Namo Lakshmi Namo Saraswati Yojana 2024 : આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા અમૃત કાળમાં નમો લક્ષ્મી અને નમો સરસ્વતી જેવી વિવિધ કલ્યાણકારી યોજનાઓ દાખલ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં કન્યા કેળવણી ને ઉત્તેજન આપવા અને દિકરીઓના ડ્રોપ આઉટ રેટને ઘટાડવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નમો લક્ષ્મી અને નમો સરસ્વતી એમ બે યોજનાઓનો આજે શુભારંભ કરાવશે. ગુજરાત સરકાર દ્વારા કન્યાઓના ઉજ્જવળ ભવિષ્ય માટે અને તેમને ગુણવત્તાલક્ષી ઉત્તમ શિક્ષણ મળી રહે અને તેમનું શશકતી કરણ થાય તેવા ઉમદા હેતુથી આજ રોજ જ્ઞાનદા હાઈસ્કૂલ અમદાવાદ ખાતે થી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ બે નવી યોજનાઓ લોન્ચ કરશે.
ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર હમેશાં લોક કલ્યાણ માટે અને શિક્ષણ માટે સમયે સમયે વિવિધ યોજનાનાઓની સ્થાપના કરે છે. તેમાં વિધ્યાર્થીઓ માટેની યોજનાઓ પણ મુખ્ય હોય છે. તે રીતે ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ આજે અમદાવાદની જ્ઞાનદા હાઈસ્કૂલ ખાતે એક કાર્યક્રમ યોજીને ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતી કન્યાઓ માટે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાઓ લોન્ચ કરી રહ્યા છે. તેનાથી કન્યાઓના ડ્રોપ આઉટરેટ ઘટશે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી કન્યાઓને સાયંસના વિષયમાં અભિરુચિ વધશે અને અસરકારક અને ગુણવતા લક્ષી શિક્ષણ પ્રાપ્ત થશે અને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધારનાર આ યોજના ના લાભો વિશે વધુ જાણીએ
Namo Lakshmi Namo Saraswati Yojana 2024
નમો લક્ષ્મી યોજના ( Namo Laxmi Yojana ) :
રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી કન્યાઓનાં ડ્રોપ આઉટ રેટ ઘટાડવા અને તેમના શશકતિકરણ માટેની આ યોજના છે. એટલે કે ધોરણ 9 માં દાખલ થતી દીકરી અધ વચ્ચે પોતાનો અભ્યાસ છોડી ના દે અને ધોરણ 12 સુધી પોતાનો અભ્યાસ પૂર્ણ કરે તે હેતુથી આ યોજના દાખલ કરવામાં આવી છે. ધોરણ 12 સુધીનો અભ્યાસ પુરો કરનાર દરેક કન્યાને હવે મળશે રૂપિયા 50000 ની સહાય. રાજ્યની કુલ 10 લાખ કન્યાઓને લાભ આપવાની 1250 કરોડની આ યોજના માટે સરકારે વર્ષ : 2024-25 ના બજેટમાં જોગવાઈ કરી છે. આ યોજના નો લાભ સરકારી,અનુદાનિત અને બીન અનુદાનિત શાળાઓમાં અભ્યાસ કરતી તમામ બાળાઓને આપવામાં આવશે.
નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના : (Namo Saraswati Vigyan Sadhana Yojana )
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા બોર્ડ અથવા કેન્દ્રીય પરીક્ષા બોર્ડમાં ધોરણ 10 એટલેકે s.s.c. પરીક્ષામાં 50 ટકા કે તેથી વધુ ગુણ પ્રાપ્ત કરી ધોરણ 11 અને 12 માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવનાર બાળાને રૂપિયા 25000 આર્થિક સહાય આપવાની સરકારની આ યોજનાનો હેતુ કન્યાઓને વિજ્ઞાની વિજ્ઞાન વિષયમાં અભિરુચી વધે અને તેમને ગુણવત્તા લક્ષી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત થાય અને તેમના શશક્તિકરણમાં વધારો થાય આ માટે સરકારે વર્ષ 2024-25 ના બજેટમાં રૂપિયા 250 કરોડ ફાળવવામાં આવ્યા છે.
નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના દ્વારા રાજ્યમાં કુલ 15 લાખ વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે અને DBT ( Direct Benifishari Transfar ) પધ્ધતિથી સીધાજ લાભાર્થીના ખાતામાં જમા કરાવવામાં આવશે.
આ ઉપરાંત આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જ્ઞાન સેતુ સ્કોલરશીપ,જ્ઞાન સાધના સ્કોલરશીપ, જ્ઞાન શક્તિ રેસીડેન્સિયલ શાળાઓ, સ્કૂલ ઓફ એક્સલેન્સ શાળાઓ ની વિવિધ યોજનાના લાભોનું પણ વિતરણ કરવાના છે.
આમ સરકાર દ્વારા નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના થકી કન્યાઓના ડ્રોપ આઉટ રેટમાં ઘટાડો કરી તેમને ગુણવત્તા યુક્ત ઉચ્ચ શિક્ષણ આપી તેમના ભવિષ્યને ઉજ્જવળ અને શશક્ત બનાવવાનો હેતુ છે.
આ પણ વાંચો : KGBV Bharti 2024 : KGBVમાં વોર્ડન કમ હેડ ટીચર ની જગ્યા પર પ્રાથમિક શિક્ષક સંવર્ગમાંથી પ્રતિનિયુક્તિથી ભરતી