એજ્યુકેશન

ધોરણ 10 અને 12 ની ડુપ્લીકેટ માર્કશીટ માટે અરજી કરો ઘરે બેઠા । Gujarat Board Duplicate Marksheet Download

Gujarat Board Duplicate Marksheet Download
Written by Gujarat Info Hub

Gujarat Board Duplicate Marksheet Download: શું તમારી ધોરણ 10 અથવા ધોરણ 12 ની માર્કશીટ ખોવાઈ ગઈ છે, અને તમે સરકારી કે પ્રાઈવેટ નોકરી માટે અરજી કરવા માગો છો પણ માર્કસીટ વગર તે શક્ય નથી, તો ગભરાવાની જરુર નથી. અહીં અમે ખોવાઈ ગયેલી માર્કશીટ ને કોઇપણ વિધાર્થી ફરીથી મેળવી શકે છે. તો આજે આપણે 10th & 12th class duplicate marksheet online કેવી રીતે મેળવવી તેની સંપુર્ણ માહિતી અહીથી મેળવીશું.

ગુજરાત ના GSEB બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ ના કુલ ૩ કરોડથી વધુ વિધારથીઓની માર્કશીટ ઓનલાઈન ડિજીટલ રૂપે સેવ કરવામાં આવેલ છે. જે વર્ષ ૧૯૫૨ થી લઈને આજ સુધીની તમામ રેકર્ડ ને ઓનલાઈન કરેલ છે, જેનાથી વિધાર્થીઓ પોતાના ઘરે બેઠા ડુપ્લીકેટ માર્કશીટ માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરી, પોતાની ખોવાઈ ગયેલ માર્કશીટની કોપી મેળવી શકશે.

Gujarat Board Duplicate Marksheet Download 2023

ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ ૧૦ ની ડુપ્લીકેટ માર્કશીટ વર્ષ ૧૯૫૨ થી ૨૦૨૦ સુધી અને ધોરણ ૧૨ ની ડુપ્લીકેટ માર્કશીટ વર્ષ ૧૯૭૬ થી વર્ષ ૨૦૧૯ સુધી ઓનલાઈન અપલોડ કરી ડિજીટલ રેકર્ડ માં સેવ કરેલ છે. જેથી વિધાર્થીઓ ભવિષ્યમાં કોઇપણ રીતે પોતાના ડોક્યુમેન્ટ ગુમાવી દે, તો સરકારના આ અભિગમથી અરજી કરી પોતાના ડોક્યુમેન્ટ ની ડુપ્લીકેટ કોપી મેળવી શકે. વિજય રુપાણી સરકારમાં રહેલ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ સુડાસમાં દ્વારા GSEB Duplicate Marksheet Form Online પ્રકીયા ચાલુ કરાઈ હતી જેથી વિધાર્થીઓને ગાંધીનગરના ધક્કા ના ખાવા પડે.

GSEB Duplicate Marksheet Application Fees – અરજી ફી

તમે GSEB ની સત્તાવાર વેબસાઈટ પરથી ધોરણ ૧૦ અને ૧૨ ની ડુપ્લીકેટ માર્કસીટ ઉપરાત ધોરણ ૧૦ અને ૧૨ નું માઈગ્રેશન શર્ટી પણ મેળવી શકો છો અને સમકક્ષ પ્રમાણપત્ર માટે પણ અરજી કરી શકો છો. તો આ પ્રમાણપત્રો માટે કેટલી ફી ભરવાની રહેશે તેની વિગત નીચે મુજબ છે.

 • ધોરણ ૧૦ ડુપ્લીકેટ માર્કશીટ પ્રમાણપત્ર ની ફી રૂ 50
 • ધોરણ ૧૨  ડુપ્લીકેટ માર્કશીટ પ્રમાણપત્ર ની ફી રૂ 50
 • માઈગ્રેશન સર્ટિફિકેટ પ્રમાણપત્ર ફી રૂ. 100
 • સમકક્ષતા પ્રમાણપત્ર ફી રુ 200

SSC & HSC ડુપ્લિકેટ માર્કશીટ મેળવાવ જરુરી ડોક્યુમન્ટ

SSC Duplicate Marksheet, HSC Duplicate Marksheet, Migration Certificate, Equivalency Certificate, Gujarat Board Duplicate Marksheet Download વગેરે મેળવવા માટે નીચેના ડોક્યુમેન્ટની જરુર પડશે.

