ગુજરાતી ન્યૂઝ

Ambalal Patel ni Agahi: ગુજરાતમાં હિટવેવ, ગરમીનો પારો ઊંચકાશે ,ગુજરાતીઓ સાચવજો

Ambalal Patel ni agahi
Written by Gujarat Info Hub

Ambalal Patel ni Agahi: ગુજરાતમાં હિટવેવ, ગરમીનો પારો ઊંચકાશે ,ગુજરાતીઓ સાચવજો : ગુજરાતના હવામાનમાં ગરમીનો પ્રકોપ વધવાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતના હવામાનમાં ગરમીનો પારો ઊંચકાશે અને વાતાવરણમાં ઉષ્ણતામાન 39 ડીગ્રીથી 43 ડીગ્રી સુધી ગુજરાતના વિવિધ ભાગોમાં રહેશે તેમ જણાવ્યુ છે. 

મિત્રો નમસ્કાર !  માર્ચ મહિનાની શરૂઆતથી ગુજરાતના વાતાવરણમાં ગરમીનો અહેસાસ લોકો અનુભવી રહ્યા છે. વારંવાર  વાતાવરણમાં ફેરફાર થતા રહે છે. ક્યારેક હિટવેવ તો ક્યારેક વાદળછાયુ વાતાવરણ આપણે અનુભવીએ છીએ.  

Ambalal Patel ni Agahi

હવામાન નિષ્ણાત શ્રી અંબાલાલ પટેલે વાતાવરણમાં ઉષ્ણતામાનમાં થનારા વધારા અંગે મીડિયામાં આપેલા એક નિવેદન અનુસાર હવામાનમાં ગરમીનો પ્રકોપ આજથીજ  વધશે અને ગુજરાતના વિવિધ ભૌગોલિક પ્રદેશોમાં આ મુજબ ઉષ્ણતામાન રહેશે તે મુજબ જણાવ્યું હતું કે  ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગો, પશ્ચિમ ગુજરાતના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગોમાં તાપમાનમાં વધારો જોવા મળશે.

Weather Forecast By Shree Ambalal  Patel 

Ambalal Patel ni Agahi: અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી ગુજરાતના હવામાનમાં  ઉષ્ણતામાન અર્થાત ગરમીના વધારાને લઈને કરેલી આગાહી મુજબ સૌ પ્રથમ જોઈએ તો ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અરવલ્લી અને બીજા ભાગોમાં ગરમી નો 43° c  સેલ્સિયસ  રહેશે. તેમ જ કચ્છ જિલ્લાના ભાગોમાં વાતાવરણમાં ગરમીનું પ્રમાણ 39 ડિગ્રીથી લઈને 40 ડિગ્રી સુધીરહેવાની ધારણા તેમણે વ્યક્ત કરી છે.

રાજકોટના ભાગોમાં 41 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. જ્યારે હળવદ મોરબી,ધાંગધ્રાના ભાગોમાં  ઉષ્ણતામાન 43 ડિગ્રી આસપાસ રહી શકે તેવી ધારણા વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્રના જુનાગઢ અને આસપાસના વિસ્તારોમાં હવામાં ગરમીનું પ્રમાણ 42 ડિગ્રી સુધી રહેવાનો અંદાજ તેમણે વ્યક્ત કર્યો છે.

 અમરેલી અને આસપાસના ભાગોમાં પણ ઉષ્ણતામાન નું પ્રમાણ 42 ડિગ્રી રહેવાની સંભાવના શ્રી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્રના ભાવનગર પોરબંદર સહિતના પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ઉષ્ણતામાન નું પ્રમાણ પેલા 43 ડિગ્રી સુધી રહેવાની એમણે આગાહી કરી છે.

જ્યારે ગુજરાતની દક્ષિણે  વલસાડ અને  ડાંગ સહિતના ભાગોમાં વાતાવરણમાં ગરમીનું પ્રમાણ 39 અંશ સેલ્સિયસ સુધી રહેવાની ધારણા શ્રી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

 અમદાવાદ વડોદરા ગોધરા પંચમહાલ લીમખેડા વગેરે ભાગોમાં વાતાવરણમાં ઉષ્ણતામાન નું પ્રમાણ 42 ડિગ્રી સુધી રહી શકે તેવું અનુમાન અંબાલાલ પટેલે કર્યું છે.  તેમણે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં 36 ડિગ્રી સેલ્સિયસ થી લઈને વધુમાં વધુ 43 ડિગ્રી સુધી ઉષ્ણતામાન રહેવાનો અંદાજ રજૂ કર્યો છે.

ગરમીથી બચવાના સરળ ઉપાયો :

  • બપોરના સમયે બહાર નિકળવાનું કે બહારગામ જવાનું ટાળો,જવું પડે તેમ હોયતો માથું અને શરીર સુતરાઉ કપડાથી ઢાંકી રાખો.
  • વારંવાર ચોખ્ખું પાણી પીવો,શક્ય હોયતો માત્ર ઠંડા માટલાનું પાણી પીવાનો આગ્રહ રાખો.
  • વરીયાળી,કાચી કેરી,જો ડાયાબિટિશની તકલીફ ના હોયતો શેરડી રસ જેવા ઘરમાં બનાવેલા પીણાં નો ઉપયોગ કરો.
  • બિમાર લોકો,વૃધ્ધો અને બાળકોને બપોરના સમયમાં ઘરની બહાર ના નીકળવા દો.
  • જરૂર પડે તમારા નજીકના ડોક્ટર કે આરોગ્ય કર્મચારીની સલાહ લો.

અગત્યની લિન્ક :

હવામાન અંગેની જાણકારી મેળવવા હવામાન વિભાગની વેબ સાઇટ જોવા માટે mausam.imd.gov.in
હોમ પેજ પર જવા માટે અહી ક્લિક કરો

મિત્રો, આપ હવામાન વિશેની જાણકારી માટે સરકારની સત્તાવાર વેબ સાઇટની મુલાકાત લઈ હવામાન વિશે જાણી શકો છો .અમે વાતાવરણ કે અન્ય કોઈ પણ પ્રકારની બિન સત્તાવાર આગાહીનું સમર્થન કરતા નથી. જો તમને Ambalal Patel ni Agahi વિષે વધુ માહિતી મેળવવી હોય તો કોમેન્ટમાં તમારો અભિપ્રાય જણાવજો.

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment