Business Idea : 40000 નું આ મશીન તમને ખૂબ કમાણી કરાવશે. આ મશીન ખરીદીને તમારો પોતાનો વ્યવસાય આજે જ શરૂ કરી આત્મ નિર્ભર બનો. મિત્રો, દરેક યુવા ભાઈ બહેનનું સ્વપન્ન હોય છે. અભ્યાસ પૂર્ણ કરી સારી નોકરી મેળવી સ્વનિર્ભર બનવું. પરંતુ દરેક વ્યક્તિ સરકારી નોકરી મેળવી શકતો નથી. ઘણા મિત્રોને રોજગાર મેળવવા પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
મિત્રો, આજે અમે તમને ઘરમાં બેસીને કરી શકાય તેવા ધંધો વિશે જણાવીશું. તમે સખીમંડળ કે સમૂહમાં ધંધો કરવા ઇચ્છતા હોવ તો પણ આ ધંધો ખૂબ સરસ છે. ખૂબ સારો નફો આપનાર અર્થાત તમે જેટલું કામ કરશો.એટલું વધારે વળતર મળશે. જો તમે ઘરમાં રહીને આ ધંધો કરશો તો પરિવારના સભ્યો પણ તમને મદદ કરી શકેશે. પેકિંગ વગેરેના કામમાં મોટાં બાળકો પણ મદદરૂપ બની શકે. વળી તેમાં ધંધાકીય જોખમ પણ નથી.
તો આજે અમે વાત કરી રહ્યા છીએ ડીસ્પોઝેબલ પેપર પ્લેટ બનાવવાના મશીનની, અને તેના વ્યવસાયની. વર્તમાન સમયમાં આપણે ત્યાં જન્મ દિવસ ઉજવણી,લગ્ન,એનિવર્સરી,બેબી શાવર,લગ્ન અને સગાઈ ના પ્રસોગો તેમજ મિત્ર મંડળ અને કચેરીઓ અને વિવિધ સભાઓમાં અને સમારંભોમાં ભોજન પ્રસંગો અને નાસ્તા માટે ડિસ્પોઝલ પ્લેટનું ચલણ ખૂબ વધ્યું છે. કોરોના કાળ પછી આપણે ડિસ્પોઝલ વસ્તુઓનો ઉપયોગ કરવાનું વધુ પસંદ કરી રહ્યા છીએ. ત્યારે ઘરમાં જ આ વ્યવસાય કરી તમે આત્મ નિર્ભર બની શકો. સ્વ રોજગાર થકી મહિને 20 થી 50000 કે તેથી વધુ પણ કમાઈ શકો.
Business Idea: Disposable Paper Plate machine
Disposable Paper Plate : ડીસ્પોઝેબલ પેપર પ્લેટ માટેનું મશીન મોટા શહેરોમાં સરળતાથી મળી રહે છે. વળી આ માટે જોઈતો 100 GSM પ્રિંટેડ અને સિલ્વર કાગળ પણ સરળતાથી તમને બજારમાં થી મળી રહેશે. મશીન બનાવનાર કંપનીતમને ડેમો કરીને મશીન કેમ ચલાવવું તે પણ શીખવશે. અહી વાત કરવામાં આવેલ 40000 નું મશીન એક ડાઈ વાળું છે, પણ ઓટોમેટિક છે. આ મશેન દિવસમાં 1500 થી 2000 જેટલી પ્લેટ બનાવી શકે. તમે વધારે ડાઈ વાળું મશીન પણ વધારે નાણાં ચૂકવીને લઈ શકશો. જે એક સાથે વધારે પ્લેટ બનાવશે. સિલ્વર પેપરવાળી પ્લેટનો ભાવ અંદાજીત 50 થી 60 પૈસા સુધીનો હોય છે. તે રીતે ગણતરી કરવામાં આવેતો તમે એક દિવસમાં 600 થી 700 રૂપિયાનો નફો મેળવી શકો. આમ ઘરમાં જ વ્યવસાય કરીને તમે મહિને 20000 થી 25000 ની આવક મેળવી શકો.
ડીસ્પોઝેબલ પેપર પ્લેટ મશીન ખરીદવા માટે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ ચાલુ છે. તેનો લાભ લઈને તમે આ મશીન વસાવી શકો છો. ડીસ્પોઝેબલ પેપર પ્લેટ મશીન ખરીદવા માટેની સહાય માટે તમે સમાજ કલ્યાણની માનવ ગરીમા યોજનાનો લાભ પણ લઈ શકો છો,માનવ ગરીમા યોજના અંતર્ગત મશીનની કિમતના પ્રમાણમાં તમને 48000 રૂપિયા સુધી વધુમાં વધુ સહાય પણ મળી શકે છે.
વેચાણ માટે પુરતું બજાર :
Disposable Paper Plate : ડીસ્પોઝેબલ પેપર પ્લેટ માલનું ઉત્પાદન થતાં 25 કે 50 નંગનું પેકિંગ કરીને તમે તમારા માલનું સીધુજ બજારમાં વેચાણ કરી શકો.અથવા તો કોઈ વિક્રેતાનો સંપર્ક કરી બધોજ માલ તેને યોગ્ય ભાવ માં વેચી શકો છો. આપણે ત્યાં ગુજરાતમાં ડીસ્પોઝેબલ પેપર પ્લેટ વેચાણ માટે પુરતું બજાર ઉપલબ્ધ છે.
આ પણ વાંચો : Gold Rate: જ્વેલરી ખરીદતા પહેલા જાણો સોના-ચાંદીના ભાવ, સંક્રાંતિ પહેલા બદલાય છે ભાવ
મિત્રો, આજનો અમારો આ Business Idea: Disposable Paper Plate Machine આર્ટીકલ આપને કેવો લાગ્યો તે કોમેંટમાં જરૂર જણાવશો.અને આવા બીજા આર્ટીકલ વાંચવા માટે અમારી વેબ સાઇટ જોતા રહેશો. અમારો આ આર્ટીકલ વાંચવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર !
For buy machine