GSEB Duplicate Marksheet માટે :

 • ખોવાઈ ગયેલ માર્કશીટની ઝેરોક્ષ
 • શાળાના આચાર્યનો લેટર હેડ
 • હોલ ટિકીટ ( જેમાં તમારો રોલ નંબર/ શીટ નંબર અને વર્ષ દર્શાવેલ હોવું જરુરી છે.
 • ઉપરોક્ત ડોક્યુમેન્ટ માંથી કોઇપણ એક ફરજીયાત અપલોડ કરવાનું રહેશે.
 • આધારકાર્ડ અથવા કોઈપણ ID Proof ની ઝેરોક્ષ જેથી વિધાર્થીની ઓળખાણ થઈ શકે

સમકક્ષતા પ્રમાણપત્ર માટે (Equivalency Certificate ) :-

 • ધોરણ ૧૦ ના માર્કશીટ ની નકલ
 • ધોરણ ૧૦ ના L.C ની ઝેરોક્ષ
 • ડિપ્લોમાં છેલ્લા ૨ સેમ ના માર્કશીટ ની ઝેરોક્ષ
 • ડિપ્લોમા નું પ્રોવીઝનલ સર્ટીફીકેટ
 • કોઇપણ આધાર પુરાવો
 • સમકક્ષતા પ્રમાણપત્ર ના માપદંડો ની વધુ માહિતી માટે શિક્ષણ વિભાગનો ઓફીસીયલ ઠરાવ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

How to Download GSEB SSC and HSC Duplicate Marksheet Online ?

ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની ડુપ્લીકેટ માર્કશીટ ની PDF ડાઉનલોડ કરવા માટે નિચેના પગલા જુઓ.

 • સૌ પ્રથમ GSEB ની સત્તાવાર વેબસાઈટ https://www.gsebeservice.com/ પર જાઓ.
 • ત્યારબાદ “Students” મેનું માં “Online Student Services” ટેબ પર જાઓ.
 • ત્યાં તમારી સામે ” 10th Duplicate Marksheet/Certificate “ અને ” 12th Duplicate Marksheet/Certificate” ના ઓપ્શન માં તમે જે ધોરણ માટે માર્કશીટ મેળવવા માગો તે પસંદ કરો.
 • હવે “New Registration” પર ક્લિક કરી, નોધણી પ્રકિયા પુર્ણ કરો.
 • ત્યારબાદ રજીસ્ટ્રેશન વખત નાખેલ મોબાઈલ નંબર દ્વારા લોગીન કરો.
 • હવે SSC & HSC ડુપ્લિકેટ માર્કશીટ માટે અરજી કરો.
 • તમારા અરજી ચકાશી દસ્તાવેજ બરાબર હશે તો ૧ અઠવાડીયામાં તમને તમારી ડુપ્લીકેટ માર્કસીટ તમે નાખેલ સરનામે મળી જશે.

આ પણ વાંચો :- તલાટી કમ મંત્રી પરીક્ષાની તારીખ

મિત્રો, આવી રીતે Gujarat Board Duplicate Marksheet ડાઉનલોડ કરી શકો છો. જો તમ્ને માર્કશીટ ડાઉનલોડ કરતા સમયે કોઇપણ પ્રકારની મુઝવણ અથવા પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી જણાવી શકો છો અને GSEB Duplicate Marksheet ની માહિતી તમારા મિત્રો સાથે સેર કરો જેથી ભવિષ્યમાં સંકટ સમયે તેઓ અરજી કરી કોઈપણ ડોક્યુમેન્ટ ના લિધે નોકરી ના ગુમાવી પડે, આભાર.

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment