CET Exam 2024: ધોરણ 5 ના વિધાર્થીઓ માટે જ્ઞાન સેતુ સ્કોલરશીપ યોજના ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃતિની અનેક યોજનાઓ અમલમાં છે. સરકારશ્રી દ્વારા હાલમાં ધોરણ : 5 ના વિદ્યાર્થીઓ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2024 માટેની પરીક્ષા માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2024 માં સફળ થઈ મેરીટમાં સમાવેશ પામનાર વિદ્યાર્થી ને આગળના અભ્યાસ માટે ધોરણ 12 સુધી જ્ઞાન શક્તિ રેસિડેન્સિયલ સ્કૂલ,ટ્રાઈબલ જ્ઞાનશક્તિ રેસિડેન્સિયલ સ્કૂલ તેમજ મોડેલ સ્કૂલ અને રક્ષા શક્તિ સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવશે તેમજ તેમને ધોરણ 12 સુધીનું શિક્ષણ ફ્રી આપવામાં આવે છે.
CET Exam 2024
યોજના | કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2024 |
પરીક્ષા ફોર્મ ભરવાની તારીખ | 29/01/2024 થી 09/02/2024 |
પરીક્ષા ફી | નિ:શુલ્ક |
પરીક્ષા તારીખ | ૩૦-૦૩-૨૦૨૪ |
સત્તાવાર સાઈટ | http://www.sebexam.org/ |
કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2024 માં મેરીટમાં આવતા વિદ્યાર્થીઓને :
- સરકારની મુખ્યમંત્રી જ્ઞાનસેતુ સ્કોલરશિપનો લાભ મળે છે.
- જ્ઞાન શક્તિ સ્કૂલમાં પ્રવેશ અને મફત શિક્ષણ મળે છે.
- ટ્રાયબલ જ્ઞાન શક્તિ સ્કૂલમાં પ્રવેશ અને મફતમાં શિક્ષણ મળે છે.
- રક્ષાશક્તિ સ્કૂલમાં પ્રવેશ અને મફતમાં શિક્ષણ મળે છે.
- મોડેલ સ્કૂલમાં પ્રવેશ અને મફત શિક્ષણ મળે છે.
પરીક્ષામાં બેસવા માટેની પાત્રતા :
- સરકારી અને અનુદાનિત શાળાઓ માં ધોરણ 1 થી 5 નો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થી પરીક્ષામાં બેસવાની લાયકાત ધરાવે છે.
- ખાનગી શાળાઓ માં ધોરણ 1 થી 5 નો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થી માત્ર મોડેલ સ્કૂલ અને રક્ષાશક્તિ સ્કૂલ માટેજ આ પરીક્ષામાં બેસવાની લાયકાત ધરાવે છે.
પરીક્ષા ફી : કોઈ ફી ભરવાની નથી.
કસોટીનું સ્વરૂપ :
- કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2024 પ્રશ્ન પત્રનું માળખું બહુવિકલ્પ વાળી (MCQ ) પધ્ધતિનું રહેશે.
- પ્રશ્નપત્રમાં કુલ પ્રશ્ન 120 રહેશે.
- પ્રશ્નપત્ર 120 ગુણનું રહેશે.
- પ્રશ્નપત્રનો સમય 150 મિનિટનો રહેશે.
- પરીક્ષાનું માધ્યમ ગુજરાતી અને અંગ્રેજી નું રહેશે.
- પરીક્ષા ધોરણ 5 સુધીના અભ્યાસક્રમ આધારિત રહેશે.
કસોટીનું વિષયવાર ગુણભાર નીચે દર્શાવ્યાનુસાર રહેશે.
ક્રમાંક | વિષય | પ્રશ્નો | ગુણ |
1 | તાર્કિક ક્ષમતા | 30 | 30 |
2 | ગણિત સજ્જતા | 30 | 30 |
3 | પર્યાવરણ અભ્યાસ | 20 | 20 |
4 | ગુજરાતી | 20 | 20 |
5 | હિન્દી –અંગ્રેજી | 20 | 20 |
કુલ | 120 | 120 |
પરીક્ષા કેન્દ્ર :
પરીક્ષામાં ઉપસ્થિત થનાર વિધાર્થીઓની સંખ્યા મુજબ વિદ્યાર્થીની શાળાની નજીક અથવા તાલુકા કક્ષાએ પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવે છે. જ્યાં વિધાર્થીઓએ સ્વખર્ચે ઉપસ્થિત રહેવું પડશે.
કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2024 અરજી ફોર્મ કેવી રીતે ભરવું :
- પોતાની શાળામાંથી નિ:શુલ્ક ભરવામાં આવશે.
- સરકારી અને અનુદાનિત શાળાના વિદ્યાર્થીઓના અરજી માત્ર અંગ્રેજીમાં ભરવાના રહેશે.
- અરજીફોર્મ માત્ર ઓનલાઇન જ ભરવાના રહેશે.
- સરકારી અને અનુદાનિત શાળાના વિધાર્થીઓનાં https://schoolattendancegujarat.in ફોર્મ વેબ સાઇટ પર જઈ ઓન લાઇન ભરવાના રહેશે.
- ખાનગી શાળાના વિધાર્થીમાટેનાં અરજીફોર્મ https://sebexam.org વેબ સાઈટ પર ઓન લાઈન ભરવાનાં રહેશે.
- સૌ પ્રથમ વિધાર્થીએ શાળાનો ડાયસકોડ નાખવાનો રહેશે જે શાળાના આચાર્ય પાસેથી મેળવવાનો રહેશે.
- ફોર્મમાં તમામ વિગતો કાળજીપૂર્વક ભરવાની રહેશે.
- ફોર્મમાં વિધાર્થીનો મોબાઈલ નબર નાખવો તેથી પરીક્ષા સબંધી મેસેજ વિધાર્થી મેળવી શકે.
કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2024 નું પરીણામ અને મેરીટયાદી :
- પરીક્ષાનું પરીણામ રાજય પરીક્ષા બોર્ડની વેબ સાઈટ પર પ્રસિધ્ધ કરવામાં આવશે.
- મેરીટમાં આવનાર વિધાર્થીઓની યાદી નિયામકશ્રી શાળાઓની કચેરીને મોકલવામાં આવશે
અગત્યની લિંક
સરકારી અને અનુદાનિત શાળાના વિધાર્થીઓ પરીક્ષા ફોર્મ | અહી ક્લીક કરો |
ખાનગી સ્વનિર્ભર શાળાના વિધાર્થીઓ પરીક્ષા ફોર્મ | અહી ક્લીક કરો |
કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2024નું સત્તાવાર જાહેરનામું ડાઉનલોડ કરવા | અહી ક્લીક કરો |
હોમપેજ | અહી ક્લીક કરો |
વધુ માહિતી માટે જે તે તાલુકાના બી.આર.સી/ ટી.પી.ઓ નો સંપર્ક કરી શકશો.
Good test
Good test