓની કસોટી સમાન રીતે લઈ એક સૂત્રતા જાળવવાની રહેશે.
 • શાળામાં પાળી પધ્ધતિ ચાલતી હોય તો પણ પરીક્ષાના કાર્યક્રમ મુજબજ કસોટીઓ લેવાની રહેશે.
 • પરીક્ષા સમય દરમ્યાન જે શાળામાં રજા આવતી હોયતો રજા રદ કરી પરીક્ષા કાર્યક્રમ મુજબ પરીક્ષા લેવાની રહેશે.
 • ધોરણ 3 થી 4  ના વિદ્યાર્થીઓએ પ્રશ્નોના ઉત્તર પ્રશ્નપત્રમાં જ્યારે 5 થી 8 ના વિદ્યાર્થીઓએ પ્રશ્નો ના ઉત્તરો અલગ ઉત્તરવહીમાં લખવાના રહેશે. તેમજ ધોરણ 5 થી 8 ના વિદ્યાર્થીઓએ માટેની ઉત્તરવહીની વ્યવસ્થા શાળા કક્ષાએ કરવાની રહેશે.
 • ધોરણ : 3 થી 5 ની લેખિત પરીક્ષાનાં પેપર 12/04/2024 નાં રોજ લેવાનાં પુરાં થશે ત્યારબાદ જ ધોરણ 6થી 8 ઉચ્ચતર વિભાગની લેખિત પરીક્ષાનાં પેપર લેવાવાનું શરૂ થશે.
 • ધોરણ 6 થી 8 ની લેખિત પરીક્ષા તારીખ 23 /04/2024  સુધી ચાલશે.

પ્રાથમિક શાળાઓનું પરીક્ષા ટાઈમ ટેબલ

પરીક્ષા માટેનાં સૂચનો :

 • રાજયમાં ઉનાળુ વેકેસનની એક સૂત્રતા જાળવવા શિક્ષણ વિભાગ તરફથી હવે પછી સૂચના આપવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે. 
 • પરીક્ષાનાં પેપરની ચકાસણી હવે શાળા કક્ષાએજ કરવાની સૂચના આપવામાં આવે છે.
 • ચિત્રકળા, શારીરિક શિક્ષણ,સંગીત અને કાર્યાનુંભવની પરીક્ષા લેવા માટે શાળા કક્ષાએ ટૂલ્સ તૈયાર કરવાનાં રહેશે.
 • આ ઉપરાંત પરીક્ષામાં વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ ઓન લાઇન કરવાના હોય છે. તેની અલગથી સૂચના મળ્યેથી શાળાઓએ ગુણનું ઓન લાઇન કાર્ય પણ કરવાની સૂચના આપવામાં આવી છે.
 • પરીક્ષા પૂરી થાય ત્યારબાદ વિદ્યાર્થીઓને ઉપલા ધોરણમાં મૂકવા માટેની કાર્યવાહી, E ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું ઉપચારાત્મક કાર્ય સહિત પરીક્ષાની ગુપ્તતા,પ્રશ્નપત્રની પ્રિંટિગ ભૂલો વગેરેની સૂચનાઓ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવી છે.
 • ધોરણ : 3 અને 8 સિવાયના કોઈ વિદ્યાર્થીને જેતે ધોરણમાં રોકી રાખી શકાતો નથી. તે માટે વર્ગ બઢતી અંગેની પણ સૂચનાઓ આપવામાં આવી છે.   

મિત્રો ,આપનાં નાના બાળકો ઘણી વખત પરીક્ષાનું કયું પેપર કયા દિવસે છે તે ભૂલી જાય છે.ત્યારે વાલી તરીકે આપ બાળકને યાદ કરાવી શકો પરીક્ષામાં પેપરના આગલા દિવસે કરવામાં આવતું વાંચન ખૂબ ફાયદા કારક નીવડે છે. ત્યારે આપ સમય પત્રક મુજબ ઘરે તૈયારી કરાવી શકો,તે માટે આ ટાઈમ ટેબલ આપને ખૂબ ઉપયોગી નીવડશે એવી આશાથી અહી રજૂ કર્યું છે. અમારો પ્રયાસ આપને કેવો લાગ્યો તે કોમેંટમાં આપ અચૂક જણાવશો આપનો ખૂબ ખૂબ આભાર !

આ જુઓ:- BSF Recruitment 2024 : બીએસએફમાં દસમું ધોરણ પાસ માટે ભરતી બહાર પડી , આજે જ અરજી કરો

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment