જાણવા જેવું ગુજરાતી ન્યૂઝ

Experiment of ​​keeping dogs away from home : શેરીનાં રખડતાં કૂતરાં તમારા ઘરની આજુબાજુ ગંદગી કરે છે, તો ભગાડવા અપનાવો આ સરળ નુસ્ખો

Experiment of ​​keeping dogs away from home :
Written by Gujarat Info Hub

Experiment of ​​keeping dogs away from home : શેરીનાં રખડતાં કૂતરાં તમારા ઘરની આસપાસ ગંદગી કરી પરેસાન કરેછે તો અપનાવો આ સરળ નુસ્ખો. ઘરની આસપાસમાં મળ મૂત્ર કરી ગંદગી ફેલાવે છે.વળી રસ્તા પર પસાર થતાં વાહનો અને બાઈક સવાર માટે જોખમ ઊભું કરે છે. લોકોએ અપનાવેલો આ નુસ્ખો  કૂતરાંને ઘર થી દૂર રાખે છે અને ગંદગી થતી નથી. મિત્રો કેટલાક લોકોએ અપનાવેલા આ નુસ્ખા વિશે અમે આપને જણાવી રહ્યા છીએ તેથી લેખના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેશો.   

રખડતાં કૂતરાંનો ત્રાસ :

શેરીઓ સોસાયટીઓ અને ઘરોની આસપાસ રખડતાં કૂતરાં ખૂબ મુશ્કેલી ઊભી કરે છે. કૂતરાં કરડવાના અને ગંદગી ફેલાવવાના લીધે લોકો પરેસાન છે. ઘણી વખત હાડકાયાં અને સામાન્ય કૂતરાં કરડવાથી ઈંજેક્ષનો લેવાં પડે છે. અમુક વિસ્તારોમાં કૂતરાં બાઈક અને કારની પાછળ દોડે છે. ત્યારે બાઈક સવાર માટે મોટું જોખમ પણ ઊભું થઈ શકે છે. મોટા શહેરોમાં નગર પાલીકા દ્વારા કૂતરાં પકડવાના અને તેમણે નસબંધી કરી તેની સંખ્યા પર નિયંત્રણ કરવાના પ્રયત્નો કરવામાં આવે છે. તેમ છતાં તેમની સંખ્યા ઘટવાના બદલે રોજ બ રોજ વધતી રહે છે.

Experiment of ​​keeping dogs away from home :

(તમારા ઘર પાસેથી કૂતરાંને દૂર ભગાડવાનો નુસ્ખો )

કૂતરાંઓના ત્રાસથી બચવા માટે લોકોએ અજીબો ગરીબ નુસખો શોધી કાઢ્યો છે. આ નુસખાનું કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ મળતું નથી પરંતુ કેટલાક લોકોનું કહેવું હતુકે તેમણે અપનાવેલા આ નુસખાના લીધે શેરીનાં રખડતાં કુતરાં તેમના ઘરની આસપાસ આવતાં નથી અને હવે મલમૂત્ર કરી ગંદગી ફેલાવતાં નથી.

કૂતરાં ભગાડવાના આ નુસખામાં લોકોએ ઠંડા પીણાંની ખાલી બોટલોમાં પાણી ભરી તેમાં ગળી ઉમેરી તેમના ઘરની પાસે દીવાલ ઉપર કે થાંભલામાં પાંચ છ ફૂટની ઊંચાઈએ લગાવી છે. લોકોએ એક બીજાનો આ નુસખો જોઈને બીજા ઘણા લોકોએ પણ આ નુસખાનો પ્રયોગ અજમાવ્યો છે. રમુજ ઉપજાવે તેવા આ નુસખા વિશે જાણકારોનું માનીએતો તેમનું કહેવું છે કે કૂતરાં પીળા અને વાદળી એટલેકે બ્લ્યુ રંગ પ્રત્યે સંવેદનશીલ હોવાથી તેઓ આ ગળીના બ્લ્યુ રંગથી દૂર રહેતાં હશે. તેમનું કહેવું  હતું કે કૂતરાં પોતાની જૂની ગંધ પારખીને તે જગ્યાએ મળ મૂત્ર કરે છે. તેમની આ જૂની ગંધને સોડા છાંટીને દૂર કરવામાં આવેતો તે ત્યાં આવશે નહી.

કારણ ગમે તે હોય પરંતુ આ રમૂજી કૂતરાં ભગાડવાનો આઇડિયા અપનાવવા જેવો ખરો. કેમકે તેમાં થોડીક ગળી અથવા લીકવીડ ગળી જે કપડામાં નાખવામાં આવે છે. તેમજ મીનરલ વોટર અથવા ઠંડા પીણાંની ખાલી બોટલો આપણા ઘરમાં જ સહેલાઇથી મળી રહે વળી તદન મફતમાં કહી શકાય એટલી કિમતમાં તો આ આઇડિયા અપનાવીએ તો ચોક્કસ ખ્યાલ આવશે કે તે ખરેખર કેટલો સચોટ અને ઉપયોગી છે.

મિત્રો,અમોને વિવિધ સ્રોતો તરફથી મળતી માહિતી આપણા માટે અહી રજૂ કરીએ છીએ. તેની સચોટતા અને સાચા હોવાની અમે કોઈ પૃષ્ટિ કરતા નથી. અમારા આવા બીજા ઉપયોગી આર્ટીકલ વાંચવા અમારી વેબ સાઇટ જોતા રહેશો. આજનો અમારો આ આર્ટીકલ વાંચવા બદલ આપનો ખૂબખૂબ આભાર !

આ જુઓ:- Protect Crops from Animals: માત્ર 30 રૂપિયાના નજીવા ખર્ચમાં રોઝ, ભૂંડ અને રેઢિયાળ ઢોરને દૂર રાખવાનો જબરજસ્ત આઈડિયા

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment