Kamdhenu University Recruitment 2024 : કામધેનુ યુનિવર્સિટીમાં બિન શૈક્ષણિક સંવર્ગની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે તારીખ 12/03/2024 થી જાહેરાત બહાર પાડવામાં આવેલ છે. વિગતવાર જાહેરાત યુનિવર્સિટીની વેબ સાઇટ પર 15/03/2024 થી મુકવામાં આવેલ છે. વિવિધ સંવર્ગની બિન શૈક્ષણિક સંવર્ગની ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવારો 15/03/2024 થી 25/04/2024 રાત્રીના 23.59 કલાક સુધી યુનિવર્સિટી વેબ સાઈટ kamdhenuuni.edu.in પર ઓનલાઈન અરજી કરી શકશે.
મિત્રો,કામધેનુ યુનિવર્સિટી દ્વારા વિવિધ સંવર્ગની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા પસંદગી યાદી તૈયાર કરવા સારું પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી તારીખ : થી તારીખ સુધી અરજીઓ મંગાવવામાં આવેલ હોઈ તે માટેની પાત્રતા ધરાવતા હોવ તો તમારે સમયસર યુનિવર્સિટીની વેબ સાઇટ પર જઈ ઓન લાઇન અરજી કરવાની રહેશે. મિત્રો જો તમે જાણતાજ હશો કે ગુજરાતના પાટનગર ગ્રીન સિટીમાં આવેલી કામધેનુ યુનિવર્સિટી ઉમેદવારોને નોકરી કરવાની ઉત્તમ તક આપને આપી રહી છે ત્યારે આપ નિયત સમય મર્યાદામાં અહીથી અરજી કરી શકશો. અમે આપને જગ્યાઓની વિગત,શૈક્ષણિક લાયકાત,વય મર્યાદા અને પગાર ધોરણ વિશે જણાવવાના હોઈ આપ અમારો પૂરો આર્ટીકલ અંત સુધી વાંચશો.
જગ્યાઓની વિગત :
કામધેનુ યુનિવર્સિટીની બિન શૈક્ષણિક સંવર્ગની સીધી ભરતીથી ભરવા પાત્ર કુલ જગ્યાઓ પૈકી કેટલીક જગ્યાઓ અનામત સંવર્ગના ઉમેદવારો માટે સરકારશ્રીના નિયમો મુજબ અનામત રાખવામાં આવેલ છે. ઉમેદવારો જગ્યાઓ અને અન્ય સત્તાવાર માહિતી માટે યુનિવર્સિટીની વેબ સાઇટ પરનું જાહેરાતનું જાહેરનામું વાંચી શકે છે.
કુલ સચિવ -1 જગ્યા
મદદનીશ કુલ સચિવ -03 જગ્યા
પશુ ચિકિત્સા અધિકારી વર્ગ 2 -16 જગ્યા
સિનિયર રિચર્સ આસિસ્ટન્ટ (વેટરનરી ) વર્ગ 3 -8 જગ્યા
સિનિયર રિચર્સ આસિસ્ટન્ટ (ડેરી ) વર્ગ 3 -3 જગ્યા
સિનિયર રિચર્સ આસિસ્ટન્ટ (ફીશરીઝ ) વર્ગ 3 -1 જગ્યા
લાયબ્રેરી આસીસ્ટંટ -4 જગ્યા
લેબોરેટરી ટેક્નિશિયન -02 જગ્યા
એક્સ રે ટેકનિશયન -02 જગ્યા
પશુધન નિરીક્ષક -03 જગ્યા
જુનિયર ક્લાર્ક – 11 જગ્યા
શૈક્ષણિક લાયકાત :
કામધેનુ યુનિવર્સિટીની વિવિધ સંવર્ગની ભરતી માટે જગ્યાઓને અનુરૂપ યુનિવર્સિટીના ભરતી નિયમો મુજબ લાયકાત માંગવામાં આવી છે. ઉમેદવારો પોતાની પસંદગીની ઉમેદવારી માટે મુજબ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તે જગ્યા માટે અરજી કરતાં પહેલાં યુનિવર્સિટીનું સત્તાવાર જાહેરનામું કાળજીપૂર્વક વાંચી પછીજ અરજી કરવી જોઈએ.
