Gondal Market yard Rate Coriandrum : ગોંડલ માર્કેટયાર્ડમાં નવી ધાણીનો ભાવ અધધધ બોલાયા, ખેડૂતોમાં આનંદની લહેર અહીથી જાણો ગોંડલ માર્કેટયાર્ડનો આજનો ધાણીનો ભાવ
ગોંડલ માર્કેટ યાર્ડમાં નવી ધાણીના માલની આવક થતાં સારી ધાણીનો 5001 રૂપિયાનો બંપર ભાવ બોલાતાં ખેડૂતોમાં આનંદની લહેર વ્યાપી ગઈ હતી.
નવેમ્બર મહિનામાં ગોંડલ સહિતની માર્કેટયાર્ડ માં એક મણ ધાણાનો ભાવ 2000 રૂપિયાથી 2100 રૂપિયા સુધીનો હતો. સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના ધાણા ની ખેતી કરતા વાવેતર વિસ્તારમાં હવામાનની અનુકૂળ પરિસ્થિતિને કારણે નવા ધાણાનું આગમન જાન્યુઆરી માસમાં તેમજ રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ વગેરે પ્રદેશોમાં ધાણાની નવી આવકો ફેબ્રુઆરી માસમાં શરૂ થવાની સંભાવનાઓ હોય છે. ત્યારે ખેડૂતો અને વેપારીઓએ પોતાના સટોક ના ધાણા વહેલી તકે વેચવા તૈયારીઓ શરૂ કરતા ધાણાના ભાવમાં ઘટાડો આવવાની અટકળો સેવાઇ રહી હતી.
ભાવ ઘટાડાની આશંકાઓ વચ્ચે ગોંડલ માર્કેટયાર્ડમાં 30 જાન્યુયારીના બેસ્ટ ક્વોલીટી ધાણી એક મણનો બંપર ભાવ બોલાયો હતો. એટલે કે એક મણ ના ભાવ રૂપિયા 5001 જેટલાઊંચા ભાવો ખેડૂતને મળતાં ધાણીની ખેતી કરતા ખેડૂતોમાં ખુશીનું મોજું વ્યાપી ગયું હતું. ધાણા એ રવિ સિઝનમાં થતો પાક છે. આમ છતાં ઉનાળામાં પણ વાવેતર કરવામાં આવે છે. તેને ઠંડુ અને સૂકું હવામાન વધુ માફક આવતું હોઈ પુષ્કળ ઉત્પાદન થાય છે.
જુદાં જુદાં માર્કેટ યાર્ડોમાં ધાણીનો ભાવ:
માર્કેટયાર્ડનું નામ | દાણી નો ભાવ (20 Kg ) |
ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ | 5001 |
ઊંઝા માર્કેટ યાર્ડના ભાવ | માલ આવક નથી. |
રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ | 1650 |
કોથમીર :
ધાણાના લીલા છોડને કોથમીર કહેવામાં આવે છે. કોથમીરનો ઉપયોગ દાળ,શાક,ચટણી અને નાસ્તા વગેરેમાં મસાલા તરીકે થતો હોઈ મોટાભાગે લીલા ધાણાની મોટી માંગ રહેતી હોય છે. એટલે રોજે રોજ કોથમીરને શાક માર્કેટમાં વેચાણ માટે લાવવામાં આવે છે .
સૂકા ધાણા :
સૂકા ધાણાનો મોટાભાગે મસાલા અને ઔષધીઓમાં ઉપયોગ થતો હોઈ ધાણાની માંગ બારે માસ રહે છે. સૂકા ધાણા ને એકલા અથવા જીરા સાથે દળીને મસાલો તૈયાર કરવામાં આવે છે. તો વળી દાળશાકના મસાલાઓમાં અન્ય મસાલાઓ સાથે દળીને દાળ શાક અને અન્ય વ્યંજનોમાં મોટા પ્રમાણમાં વપરાતો હોઈ ધાણાની બારે માસ માંગ રહે છે. ક્યારેક ઘરેલુ માંગને પહોચી વળવા માટે બીજા દેશોમાંથી ધાણા આયાત પણ કરવામાં આવે છે.
ધાણા વિશે આ પણ વાંચો :
ધાણા ખાવાના ફાયદા :
ધાણા એ અગત્યનો મસાલા પાક છે. તે સિવાય ધાણા ઔષધિય ગુણોનો ભંડાર પણ છે.તેથી લીલા અને સૂકા એમ બંને પ્રકારના ધાણાનો ખોરાકમાં ખૂબ ઉપયોગ થાય છે. ધાણા તેની ઠંડી પ્રકૃતિને કારણે શરીરની આંતરીક ગરમીને દૂર કરવામાં કોથમીર અને સુકાધાણાનો વ્યાપક ઉપયોગ થાય છે.
આ જુઓ:- લસણના ભાવ આકાશને આંબ્યા, જાણો ગોંડલ માર્કેટયાર્ડમાં લસણ ના ભાવ
ધાણામાં પ્રોટીન,વિટામિન એ,વિટામિન સી,લોહતત્વ,કેલ્શિયમ અને ફાઈબર વધુ માત્રમાં હોવાને લીધે વજનને નિયંત્રણ માં રાખે છે અને કોલેસ્ટ્રોલને ઘટાડે છે. પેટના અને પાચનને લગતા રોગોમાં ફાયદા કારક છે. ગેસ,અપચો અને પિતના રોગોનું શમન કરે છે . તેમાં રહેલાં વિટામિન ને કારણે વાળાને લાંબા અને ભરાવદાર બનાવે છે. શરીરની આંતરીક ગરમીને ઓછી કરે છે. સ્ત્રી રોગોમાં સ્વેતપ્રદર જેવા રોગોમાં પણ ફાયદા કારક છે. બ્લડ સુગરને કંટ્રોલમાં રાખે છે. આમ લીલા અને સૂકા ધાણા ખાવામાં ખૂબ ફાયદા છે. પરંતુ વ્યક્તિએ પોતાની પ્રકૃતિ અને વૈદકીય સલાહ પ્રમાણે ઉપયોગ કરવો જોઈએ.