ખેતી પદ્ધતિ ગુજરાત સરકાર

ડિજિટલ સાઈનવાળી 7/12 અને 8-અ ની નકલ તમારા મોબાઇલ માં મેળવો

ડિજિટલ 712 ઓનલાઇન
Written by Gujarat Info Hub

7/12 અને 8-અ ની નકલ: મિત્રો, હવે દરેક ખેડૂત ખાતેદાર પોતાની જમીનના 7/12 અને 8 અ ના ઉતારા ઓનલાઇન ડાઉનલોડ ઘરે બેઠા કરી શકે છે. ગુજરાત સરકારના મેહસૂલ વિભાગ દ્વારા ડિજિટલ પ્રકિયા પર ભાર મૂક્યું છે. જેમાં તમે જમીન મેહસૂલ વિભાગના AnyRoR Anyware અને i-ORA પોર્ટલ દ્વારા તમારા જમીનના સર્વે નંબર ની નકલ તમે ઘરે બેઠા નીકાલી શકો છો અને આ પોર્ટલમાં તમે વર્ષ 1951થી જૂની 7 12 8અ ની નકલ પણ મેળવી શકો છો.

જો તમે ખાલી તમારા 7/12 Uatar જોવા માંગતા હોવ અથવા કોઈપણ બીજી માહિતી જેવી કે વેચાણ દસ્તાવેજ, ગામના નમૂના નંબર 6 વગેરે તમે જોઈ શકો છો પરંતુ તમે તેની નકલ ફ્રિ માં ડાઉનલોડ કરી સકતા નથી. મિત્રો આ પોર્ટલ માં 7/12 ની નકલ online download કરવા માટે તમારે ડીજીટલ સાઈન વાળા નમૂના ડાઉનલોડ કરવા પડશે. કેમ કે કોઈપણ જમીન મેહસૂલી રેકર્ડ સાઈન વગર માન્ય ગણાતું નથી.

જયારે તમે પણ મામલતદાર કચેરી કે ગામના વિસી પાસે નકલ નીકળો છો ત્યારે પણ તે લોકો નકલ પર રાઉન્ડ સિક્કો મારી ને જ તમને નકલ આપે છે જેની તમે અમુક ફી ભારો છો. જો તમે તેજ 7/12 8 અ દાખલા અથવા કોઈપણ ગામના ડિજિટલ સાઈન વાળા નમૂના ઓનલાઇન મેળવવા માંગો છો તો તમેં નીચેના સ્ટેપ જુઓ.

AnyRoR અથવા i-ORA પોર્ટલ મારાફત ડિજિટલ 7/12 ઓનલાઇન મેળવવા માટેની પ્રકિયા

 • સૌ પ્રથમ તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટર માં ANYROR અથવા i-ORA પોર્ટલ ખોલો.
 • હવે તમને હોમપેજ પર જ “Digitally Signed RoR/ ડિજિટલી સાઈન્ડ ગામ નમૂના નંબર” ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરો.
 • હવે તમારો મોબાઈલ નંબર દાખલ કરો
 • ત્યારબાદ ત્યાં દર્શાવેલ captch code નીચે દર્શાવેલ વેરિફિકેશન બોક્સ માં દાખલ કરો

 • ત્યારબાદ “Generate OTP” બટન પર ક્લિક કરી તમારા મોબાઈલ નંબર પર આવેલ OTP દાખલ કરો.

 • હવે LOGIN બટન પર ક્લિક કરતા સાથે તમારી સામે ડિજિટલ ગામના નમૂના નું ફોર્મ ખુલશે

 • હવે તમારે તે ફોર્મ માં તમારો જિલ્લો, તાલુકો અને ગામ પસંદ કરી તમારો સર્વે નંબર પસંદ કરી “ADD VILLAGE FORM” પર ક્લિક કરો
 • આવી રીતે તમે વધુ સર્વે નંબર એક સાથે ડાઉનલોડ કરવા માંગતા હોવ તો બીજી વખત ઉપરની પ્રોસેસ કરો
 • ત્યારબાદ “PROCCED TO PAYMENT” બટન પર ક્લિક કરો
 • હવે તમારે ઓનલાઇન પેમેન્ટ કરવાનું રહેશે જેમાં પેમેન્ટ ની માહિતી નાખી “PAY AMOUNT” પર ક્લિક કરો.
 • હવે પેમેન્ટ કર્યા બાદ તમને તમારા 7/12 ની નકલ ONLINE DOWNLOAD કરવા “Download RoR” ઓપ્શન દેખાશે.
 • જેના પર ક્લિક કરી તમે ડિજિટલ સાઈન્ડ ની 7/12 8અ તમારા મોબાઈલ કે કોમ્પ્યુટર માં PDF ના રૂપ માં ડાઉનલોડ કરી પ્રિન્ટ નીકળી શકો છો

વાંચો :- ઓનલાઈન વારસાઈ નોંધની અરજી કેવી રીતે કરવી

7/12 અને 8-અ ની નકલ ઓનલાઈન મેળવતા ધ્યાનમાં રાખવાની વિગત

 • મિત્રો જો તમારા પેમેન્ટ પછી ગામના નમૂના ના દેખાય તો તમે ફરીથી download ror પર ક્લિક કરી ડિજિટલ નમૂના તૈયાર કરી શકો
 • તમે જે નમૂના ડાઉનલોડ કરવા પેમેન્ટ કર્યું છે તે તમારા લોગીન થી 24 કલાક સુધી ડાઉનલોડ કરી શકશો.
 • આ ડિજિટલ ગામના નમૂના સરકાર માન્ય છે જેમાં ગોવેર્નમેન્ટ ઓફિસર ની ડિજિટલ સાઈન્ડ હોય છે
 • આ નમૂના માં આપેલ ક્યુઆર કોડ ની મદદથી તમે કોઈપણ જગ્યાએ તમે વેરીફાય કરાવી શકો છો તેના માટે આ લીક (https://anyror.gujarat.gov.in/rorverify.aspx) પર ક્લિક કરી કરી શકો
Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment