Dwarka Mandir Timing 2023 : દ્વારકાધીશ મંદિર અથવા જગત મંદિર નો દર્શન સમય અને ઇતિહાસ ની સંપુર્ણ માહિતી આપણે આજે આપણે આ આર્ટીકલથી મેળવીશું.
દ્વારકા મંદિર કે જગત મંદિર એ દ્વારકાના રાજા ભગવાન શ્રી ક્રુષ્ણ ને સમર્પિત છે. આ મંદિર ગુજરાતના દક્ષિણ પુર્વ દરિયા કાઠે આવલે છે, જે હિન્દુ તીર્થયાત્રાઓમાંનું એક મંદિર છે. દ્વારકાધીશ મંદિરને જગત મંદિર અથવા નિજા મંદિર નામે પણ ઓળખાય છે. અને આ મંદિર એ એક પુષ્ટિમાર્ગ મંદિર છે. આ મંદિર ભગવાન શ્રી ક્રુષ્ણ ના ત્રણ પરીક્રમાઓમાંની એક દ્વારાકા પરિક્રમા છે, અને અહિં મહત્વના ૧૨ જ્યોતિલિંગો માંનો એક નાગેશ્વર જ્યોતિલિંગ પણ આ દ્વારકાધિશ મંદિર માં સ્થિત છે. દ્વારકા મંંદિર ના નજીકામાં ઘણા બધા જુના મંદિરો, તળાવો અને ઘાટો આવેલા છે. જેમાં બેટ દ્વારકા, ગાયત્રી મંદિર, શારદા પીઠ, ગોમતી ઘાટ વગેરેનો સમાવેશ થાય છે, તો આજે આપણે અહિથી દ્વારકા મંદિર નો ઈતિહાસ અને દ્વારકા મંદિર દર્શન સમય ની સંપુર્ણ માહિતી વિગતવાર જોઈશું.
દ્વારકા મંદિર નો ઇતિહાસ । Dwarka Temple History In Gujarati
દ્વારકાધીશ મંદિર એ ગુજરાતના દ્વારકા શહેર માં આવેલ છે.જે દ્વારકા શહેર કુષ્ણના મુત્યુ પાચ્યાત સમુદ્રમાં ડુબી ગયું હતુ અને તેનું નિમાણ છ વખત થયેલ છે અને હાલુનું દ્વારકા એ સાતમી વખત નિમાણ કરેલ શહેર છે. જેનો ઉલ્લેખ પુરા લેખોમાં પણ “દ્વારિકા રાજ્ય” તરિકે થયેલ છે. આ મંદિર ગોમતી નદીના કાઠે આવેલ છે અને ભગવાન શ્રી કુષ્ણ ની રાજધાની તરીકે લેખોમાં ઉલ્લેખ છે. એવું માંનવામાં આવે છે કે દ્વારકા શહેર નીચે પણ જુનુ શહેર દટાયેલ છે અને અત્યારનું વર્તમાન મંદિર પણ ઈ.સ ૧૫-૧૬ મી સદી દરમ્યામ ચૌલૌક્ય શૈલીમાં બનાવવામાં આવેલ છે.
દ્વારકા મંદિર ની લંબાઈમાં ૨૭ મીટર અને પોહળાઈમાં ૨૧ મીટર ક્ષેત્ર ધરાવે છે, અને મંદિરનું સૌથી ઉંચું શિખર ૫૧.૮ મીટર ઉંંચાઈ ધરાવે છે. જગત મંદિર માં કુલ ૭૨ થાભલાઓ પર પાંચ માંળ બાંધવામાં આવેલ છે. મંદિરમાં બે પ્રવેશદ્વારા છે. જેમાં એક મુખ્ય પ્રવેશદ્વાર અને બીજો મોક્ષ દ્વારા એટલે કે મુક્તિનો દ્વાર તરીખે ઓળખાય છે.
દ્વારકાધીશ મંદિર ની ગર્ભગ્રુહમાં ભગવાન શ્રી કુષ્ણ બીરાજમાંંન છે. જ્યારે ડાબી બાજુના ઓરડામાં કુષ્ણના ભાઈ “બલરામ” અને જમણી બાજુની ઓરડીમાં તેમના પુત્ર પ્રધુમ્ન અને પોત્ર અનિરુધ્ધ બિરાજમાંન છે. મંદિરના મધ્યસ્થ ભાગની આજુબાજુના દેરીમાં રાધા, રુકમણી, સત્યભામા, દેવકી અને જંબાવતી ની મુર્તીઓ આવેલ છે.
