ખેતી પદ્ધતિ ગુજરાતી ન્યૂઝ

Protect Crops from Animals: માત્ર 30 રૂપિયાના નજીવા ખર્ચમાં રોઝ, ભૂંડ અને રેઢિયાળ ઢોરને દૂર રાખવાનો જબરજસ્ત આઈડિયા

Protect crops from animals
Written by Gujarat Info Hub

Protect Crops from Animals : આપણો દેશ ભારત ખેતી પ્રધાન દેશ છે. અને દેશની પ્રગતિનો આધાર સમૃધ્ધ ખેતી પર રહેલો છે. ખેડૂતો તેમની ખેતીને સમૃધ્ધ કરવા વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ અપનાવી ઉત્પાદન વધારવા ખૂબ મહેનત કરી રહ્યા છે પરંતુ ખેતરમાં ઘૂસી આવતાં જંગલી રોઝ,ભૂંડઅને રેઢિયાળ ઢોર ખેતીના સમૃદ્ધ પાકને છિન્ન ભિન્ન કરી ઉત્પાદનને ઘણી માઠી અસર પહોચાડે છે.

ખેતરમાં થતું રેઢિયાળ પશુઓનું ભેલાણ :

આજના આ આર્ટિકલમાં અમે આપને ખેતરમાં આવતાં રેઢિયાળ ઢોર નીલગાય,રોઝ અને ભૂંડોના ત્રાસને દૂર કરવાનો એક જબરજસ્ત આઇડીયા બતાવી રહ્યા છીએ તેથી અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેશો અને પૂરો આર્ટિકલ કાળજી પૂર્વક વાંચી જજો. ઘણા ખેડૂતોએ આ આઇડિયા અપનાવી તેમના ખેતરના પાકને આવારા જંગલી પશુઓથી બચાવ્યું બચાવ્યો છે. તમે પણ આ આઇડિયા અપનાવી જોજો.

આજકાલ ખેડૂતો પોતાની આવક વધારવા ખર્ચાળ અને આધુનિક પધ્ધતિ વડે અવનવી વેરાયટીના પાક  કિમતી બજારભાવ મેળવવા માટે વાવેતર કરતા હોય છે.પરંતુ જંગલી રખડતાં પશુઓ તેમના ખેતરના પાકમાં ઘૂસીને પાકને ભેલી નાખે છે. ખાય છે એના કરતા આડેધડ દોડીને પાકને ભાગી નાખે છે. પરિણામ સ્વરૂપ પાકના ઉત્પાદનમાં ઘણો ઘટાડો થતાં ખેડૂતને નુકસાન ભોગવવાનો વારો આવે છે.

આ જુઓ:- જાનવરો ખૂબ જ ઉત્સાહથી ખાય છે આ ચારો, જાણો શું છે તેમાં ખાસ

પાકને બચાવવા થતી ખર્ચાળ વાડ :

ખેડૂતો દ્વારા તેમના પાકને જંગલી રોઝ,ભૂંડ અને નીલગાય વગેરે પશુઓથી બચાવવામાટે અવનવા પ્રયોગો કરવામાં આવે છે. ઘણા ખેડૂતો દ્વારા તેમના ખેતરને ફરતે વાડને કાઢીને તેની જગ્યાએ સિમેંટના થાંભલાઓ અને તારની વાડ બનાવી મોટો ખર્ચ કરવામાં આવે છે. તારની વાડમાં ઉગતા છોડવાઓ અને મોટું ઘાસ તારની આવરદાને ઘટાડી નાખે છે. તેમજ નીલગાય અને રોઝ સહેલાઇથી વાડને કૂદીને પણ અંદર ઘૂસી આવે છે. વળી વાડ કાઢી નાખવાથી ખેડૂતનાં મિત્ર જેવાં ઇયળો અને કિટકો ખાનારાં પક્ષીઓનું આશ્રય સ્થાન નાશ પામતાં રોગ નિયંત્રણ પધ્ધતિમાં નુકસાન થાય છે.

કેટલાક ખેડૂતો દ્વારા ઝાટકા મશીન અને વીજળીના બલ્બની સીરિઝ બનાવી પાકને બચાવવા પ્રયત્નો કરવામાં આવે છે. તેમાં પણ બેટરી અને ઝાટકા મશીન બગડી જવાથી ખર્ચ ભોગવવું પડે છે.  

કેટલાક ખેડૂત મિત્રો તેમના ખેતીના પાકને બચાવવા અત્યંત ઝેરી દવા શેઢે પાળે રેડવામાં કે નાખવામાં આવે છે. જેને લીધે ક્યારેક ઘરના પાલતુ જાનવરોને નુકસાન પહોચી શકે છે.

આ જુઓ:- રોજની 416 રૂપિયાની બચત, 1 કરોડનો નફો, જાણો શું છે સિસ્ટમ

Protect Crops from Animals

પરંતુ આજે અમે આપને તદન નજીવા ખર્ચમાં એટલેકે માત્ર 30 થી 50 રૂપિયાના ખર્ચમાં તમારા ખેતરથી રેઢિયાળ પશુઓને દૂર રાખવાનો આઇડિયા બતાવી રહ્યા છીએ જે ખર્ચાળ પણ નથી. અને નુકસાન કારક પણ નથી. ઘણા ખેડૂતો દ્વારા આ આઇડિયા અપનાવ્યો છે. તેના માટે તમારે ફિનાઇલ લેવાનું છે. બજારમાં 30 રૂપિયાથી 50 રૂપિયામાં સહેલાઇથી મળી જશે કાળા રંગનું ફિલાઇલ સારું પરિણામ આપશે.

તમારા ખેતરમાં પાકને ફરતે શેઢા પાળા પર તમારે ફિનાઇલની રીંગ આપવાની છે અથવાતો તમે વાંસના 2 ફૂટના નાના ટુકડાઓ કરીને બે ત્રણ મીટરના અંતરે શેઢા ઉપર ખોસી દેવાના છે. ત્યારબાદ કાપડના નાના ટુકડાઓ કરીને ફીનાઇલમાં બોળીને વાંસના પોલાણ વાળા ઉપરના ભાગમાં મૂકી દેવાના છે. ફીનાઇલની તીવ્ર વાસ પશુઓને ગમતી ના હોવાથી ત્યાંથી  દૂર ભાગી જશે. અને તમારા પાકમાં થતા નુકસાન થી બચી જશો. સમયાંતરે ફિનાઇલની વાસ ઓછી થતાં ફરીથી કપડાના ટુકડા ફિનાઇલમાં બોળી ફરીથી મૂકવા.

મિત્રો,અમોને વિવિધ સ્ત્રોતો તરફથી મળેલી આ માહિતી આપને ઉપયોગી થાય તે હેતુથી અત્રે રજૂ કરીએ છીએ અમો તેની ફળશ્રુતિ વિશે કોઈ ગેરંટી આપતા નથી. ઘણા ખેડૂત મિત્રોએ અપનાવેલો આ આઇડિયા આપ અપનાવી કેટલો ફાયદો થયો તે અમોને કોમેંટમાં જરૂર જણાવશો અને આવા અવનવા ઉપયોગી આઇડિયા મેળવવા અમારી વેબ સાઇટ જોતા રહેશો આજનો અમારો આર્ટીકલ વાંચવા બદલ આપનો ખૂબખૂબ આભાર !

આ જુઓ:- EPFO Insurance: જો તમે EPFO ​​એકાઉન્ટ હોલ્ડર છો તો જાણો EDLI શું છે, 7 લાખ રૂપિયાનો ફ્રી ઇન્શ્યોરન્સ કેવી રીતે મેળવવો.

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment