આજના માર્કેટયાર્ડ ભાવ

Tekana Bhav 2024 : આજથી રાયડો,ચણા અને તુવેરની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે  

Tekana Bhav 2024
Written by Gujarat Info Hub

Tekana Bhav 2024:  આવતી કાલથી ભાવમાં અળખામણો રહેલો રાયડો ટેકાના ભાવે વેચાશે. જે આગામી નેવું દિવસ સુધી ચાલશે. અને રાજ્યના સવા ત્રણ લાખ ખેડૂતો ટેકાના ભાવે તેમની ખેતીનાં ઉત્પાદનો વેચશે. રાયડો મહત્વનો તેલીબિયા પાક છે. અને ગુજરાતમાં લગભગ તમામ વિસ્તારોમાં ઓછા વત્તા પ્રમાણમાં રાયડા નું વાવેતર કરવામાં આવે છે.

Tekana Bhav 2024

આજથી શરૂ થતી રાયડો ચણા અને તુવેરની ખરીદીને લીધે ખેડૂતોએ કરેલ ખર્ચ અને રોગચાળાના લીધે થયેલ ઉત્પાદનના ઘટાડાને લીધે ખેડૂતોને જે નુકસાન થયું છે. ટેકાના ભાવની ખરીદીને લીધે ખેડૂતોને રાહત મળશે.  સરકાર ચાલુ  સિઝનમાં  રાયડો,ચણા અને તુવેરની ટેકાના ભાવે આજથી ખરીદી શરૂ કરી રહી છે. જેનાથી રાજય ના સવા ત્રણ લાખ ખેડૂતો ટેકાના ભાવે તેમની જાણશીઓ વેચી શકશે.

  • આગામી 90 દિવસ સુધી રાયડા ચણા અને તુવેરની ટેકાના ભાવે ખરીદી ચાલુ રહેશે.
  • રૂપિયા 8.53 કરોડની કિમતના 1.51 લાખ મેટ્રિક ટન રાયડાની ખરીદી કરશે.
  • રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી રૂ 1734 કરોડની કિમતની 2.45 લાખ મેટ્રિક ટન તુવેરની ખરીદી કરશે.
  • રાજ્ય સરકાર રૂપિયા 1765 કરોડની કિમતના 3.24 લાખ મેટ્રિક ટન ચણાની ખરીદી કરશે.   

વર્ષ 2021-22 માં રાયડાના ભાવ 1200 આસપાસ જોવા મળતાં ખેડૂતોએ રાયડાનું વાવેતર વધાર્યું હતું . અન્ય પાકોની સરખામણીમાં રાયડાની ખેતી સરળ અને પ્રમાણમાં જટિલ નથી તેથી ઘણા ખેડૂતો રાયડાની ખેતીને પણ પસંદ કરે છે. સમગ્ર ઉત્તર ગુજરાતમાં રાયડાનું વાવેતર પણ અન્ય પાકોની જેમજ મહત્વનુ ગણી શકાય પરંતુ ઘણા સમયથી રાયડાના બજારમાં ખૂબ નરમાશ જોવા મળી રહી છે. છેલ્લા બે વર્ષથી રાયડાનો ભાવ  1000 ની અંદર રહેતાં ખેડૂતોમાં ખૂબ નિરાશા જોવા મળી રહી છે. રાયડાના સારા ભાવ મળવાની આશામાં ઘણા ખેડૂતો બે વર્ષથી તેમનો માલ સંઘરી રહ્યા છે.

 રાયડાનું વાવેતર છેલ્લા બે વર્ષથી રાયડાના બજાર ભાવ રૂપિયા 1000 કરતાં પણ નીચા રહેતાં. ખેડૂતોમાં નિરાશાનો માહોલ જોવા મળતો હતો. પરતું સરકાર દ્વારા રાયડાના ટેકાના ભાવ રૂપિયા 1120  જાહેર કરવામાં આવતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ખેડૂતો દ્વારા રાયડાના ટેકાના ભાવે વેચાણ કરવા નોધણી કરાવવા નું પણ શરૂ થયું હતું. ખેડૂતોએ પોતાના રાયડા,ચણા અને તુવેરના પાકોને ટેકાના ભાવે વેચવા માટે ઈ સમૃધ્ધિ પોર્ટલ પર એનું રજીસ્ટ્રેશન પણ કરાવી દિધું છે.

આ વર્ષે રવિ  સિઝનમાં રાયડામાં મેલો,મશી અને છાછિયાના  રોગોને કારણે ઉત્પાદનમાં ખૂબ ઘટાડો હોવાનું ખેડૂતો દ્વારા જાણવા મળી રહ્યું છે. બહારથી સારા દેખાતા રાયડાને જ્યારે થ્રેસરમાં નાખી કઢાવવામાં આવે ત્યારે અડધું ઉત્પાદન પણ થતું નથી આમ રાયડાનું ઓછું ઉત્પાદન અને ભાવમાં ગાબડું એમ બંને રીતે રાયડાની ખેતી નુકસાન કારક જોવા મળી રહી છે.  