મંદિર ની ઉપર સુર્ય અને ચંદ્રના પ્રતીકો સાથે મોટો ધ્વજ લહેરાવવામાં આવે છે જેની લંબાઈ ૧૫ મીટર છે. આ ધ્વજ દિવસમાં કુલ ૫ વખત એક નવા ધ્વજ દ્વારા બદલવામાં આવે છે. આ ધ્વજા બાવાન ગજની હોય છે જેમાં ૨૭ નક્ષત્ર, ૧૨ રાશી, ૪ મુખ્ય દિશા અને ૯ ગ્રહોનો સમાવેશ થાય છે અને આ ધ્વજા ભકતો દ્વારા લહેરાવવામાં આવે છે.
દ્વારકા મંદિર દર્શન સમય – Dwarka Mandir Timing 2023
મિત્રો, તમને દ્વારકાધીશ મંદિર નો ઈતિહાસ જાણી લીધો હવે આપણે દ્વારકાધીશ મંદિર દર્શન સમય જાણીશુ જેમાં દ્વારકા મંદિર સવારની આરતીનો સમય અને સાંજની આરતી નો સમય જોઈશું.
દ્વારકા મંદિર સવારનો દર્શન સમય – Dwarka morning Aarti time
દ્વારકાધીશ મંદિર દર્શન સમય માં સવારની આરતી ૬.૩૦ કલાકે થાય છે. ત્યારબાદ બપોરે ૧ વાગ્યા સુધી ભક્તો દર્શનનો લાભ લઈ શકે છે. જેની સંપુર્ણ ટાઈમ ટેબલ નીચે મુજબ છે.
Dwarka Mandir Timing 2023:
- 06:30 am : – મંગલ આરતી
- 06:30 am to 08:00 am :- મંગલ દર્શન
- 08:00 am to 09:00 am :- સ્નાન વિધિ અને અભિષેક પુજા સમયે દર્શન બંધ રહેશે.
- 09:00 am to 09:30 am :- શ્રીનગર દર્શન ચાલુ
- 09:30 am to 09:45 am :- સ્નાન ભોગ સમયે દર્શન બંધ રહેશે.
- 09:45 am to 10:15 am :- શ્રીનગર દર્શન ચાલું
- 10:15 am to 10:30 am :- શ્રીનગર ભોગ દર્શન બંધ રહેશે.
- 10:30 am to 10:45 am :- શ્રી નગર આરતી દર્શન ચાલું
- 11:05 am to 11:20 am :- ગ્વાલ ભોગ દર્શન બંધ રહેશે.
- 11:20 am to 12:00 pm :- દર્શન ચાલુ
- 12:00 pm to 12:20 pm :- રાજ ભોગ દર્શન બંધ રહેશે.
- 12:20 pm to 01:00 pm :- દર્શન ચાલું
- 01:00 pm :- અનોસર દર્શન બંધ.
Timing of Dwarkadhish mandir temple in Gujarati : ઉપર અમે સવારની આરતી બાદ ૧ વાગ્યા સુધી નો દર્શન સમય મુક્યો છે જેમાં ભગવાનની અભિષેક પુજા, સ્નાન ભોગ, શ્રીનગર ભોગ , ગ્વાલ ભોગ, રાજ ભોગ અને અનોસર સમય દરમ્યાન દર્શન બંધ રહેશે. ત્યારબાદ સાંજે ૫ વાગે દર્શન કરી શક્શો જે માટે નો સમય નિચે આપેલ છે.
દ્વારકા મંદિર સાંજની આરતી નો સમય – Dwarka Temple Timings Today
મિત્રો, દ્વારકાધીશ મંદિરનો દર્શન સમય માં તમે સવારનો સમય ઉપર જોયો ત્યારબાદ સાંજે મંદિરનો દર્શન સમય ૫ વાગ્યાથી લઈને ૯:૩૦ સુધીનો છે. જેની વિગતવાર માહિતી નિચે મુજબ છે.
