Business Idea: 1.50 હજારનું એક વખતનું રોકાણ કરીને દર મહિને કમાઓ આટલા રૂપિયા. આ ધંધામાં તમારે કોઈ વસ્તુ ખરીદ કરીને વેચવાની નથી. કે તમારે કોઈ મહેનત કરી મશીન ચલાવવાનાં પણ નથી કે કોઈ વસ્તુનું ઉત્પાદન પણ કરવાનું નથી. તેમ છતાં આ ધંધો તમને માસિક એક લાખથી કે તેથી વધુની કમાણી કરાવી શકે છે.
આપણે ત્યાં ભારતીય પરંપરામાં બાળકના જન્મ થી લઈને મરણ સુધી કરવામાં આવતા વિધિ વિધાનને 16 સંસ્કાર કહેવામા આવ્યા છે. વળી ભારતમાં ઉજવણીઓ અને અનેક તહેવારો આપણે ત્યાં પરંપરાગત રીતે ઉજવાતા હોય છે. તેથી દરેક ઘરમાં નાના મોટા પ્રસંગો ઉજવવામાં આવતા હોય છે. આપણે ત્યાં જન્મ દિવસ ઉજવણી અને લગ્નની વર્ષ ગાંઠને પણ આજ કાલ ઉજવવામાં આવી રહી છે. અને આવા વિવિધ પ્રસંગોએ જમણવાર કરવામાં આવે છે. ઘણી વખત નાના કે મોટા જમણવારમાં રસોઈ વગેરે બનાવવામાં વપરાતાં નાનાં મશીનો વિવિધ માપનાં તપેલાં, ડીશ, ગ્લાસ વગેરેની જરૂર પડતી હોય છે. ઘણી વખત રસોઈયા નો વ્યવસાય કરનાર લોકોને પણ આવાં વાસણ અને મશીનોની જરૂર પડતી હોય છે. તો ઘણી વખત ઘરના સભ્યો રસોઈ બનાવી શકે છે. પરંતુ ઘરમાં આવાં વાસણો અને મશીનો પૂરતાં હોતાં નથી તેથી ભાડે મેળવવાં પડે છે. મશીનો અને વાસણો ભાડે આપવાનો વ્યવસાય ઓછી મૂડીમાં શરૂ કરી મહિને તમને અંદાજીત 100000 સુધી કમાણી કરાવતો વ્યવસાય છે.
યુવાઓ,મહિલાઓ અને સિનિયર સીટીઝન માટે Business Idea
વાસણો અને રસોઈ માટેનાં નાનાં મશીનો ચલાવવાં ખૂબ જ સરળ છે. વળી આ વ્યવસાયમાં વધુ અભ્યાસની કે ટેકનિકલ તાલીમની કોઈ જરૂર પડતી નથી. તેથી ઓછું ભણેલા યુવાનો મહિલાઓ, અને ઉમર લાયક સિનિયર સીટીઝન પણ આ વ્યવસાય કરીને પોતાનો વ્યવસાય શરૂ કરીને કમાણી કરી શકે છે. વળી મહિલાઓ ઘરે બેઠાં નાસ્તાની આઇટમો,ફરસાણ વગેરે બનાવીને વેચાણ કરી શકે છે. આમ આ વ્યવસાય કરવામાં કોઈ શ્રમ પણ પડતો નથી એટલે સૌ માટે આ વ્યવસાય ઓછી મૂડીના રોકાણમાં શરૂ થઈ શકે છે.
આ ધંધા માટે ખરીદવાની વસ્તુઓની યાદી :
આ ધંધા માટે લોટ બાંધવાનું મશીન,જ્યુશ બનાવવાનું મશીન,આઇસ્ક્રીમ બનાવવાનું મશીન, મસાલા ખાંડવાનું મશીશ, વિવિધ સાઇઝની કડાઈ,ચાચર વિવિધ સાઈઝનાં તપેલાં,બુફે ડીશ,ગ્લાસ,પાણીના જગ,પાણીનાં પીપ,હાથા વાટકી વગેરે સ્થાનિક જરૂરિયાત મુજબ ખરીદ કરવાની રહે છે.
ઘરમાં જ થઈ શકે તેવો વ્યવસાય :
આ વ્યવસાય કરવા માગે તમારે ઘરના એક વધારાના રમ કે નાનકડી ઓરડી જેટલી જગ્યાની જરૂર પડશે અથવા આ મશીનો અને વાસનોને રાખવા દિલાલ સાથે જોડાયેલાં પાર્ટેશન લગાવીને વાસણ મૂકી શકો છો. જેથી કોઈ વધારાની જગ્યાની જરૂર પડે નહી. આ વ્યવસાયમાં ઇલેક્ટ્રીક કે અન્ય મેઈટેન્નસ ખર્ચ પણ આવતો નથી.આ માત્ર વસ્તુઓ ભાડે આપવાનો વ્યવવસાય છે. તમારે માત્ર મિત્રવૃન્દ,સ્નેહીજનો અને રસોઈયા નો વ્યવસાય કરતા લોકોનો સંપર્ક કરી તમારા ધંધાના વ્યાપને વધારી શકો છો. આમ આ ધંધો,સરળ અને જોખમ વગરનો ધંધો છે. કોઈ ધંધાના સાઈડ ધંધા તરીકે પૂરક વ્યવસાય તરીકે તમે આ ધંધો કરી શકો છો.
મિત્રો, અમારો આ Business Idea નો આર્ટીકલ આપને કેવો લાગ્યો તે કોમેંટમાં જણાવશો અને બીજા આવા આર્ટીકલ વાંચવા અમારી વેબ સાઈટ જોતા રહેશો. અમારો આ આર્ટીકલ વાંચવા માટે આપનો ખૂબખૂબ આભાર !
આ જુઓ:- Business Ideas: નાની દુકાનમાંથી મહિને 1 લાખની કમાણી અને 50 હજાર રૂપિયાનું મશીન