સામાન્ય રીતે  ઘણી વખત સરકાર દ્વારા નક્કી કરવામાં આવતા ટેકાના ભાવ કરતાં માર્કેટયાર્ડના ભાવ વધુ જોવા મળતા હોય છે. પરંતુ ચાલુ વર્ષે સરકાર દ્વારા રાયડો ખરીદવાનું શરૂ થાય તેની ખેડૂતો રાહ જોઈને બેઠા હતા.  વર્ષ : 2023-24 રવિ સિઝન માટે સરકાર દ્વારા રાયડાના ટેકાના ભાવ 1120 રૂપિતા નક્કી કરવામાં આવ્યા છે. ત્યારે ખેડૂતોને થોડીક રાહત મળશે અને ખેડૂતોએ કરેલ ખર્ચનું વળતર થશે. આજથી એટલેકે 18 માર્ચથી સરકાર દ્વારા રાયડાની ખરીદી શરૂ કરવાના સમાચાર મળતાં ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે.

આજ રોજ શનિવાર તારીખ: 16/03/2024 ના ગુજરાતનાં જુદાં જુદાં માર્કેટયાર્ડમાં રાયડાનાબંધ ઊંચામાં બજાર ભાવ કેટલા રહ્યા તે અહી આપને જણાવી રહ્યા છીએ.

રાયડાના બજારભાવ (Raydana Bajar Bhav ): .

માર્કેટ યાર્ડનુંનામરાયડાના ઊંચા ભાવ
લાખણી  માર્કેટ યાર્ડ1016
પાલનપુર  માર્કેટ યાર્ડ1051
પાંથાવાડા  માર્કેટયાર્ડ1030
દિયોદર  માર્કેટયાર્ડ1025
શિહોરી  માર્કેટયાર્ડ1034
ધાનેરા માર્કેટયાર્ડ1075
ડીસા   માર્કેટયાર્ડ1031

ગુજરાતના લગભગ તમામ વિસ્તારોમાં રાયડાનું વાવેતર કરવામાં આવે છે. રાયડો મહત્વનો તેલીબિયા પાક છે. રાયડા ના ઉત્પાદનની વાત કરવામાં આવેતો એકરદીઠ 800 થી 1000 કિલો સુધીનું સરેરાશ ઉત્પાદન આપે છે. પરંતુ રોગચાળાની અસર રાયડાના ઉત્પાદનને ઘટાડી નાખે છે.  છાછીયો,અને મેલા જેવા રોગ ને લીધે ઉત્પાદન માં ઘણો મોટો ઘટાડો આવે છે. છેલ્લા સમયના ભાવની વાત કરવામાં આવેતો અન્ય પાકની સરખામણી એ રાયડાના ભાવ ખૂબ ઓછા છે. જે સરેરાશ  900 થી 990 સુધીના જાણવા મળે છે. અગાઉના વર્ષોમાં ખેડૂતોને રાયડાના ભાવ 1200 આસપાસ મળવા પામ્યા હતા. પરંતુ છેલ્લા બે એક  વર્ષમાં રાયડાના ભાવ 1000 ની સપાટીને સ્પર્શી શક્યા નથી.

રાજય સરકારે નક્કી કરલા રૂપિયા.1120 જેટલા  ટેકાના ભાવને લીધે તેમણે કરેલ ખર્ચ અને ઓછા ઉપાદનને લીધે થતા નુકસાનમાં રાહત મળશે.

રવિ સિઝન 2023-24  ટેકાના ભાવ (Minimum Support Price Raydo):  

જણસનું નામટેકાના  ભાવ
રાયડો1120
ચણા1028
તુવેર1400

ખેડૂત મિત્રો અને વેપારી ભાઈઓ અમારો આ Gujarat Marketyard Raydo Rate આર્ટીકલ  આપને કેવો લાગ્યો તે અમને અચૂક જણાવશો. અને રોજે રોજ રાયડાના  ભાવ Rayada Na Bhav જોવા માટે અમારો આર્ટીકલ વાંચતા રહેશો. તેમજ આપનાં સૂચનો પણ કોમેંટમાં અચૂક જણાવશો,અમારો આ આર્ટીકલ વાંચવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર !

આ પણ વાંચો:- Arandana Bajar Bhav Aajna : એરંડાના ભાવ પહોંચ્યા 1200ને પાર ખેડૂતોમાં અનેરી ખુશીનો માહોલ,જાણો વિવિધ માર્કેટયાર્ડના એરંડાના ભાવ

About the author

Gujarat Info Hub

Leave a Comment