વય મર્યાદા :
કામધેનુ યુનિવર્સિટીના ભરતી નોટિફિકેશન મુજબ કુલપતિની જગ્યા માટે વય મર્યાદા 55 વર્ષ જ્યારે અન્ય જગ્યાઓ માટે વય મર્યાદા 18 થી 35 વર્ષથી રાખવામાં આવી છે. જ્યારે અનામત સંવર્ગના ઉમેદવારો માટે નિયમોનુસાર ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર થશે. અનામત જગ્યાઓ અને મળવાપાત્ર છૂટ છાટ માટે સત્તાવાર નોટિફિકેશન જોવા વિનંતી છે.
અરજી ફી ;
ઉમેદવારોએ અરજી સાથે માત્ર ઓન લાઇન પરીક્ષા ફી ભરવાની રહેશે. સામાન્ય ઉમેદવારોએ રૂપિયા 500+બેંક ચાર્જ તેમજ અનામત સંવર્ગમાં આવતા ઉમેદવારોએ 250 + બેંક ચાર્જ ભરવાનો રહેશે એક્સ સર્વિસ મેન માટે કોઈ પરીક્ષા ફી ભરવાની રહેશે નહી.
પગાર ધોરણ :
પગાર ધોરણની વાત કરવામાં આવેતો જુદી જુદી પોસ્ટ માટે શરૂઆતમાં સરકારના નિયમ મુજબ ફિકસ પગાર ત્યારબાદ નિયમિત પગારમાં સમાવવામાં આવતાં સાતમા પગાર પંચ મુજબનો પગાર ચૂકવવામાં આવશે. પગારની વિગતો નીચે કોષ્ટક્માં દર્શાવ્યા મુજબ છે.
જગ્યાનું નામ | પગાર ધોરણ |
કુલ સચિવ | 78800-209200 પે મેટ્રિક્સ લેવલ -12 |
મદદનીશ કુલ સચિવ | 56100-177500 પે મેટ્રિક્સ લેવલ -10 |
પશુ ચિકિત્સા અધિકારી વર્ગ 2 | 44900-142400 પે મેટ્રિક્સ લેવલ -8 |
સિનિયર રિચર્સ આસિસ્ટન્ટ (વેટરનરી ) વર્ગ 3 | 39900-126600 પે મેટ્રિક્સ લેવલ -7 |
સિનિયર રિચર્સ આસિસ્ટન્ટ (ડેરી ) વર્ગ 3 | 39900-126600 પે મેટ્રિક્સ લેવલ -7 |
સિનિયર રિચર્સ આસિસ્ટન્ટ (ફીશરીઝ ) વર્ગ 3 | 39900-126600 પે મેટ્રિક્સ લેવલ -7 |
લાયબ્રેરી આસીસ્ટંટ | 39900-126600 પે મેટ્રિક્સ લેવલ -7 |
લેબોરેટરી ટેક્નિશિયન | 29200-92300 પે મેટ્રિક્સ લેવલ -5 |
એક્સ રે ટેકનિશયન | 29200-92300 પે મેટ્રિક્સ લેવલ -5 |
પશુધન નિરીક્ષક | 25500-81100 પે મેટ્રિક્સ લેવલ -4 |
જુનિયર ક્લાર્ક | 19900-63200 પે મેટ્રિક્સ લેવલ -2 |
અરજી કરવાની રીત :
ઉમેદવારોએ કામધેનુ યુનિવર્સિટીની વેબ સાઇટ kamdhenuuni.edu.in પર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કન્ફર્મ કર્યા બાદ લાગુ પડતી પરીક્ષા ફી ઓન લાઇન ભરી,અરજી અને ભરેલી ફી ના ચલણનું પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવું અરજી કરતાં પહેલાં ઉમેદવારોએ કામધેનુ યુનિવર્સિટીની સત્તાવાર જાહેરાત કાળજી પૂર્વક વાંચી લેવી પછીજ ઉમેદવારી ફોર્મ ભરવું.
અગત્યની લિન્ક :
ઓનલાઈન અરજી કરવા માટે | અહી ક્લિક કરો |
હોમ પેજ પર જવા માટે | અહી ક્લિક કરો |