જાણવા જેવું એજ્યુકેશન

જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરો ઓનલાઈન | Birth Certificate PDF Download Gujarat

જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરો
Written by Gujarat Info Hub

જન્મ પ્રમાણપત્ર pdf: આજે આપણે જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ ઓનલાઈન મેળવવા માટે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ડિજિટલ પોર્ટલ @eolakh.gujarat.gov.in વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. હવે સરકાર દ્વારા હવે ઘરે બેઠા જન્મ સર્ટિફિકેટ ઓનલાઇન ડાઉનલોડ કરવા અથવા જન્મની નોંધણી ઓનલાઈન કરવા માટેની સુવિધા ચાલુ કરવામાં આવેલ છે.

જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે Registrar of Births and Deaths Acts, 1969 હેઠળ કોઈપણ બાળકની નોંધણી કરાવવી ફરજીયાત છે.

Online Birth Certificate Download Gujarat

આર્ટિકલOnline Birth Certificate Download Gujarat
વિભાગઆરોગ્ય અને કલ્યાણ વિભાગ, ગુજરાત
પોર્ટલઈ-ઓળખ
લાભજન્મ/ મરણ નું પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરી શકાશે
રાજ્યગુજરાત
સત્તાવાર સાઈટ@eolakh.gujarat.gov.in

જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ ઓનલાઈન

જ્યારે પણ બાળકનો જન્મ થાય છે, ત્યારે તમે તેની નોંધણી નજીકની તમારી ગ્રામ પંચાયત અથવા નગરપાલિકામાં કરાવો છો, અને જો બાળકનો જન્મ કોઈપણ હોસ્પિટલ માં થયો છે તો તેની નોંધણી તે વિસ્તાર ની નગરપાલિકામાં કરવાની રહેશે. ત્યારબાદ eolakh પોર્ટલ પર તે બાળકનું ઓનલાઈન રજીસ્ટ્રેશન થશે ત્યારે તમે જે મોબાઈલ ન્ંબર જન્મની નોધણી સમયે આપેલ હશે તેના પર તમને OTP દ્વારા અરજી ન્ંબર મળશે. જેને સેવ કરીને રાખો કેમ કે જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરતી વખતે તમારા મોબાઈલ નંબર કે અરજી નંબર ની જરૂર રહેશે.

જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન અરજી

રાજય સરકાર દ્વારા જન્મ અને મરણ ની નોંધણી માટે e-Olakh પોર્ટલ શરૂ કરવામાં આવેલ છે. આ પોર્ટલમાં તમે જન્મ મરણ ની નોંધણી કરવવા ઉપરાંત online birth certificate પણ ડાઉનલોડ કરી શકો છો. જન્મ/મરણ ની નોંધણી 21 દિવસની અંદર કરવાની રહેશે. પરતું એમાં વિલંબ થાય તો તમારે થોડા વધારાના દસ્તાવેજ અને લેટ ફી ભરવાની રહેશે. તો આજે આપણે e-Olakh ડિજિટલ પોર્ટલની મદદથી જન્મ નું પ્રમાણપત્ર ઓનલાઇન pdf કેવી રીતે ડાઉનલોડ કરવી તેની માહિતી મેળવીશું.

ઓનલાઈન જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરવાની રીત

જન્મ નું પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માટે તમારી પાસે તમારો અરજી નંબર અથવા મોબાઈલ નંબર હોવો જરૂરી છે, ત્યારબાદ જન્મ પ્રમાણપત્ર મેળવવા માટે તમે નીચેના સ્ટેપ ફોલોવ કરી શકો છો.

  • સૌપ્રથમ ગુજરાત સરકાર ની સત્તાવાર વેબસાઈટ eolakh.gujarat.gov.in ની મુલાકાત લો.
  • ત્યારબાદ વેબસાઈટ ના હોમ પેજ પર તમને “Download Certificate” નામની લીંક દેખાશે તેના પર ક્લિક કરો.
  • હવે નવું પેજ ખુલશે જેમાં નીચે જાઓ, ત્યાં તમને નીચે મુજબની માહિતી દેખાશે.
  • ઇવેન્ટ (Event) માં બર્થ (Birth) પસંદ કરો ત્યારબાદ સર્ચ બાય (Search By) માં તમારી પાસે જો એ અરજી નંબર હોય તો (Application No) અરજી નંબર પસંદ કરો અને જો મોબાઈલ નંબર હોય તો (Mobile No) મોબાઈલ નંબર પસંદ કરો
  • હવે તમારો અરજી નંબર અથવા મોબાઈલ નંબર દાખલ કરો, ત્યારબાદ તમારા જન્મ નું વર્ષ દાખલ કરો 
  • છેલ્લે નીચે આપેલ સર્ચ ડેટા “Search Data” બટન પર ક્લિક કરો
જન્મ નો દાખલો ઓનલાઈન
  • હવે તમારી સામે ઉપર મુજબનું “Download” બટન દેખાશે જેના પર ક્લિક કરો.
  • તમને તમારું જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન તમારી સ્ક્રીન ઉપર જોવા મળશે
  • તમે આ જન્મ પ્રમાણપત્રની પીડીએફ ડાઉનલોડ કરી શકો છો. 

જન્મ પ્રમાણપત્ર PDF મેળવવા માટે તમે જે અરજી નંબર અથવા મોબાઈલ નંબર દાખલ કરેલ છે જો તે ખોટો હશે તો તમે તેને ડાઉનલોડ કરી શકશો નહીં, પરંતુ જો અરજી કે મોબાઈલ નંબર સાચો હોય અને તો પણ તમે કોઈ કારણસર જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકતા નથી તો તમારે સૌ પ્રથમ તમારી સંબંધીત જન્મ/મરણની કચેરી કે જિલ્લાની જન્મ/મરણ ની કચેરી ખાતે સંપર્ક સાધવાનો રહેશે.

Birth Certificate Download Link

જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માટેઅહીં ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઇટઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Conclusion:

આર્ટીકલ ની મદદથી અમે તમને જન્મ મરણનું પ્રમાણપત્ર ઓનલાઈન કેવી રીતે ડાઉનલોડ કરવું તેની તમામ માહિતી પ્રદાન કરી છે, જો તમને હજુ પણ જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરવામાં કે નોંધણી કરવામાં કોઈ પણ પ્રકારની સમસ્યા નો સામનો કરવો પડતો હોય તો તમે કોમેન્ટ બોક્ષ માં કોમેન્ટ કરી અમારો સંપર્ક સાદી શકો છો

જન્મ તારીખ નો દાખલો ઓનલાઈન FAQ’s

જન્મ તારીખ નો દાખલો ઓનલાઈન મેળવવા માટે વેબસાઈટ કઈ છે ?

https://eolakh.gujarat.gov.in/

e-Olakh પોર્ટલ પર કઈ કઈ સેવા મળશે ?

e-Olakh સાઇટ પર તમે જન્મ અને મરણ ના દાખલ મેળવી શકો છો.

જન્મ ની નોધણી કેટલા દિવસમાં કરવાની રહે છે ?

જન્મની નોધણી ગ્રામ પંચાયત અને નગર પાલિકામાં 30 દિવસની અંદર અને 30 દિવસથી વધુ અને 1 વર્ષ સુધી તમે તાલુકા પંચાયત ખાતે જન્મ ની નોધણી કરાવી દાખલો મેળવી શકો છો.

જન્મ પ્રમાણપત્ર સેવા કયા વિભાગ અંતર્ગત આવે છે ?

આ સેવા આરોગ્ય અને કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા ચાલે છે.

Spread the love

About the author

Gujarat Info Hub

2 Comments

Leave a Comment