Stock Market

3 દિવસમાં સબસ્ક્રિપ્શન 120 ગણાથી વધુ વધ્યું, રોકાણકારોને સારા સમાચાર મળ્યા

DOMS IPO Allotment
Written by Gujarat Info Hub

DOMS IPO Allotment: ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝનો IPO 3-દિવસના સબ્સ્ક્રિપ્શન દરમિયાન 120 થી વધુ વખત સબસ્ક્રાઇબ થયો હતો. આ IPO પર સટ્ટાબાજી કરતા રોકાણકારો માટે સારા સમાચાર છે. કંપનીએ શેર ફાળવ્યા છે. જો તમે આ કંપનીના IPO પર પણ દાવ લગાવ્યો હોય, તો તમે BSE વેબસાઈટ અથવા DOM IPO રજિસ્ટ્રાર – Link Intime India Pvt. Ltd દ્વારા ફાળવણી ચેક કરી શકો છો.

BSE દ્વારા કેવી રીતે તપાસ કરવી?

  • સૌ પ્રથમ સીધી લિંક bseindia.com/investors/appli_check.aspx પર જાઓ.
  • DOMS Industries IPO પસંદ કરો.
  • DOMS નો એપ્લિકેશન નંબર લખો.
  • PAN વિગતો શેર કરો.
  • હવે I’m Not a Robot પર ક્લિક કરો.
  • હવે સબમિટ કરો.

ઉપરોક્ત સ્ટેપને ફોલોવ કરી તમે તમારુ પરિણામ જોઈ શકો છો અને DOMS IPO Allotment ની વધુ વિગત તમે નિચે આપેલ સ્ટેપ ફોલોવ કરીને પણ જોઈ શકો છો.

તમે આ રીતે પણ ચેક કરી શકો છો

  • સીધી લિંક linkintime.co.in/MIPO/Ipoallotment.html પર જાઓ.
  • IPO પસંદ કરો.
  • PAN વિગતો શેર કરો.
  • ‘શોધ’ પર ક્લિક કરૂ ચેક કરી શકો છો.

GMP શું છે? (DOMS IPO GMP)

બજારના જાણકારોના જણાવ્યા અનુસાર ગ્રે માર્કેટમાં કંપનીના શેર રૂ.542ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા હતા. જો લિસ્ટિંગ સુધી સ્થિતિ ચાલુ રહેશે તો કંપની શેરબજારમાં રૂ. 1332ના સ્તરે ડેબ્યૂ કરી શકે છે. તમને જણાવી દઈએ કે, ગ્રે માર્કેટ દ્વારા લિસ્ટિંગનો માત્ર અંદાજ લગાવી શકાય છે. કંપનીનું લિસ્ટિંગ 20મી ડિસેમ્બરે એટલે કે આવતીકાલે થવાનું છે.

આ જુઓ:- આ સરકારી બેંકે મહિલાઓ માટે લોન્ચ કર્યું છે આ ખાસ બચત ખાતું, જાણો શું છે ફાયદા

About the author

Gujarat Info Hub

Leave a Comment