Dwarka Mandir Timing 2023 :
- 5:00 pm :- ઊથપ્પાન દર્શન ચાલુ
- 05:30 pm to 05:45 pm :- ઊથપ્પાન ભોગ ( દર્શન બંધ)
- 05:45 pm to 07:15 pm :- દર્શન ચાલુ
- 07:15 pm to 07:30 pm :- સંધ્યા ભોગ ( દર્શન બંધ)
- 07:30 pm to 07:45 pm :- સંધ્યા આરતી ( સાંજની આરતી)
- 08:00 pm to 08:10 pm :- ષયાન ભોગ (દર્શન બંધ)
- 08:10 pm to 08:30 pm :- દર્શન ચાલુ
- 08:30 pm to 08:35 pm :- ષયન આરતી
- 08:35 pm to 09:00 pm :- દર્શન ચાલું
- 09:00 pm to 09:20 pm :- બંત ભોગ અને શાયન (દર્શન બંધ)
- 09:20 pm to 09:30 pm :- દર્શન ચાલું
- 09:30 pm :- દર્શન બંધ (મંદિર બંધ)
આ પણ વાંચો :- અંબાજી મંદિર દર્શન સમય 2023
દ્વારકા મંદિર સાંજની આરતી સમય ૭:૩૦ થી ૭:૪૫ સુધીનો છે. પરંતુ દર્શન સમય ૯:૩૦ સુધીનો છે, ત્યારબાદ મંદિર બંધ થઈ જશે.
બેટ દ્વારકા મંદિર દર્શન સમય । bet dwarka mandir timing
બેટ દ્વારકા નું બીજું નામ શંખોધર છે. બેટ દ્વારકા મંદિર નો દર્શન સમય ( bet dwarka mandir timing ) સવારે ૭:૩૦ થી ૧૨:૩૦ સુધી અને સાંજે ૫ વાગ્યાથી ૭:૩૦ સુધી નો હોય છે. બેટ દ્વારકામાં દર્શન કરવા માટે તમારે હોડી દ્વારા જવું પડશે કેમ કે તે એક નાનું ટાપુ છે.
દ્વારકામાં બીજા અગત્યના જોવાલાયક સ્થળો
જો તમે દ્વારકાધિશ ના દર્શન કરવા ગયા છો અને ત્યાં બીજા કેટ્લાક જોવાલયક સ્થળો જોવા માગો છો તો તેનુ લિસ્ટ નીચે મુજબ છે.
- દ્વારકાધીશ મંદિર
- શારદા પીઠ
- લાઇટ હાઉસ
- ગાયત્રી મંદિર
- રુકમણી મંદિર
- ત્રિલોક દર્શન આર્ટ ગેલેરી
- સનસેટ પોઇન્ટ
- ગોમતી ઘાટ
- ભડકેશ્વર મહાદેવ
- સુદામા સેતુ
- ગીતા મંદિર
- નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર
- ગોપી તલાવ
- દ્વારકા બીચ
- ઓખામઢી બીચ
- શિવરાજપુર બીચ
- સ્વામિનારાયણ મંદિર
મિત્રો, ઉપરોક્ત દ્વારકા ના જોવાલાયક સ્થળો તમે વિઝીટ કરી શકો છો અને તમને દ્વારકાધીશ મંદિર દર્શન સમય (Dwarka Mandir Timing ) મેળવી લીધો હશે. અમારુ આ દ્વારકા વિશે માહિતી ગુજરાતી લખાણ તમને પસંદ આવ્યુ હોય તો તમે અમારી વેબસાઈટ ને તમારા મિત્રો સાથે સેર કરી શકો છો.
Dwarka Darshan Time Today – FAQ’s
દ્વારકાધીશ ની આરતી નો સમય કયો છે ?
દ્વારકાધીશ ની સવારની આરતી ૬:૩૦ AM નો છે અને સાંજની આરતી નો સમય ૭:૩૦ થી ૭:૪૫ નો છે.
દ્વારકા નું પ્રાચીન નામ શું હતું ?
દ્વારકા નું પ્રાચીન નામ મોક્ષપુરી, કુશહસ્થલી અને દ્વારકાવતી હતું.
દ્વારકા થી શિવરાજપુર બીચ કેટલુ દુર છે?
શિવરાજપુર બીચ દ્વારકાથી ૧૫ કિ.મી દુર છે.
દ્વારીકા મંદિર કેટલુ જુનું છે ?
દ્વારકા મંદિર ૨૦૦૦ થી ૨૨૦૦ વર્ષ જુનું છે.
દ્વારકા મંદિરની ધ્વજ કેટલી મોટી હોય છે ?
દ્વારકા મંદિરનો ધ્વજ બાવન ગજ નો હોય છે. જેમાં ૨૭ નક્ષત્ર, ૧૨ રાશી, ૪ મુખ્ય દિશા અને ૯ ગ્રહોનો સમાવેશ થાય છે