Castor prices Today : ગુજરાતનાં માર્કેટયાર્ડમાં એરંડાની આવકો ઘટી જ્યારે ભાવમાં આજે ₹20 નો ઘટાડો,ગુજરાતનાં એરંડા પીઠાંનાં માર્કેટયાર્ડમાં એરંડાની આવકમાં ઘટાડો, તેમ છતાં આજ રોજ એરંડાના ભાવમાં 20 રૂપિયા જેટલો ઘટાડો જોવા મળી રહેલ છે. ગુજરાતનાં વિવિધ માર્કેટ યાર્ડમાં એરંડાની આવકોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. તેમજ બે દિવસમાં એરંડાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
ગુજરાતનાં એરંડા પીઠામાં એરંડાનું ઉત્પાદન પ્રમાણમાં ઓછું હોવાના અંદાજો હોવા છતાં એરંડાના ભાવમાં સતત એકાંતરા દિવસે 10 થી ₹20 ની વધઘટ થતી જોવા મળી રહે છે. આજરોજ ગુજરાતના વિવિધ માર્કેટ યાર્ડમાં એરંડાની આવક 1,20,957 બોરીની જોવા મળી રહી છે. જ્યારે એરંડાનો સરેરાશ ભાવ ₹1,090 થી રૂપિયા 1129 સુધીના ભાવ જોવા મળી રહ્યા છે.
ગુજરાતનો વિવિધ માર્કેટ યાર્ડમાં એરંડાની આવકો
આજરોજ ગુજરાતના એરંડા માટેના મહત્વના ગણાતા ભાભર માર્કેટ યાર્ડમાં એરંડાની આવક 11000 ગુણીની જોવા મળી છે. જ્યારે પાટણ માર્કેટ યાર્ડમાં એરંડાની આવક 12509 ગુણીની જોવા મળી છે. હારીજ માર્કેટ યાર્ડમાં એરંડાની આવક 4500 બોરીની જ્યારે કડી માર્કેટ યાર્ડમાં એરંડાની આવક ઘટીને 5,500 ગુણની થઈ છે.
આ ઉપરાંત થરા માર્કેટયાર્ડમાં એરંડાની આવક 4,520 ગુણની તેમજ ધાનેરા માર્કેટ યાર્ડમાં 4600 ગુણીની આવક જોવા મળે છે. પાલનપુર માર્કેટ યાર્ડમાં 1950 ગુણની આવક જ્યારે ડીસા માર્કેટ યાર્ડમાં માત્ર 1100 ગુણીને આવક થઈ છે. સિદ્ધપુર માર્કેટ યાર્ડમાં 2017 બોરીની આવક નોંધાઈ છે.
જ્યારે વિસનગર માર્કેટ યાર્ડ માં 3125 બોરીની આવક થઈ છે. માણસા માર્કેટ યાર્ડમાં એરંડાની આવક 1630 બોરીની રહી છે. જ્યારે વિજાપુર માર્કેટ યાર્ડમાં એરંડાની આવક 1,050 બોરીની થઈ છે. આ ઉપરાંત વિવિધ માર્કેટ યાર્ડમાં 200 થી 500 ગુણી આસપાસની એરંડાની આવકો જોવા મળી રહી છે.
ગુજરાતનાં વિવિધ માર્કેટ યાર્ડમાં એરંડાના ભાવ
એરંડાના ભાવની વાત કરવામાં આવે તો આજે ગુજરાતનાં વિવિધ માર્કેટ યાર્ડમાં એરંડાના સૌથી વધુ ભાવ વિજાપુર માર્કેટ યાર્ડમાં રૂપિયા 1100 થી રૂપિયા 1132 જોવા મળી રહ્યા છે જ્યારે પાલનપુર માર્કેટ યાર્ડ માં આજરોજ એરંડાના ભાવ રૂપિયા 1103 થી 1126 જોવા મળ્યા છે. જ્યારે રાધનપુર માર્કેટ યાર્ડમાં એરંડાના ભાવ 1090 રૂપિયાથી 1120 રૂપિયા સુધીના જોવા મળ્યા છે. વિસનગર માર્કેટ યાર્ડ માં આજરોજ એરંડાના ભાવ 1085 થી 1115 રૂપિયાનો ભાવ બોલાવ્યો હતો.
જ્યારે આજરોજ એરંડાનું મહત્વનું ગણાતું પાટણ માર્કેટ યાર્ડમાં એરંડાની આવક 12509 ગુણીની થઈ હતી જ્યારે એરંડાનો ભાવ પાટણ માર્કેટયાર્ડમાં રૂપિયા 10 70 થી ₹ 1127 બોલાયો હતો. થરા માર્કેટ યાર્ડમાં આજરોજ એરંડાની આવક 4,520 ગુણીની થઈ હતી જ્યારે થરા માર્કેટમાં એરંડાના ભાવ રૂપિયા 1100 થી 1125 જોવા મળ્યા હતા.
ડીસા માર્કેટ યાર્ડમાં આજરોજ એરંડાનો ભાવ રૂપિયા 1100 થી ₹1,122 જોવા મળ્યો છે. જ્યારે પાલનપુર માર્કેટ યાર્ડમાં એરંડાના ભાવ રૂપિયા 1103 થી 1126 જોવા મળ્યા હતા. ગોજારીયા માર્કેટ યાર્ડ માં આજરોજ એરંડાનો ભાવ ₹ 1110 થી 1120 નો ખેડૂતોને મળ્યો છે જ્યારે પાંથાવાડા માર્કેટ યાર્ડમાં આજરોજ એરંડાના ભાવ રૂપિયા 1105 થી 1110 ના રહ્યા હતા.
આજના એરંડાના ભાવ
માર્કેટ યાર્ડનું નામ | એરંડાના ભાવ ઉંચામાં |
ધાનેરા માર્કેટ યાર્ડ | 1120 |
પોથાવાડા માર્કેટયાર્ડ | 1110 |
દિયોદર માર્કેટ યાર્ડ | 1113 |
ભીલડી માર્કેટ યાર્ડ | 11 11 |
લાખણી માર્કેટ યાર્ડ | 1121 |
થરાદ માર્કેટ યાર્ડ | 1115 |
સિદ્ધપુર માર્કેટ યાર્ડ | 1130 |
વિસનગર માર્કેટ યાર્ડ | 1115 |
મહેસાણા માર્કેટ યાર્ડ | 1116 |
કડી માર્કેટ યાર્ડ | 1113 |
માણસા માર્કેટ યાર્ડ | 1115 |
વિજાપુર માર્કેટ યાર્ડ | 1132 |
ગોજારીયા માર્કેટ યાર્ડ | 1120 |
હિંમતનગર માર્કેટ યાર્ડ | 1122 |
તલોદ માર્કેટ યાર્ડ | 1105 |