Wheat Market Yard Rate 2024 :ગુજરાતની આ માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવમાં આગ ઝરતી તેજી ભાવ,જાણો ગુજરાતનાં માર્કેટયાર્ડોમાં ઘઉંના બજાર ભાવ. ઉત્તર ગુજરાતના હિંમતનગર માર્કેટ યાર્ડમાં આજરોજ એટલેકે તારીખ : 21/03/2024 ના રોજ ઘઉંના બંપર ભાવ બોલાયા હતા. હિંમતનગર માર્કેટયાર્ડમાં એક મણ ઘઉના ભાવ રૂપિયા 480 થી ઊંચામાં સારા માલના ભાવ 711 ખેડૂતોને મળ્યા હતા.
ઘઉંને અનાજનો રાજા ગણવામાં આવે છે. દેશમાં વિવિધ પ્રદેશોમાં અનાજ તરીકે ભલે બીજાં ઘણાં ધાન્યોનો ખોરાકનો ઉપયોગ થતો હોય પરંતુ ઘઉં ઘર ઘરની જરુરીયાત છે. ઘઉં મહત્વનું અનાજ છે. ભારત ભવ્ય સાંસ્કૃતિક વારસો અને વિરાસત ધરાવે છે. આપણે ત્યાં આવતા તહેવારો અને વિવિધ પ્રસંગોએ બનતી વાનગીઓ અને વારે તહેવારે બનતાં વિવિધ વ્યંજનોમાં ઘઉનો વ્યાપક ઉપયોગ થાય છે. ભાગ્યેજ કોઈ ઘર એવું હશે કે જે ઘરમાં ઘઉનો ઉપયોગ ના થતો હોય.
ભારતમાં પંજાબ હરિયાણા,રાજસ્થાન,મધ્યપ્રદેશ અને ગુજરાતના લગભગ તમામ વિસ્તારોમાં વધતા ઓછા પ્રમાણમાં ઘઉનું વાવેતર કરવામાં આવે છે. અને પુષ્કળ ઉત્પાદન લેવામાં આવે છે. એટલે ઘઉની ઘણી જાતો પણ વિકસાવવામાં આવી છે. આપણે ત્યાં ગુજરાતમાં વર્ષોથી ભાલીયા ઘઉં ખૂબ પ્રચલિત છે.
Wheat Market Yard Rate 2024
ગુજરાતના વડોદરા માર્કેટયાર્ડમાં ભાલીયા ઘઉંના એક મણના ભાવ રૂપિયા 1000 ખેડૂતોને મળ્યા હતા. જ્યારે સામાન્ય ઘઉના ભાવ 460 થી 700 રૂપિયા રહ્યા હતા.
સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડો વાત કરવામાં આવેતો મોરબી ગંજ બજારમાં ઘઉંના ભાવ 629 રૂપિયા જ્યારે ગોંડલ માર્કેટયાર્ડમાં ઘઉના ભાવ રૂપિયા 721 ના બંપરભાવ ખેડૂતોને મળ્યા હતા. હળવદ માર્કેટયાર્ડમાં 699 રૂપિયા જ્યારે બોટાદ માર્કેટયાર્ડમાં 692 રૂપિયા ખેડૂતોને મળ્યા હતા.
હાલમાં નવા ઘઉંનું માર્કેટમાં આગમન થતાં ગૃહિણીઓ દ્વારા બાર માસ માટે ઘઉં ભરવાનો સમય હોઇ ગુજરાત સહિત સમગ્ર દેશમાં સારી ક્વોલિટીના ઘઉનો ભાવ સ્થાનિક ઘરેલુ ખરીદીને લીધે ઊંચો ભાવ જોવા મળે છે. ઘરે ભરવા માટે જ્યારે લોકો ખરીદી કરતા હોય છે ત્યારે ઉત્તમ ક્વોલિટી પસંદ કરે એ સ્વાભાવિક છે. એટલે હાલમાં એકાદ મહિના સુધી બજારમાં 100 થી 200 રૂપિયા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે. ચાલો આપણે અહીથી ગુજરાતનાં વિવિધ માર્કેટયાર્ડમાં ઘઉના ભાવો કેટલા રહ્યા તે જોઈએ.
ગુજરાતનાં વિવિધ માર્કેટયાર્ડમાં ઘઉંના બજાર ભાવ
માર્કેટયાર્ડનું નામ | ઘઉંના બજાર ભાવ (ઉચામાં ) |
હિમતનગર માર્કેટયાર્ડ | 771 |
ગોંડલ માર્કેટયાર્ડ | 721 |
મોરબી માર્કેટયાર્ડ | 629 |
થરા માર્કેટયાર્ડ | 560 |
પાટણ માર્કેટયાર્ડ | 594 |
દિયોદર માર્કેટયાર્ડ | 530 |
અમરેલી માર્કેટયાર્ડ | 661 |
ડીસા માર્કેટયાર્ડ | 600 |
પાંથાવાડા માર્કેટયાર્ડ | 597 |
રાજકોટ માર્કેટયાર્ડ | 585 |
રાધનપુર માર્કેટયાર્ડ | 600 |
સિધ્ધપુર માર્કેટયાર્ડ | 533 |
વિજાપુર માર્કેટયાર્ડ | 587 |
ભાવનગર માર્કેટયાર્ડ | 660 |
પાલનપુર માર્કેટયાર્ડ | 552 |
વિસનગર માર્કેટયાર્ડ | 555 |
બોટાદ માર્કેટયાર્ડ | 692 |
હળવદ માર્કેટયાર્ડ | 699 |
વડોદરા માર્કેટયાર્ડ | 700/1000 |
મિત્રો,એપ્રિલ માસમાં ઘઉંની આવકો વધતાં તેમજ સ્થાનિક ખરીદી પૂર્ણ થતાં ઘઉંના ભાવમાં ઘટાડો થવાની શક્યતાઓ પણ અનુભવી વેપારીઓ જોઈ રહ્યા છે. હોળી પછી માર્કેટ ખૂલતાં બજારોની સ્થિતિ શું રહેશે અને વિવિધ જાણસોના ભાવો કેવા રહેશે તે માટે અમારી વેબ સાઇટ જોતા રહેશો. આજનો અમારો આર્ટીકલ વાંચવા બદલ આપનો ખૂબખૂબ આભાર !
આ પણ વાંચો : Tekana Bhav 2024 : આજથી રાયડો,ચણા અને તુવેરની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે