Result ગુજરાતી ન્યૂઝ

GSEB Result 2023: ધોરણ 12 આર્ટસ અને કોમર્સ ના રિઝલ્ટ ની તારીખ જાહેર, જુઓ Gujarat HSC Board પરિણામ અહિંથી

gseb-result-2023-hsc-gujarat
Written by Gujarat Info Hub

GSEB Result 2023: મિત્રો, ઘણા બધા વિધાર્થીઓને પ્રશ્ન છે કે ધોરણ 12 નું રિઝલ્ટ ક્યારે આવશે ? તો તમને જણાવી દઈએ ધોરણ 12 આર્ટસ નું રીઝલ્ટ અને કોમર્સનું રીઝલ્ટ એક સાથે પ્રકાશિત થશે. અત્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું અને ગુજકેટનું રીઝલ્ટ ૨ મે ના રોજ જાહેર થઈ ગયેલ છે, જે તમે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ની સત્તવાર સાઈટ પર જઈ મેળવી શકો છો. તો આજે આપણે GSEB Result 2023 ના HSC બોર્ડ ના ત્રણે પ્રવાહના પરીણામની સંપુર્ણ વિગત આ આર્ટીકલના માધ્યમથી જોઈશું.

GSEB Result 2023 

બોર્ડગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
કેટેગરીGSEB Result 2023
રીઝ્લ્ટધોરણ ૧૨ આર્ટસ અને કોમર્સ રીઝલ્ટ
પરીક્ષા મોડઓફલાઈન
રીઝલ્ટ તારીખ 31 મે 2023
સત્તાવાર સાઈટwww.gseb.org

ધોરણ 12 આર્ટસ અને કોમર્સ નું પરીણામ

જે વિધાર્થી મિત્રો ધોરણ 12 આર્ટસ નું રિઝલ્ટ 2023 અને ધોરણ 12 કોમર્સ નું પરિણામ 2023 ની રાહ જોઈને બેઠા છે, તેમને જણાવી દઈએ કે તમારુ ધોરણ 12 નું સામાન્ય પ્રવાહનું રીઝ્લ્ટ તારીખ 31 મે 2023 ના રોજ સવારે 8 વાગે આવશે. તો GSEB HSC Result ની સંપુર્ણ માહિતી માટે તમે અમારી આ માહિતીને ધ્યાનથી વાંચો.

ધોરણ ૧૨ માં પાસ થવા માટે કુલ માર્કના ૩૩% ની જરુર રહેતી હોય છે. જેમાં અલગ અલગ રીતે માર્કના આધારે ગ્રેડ પોઈન્ટ નક્કી થાય છે. તો તમે તામારુ રીઝલ્ટ જોવા માટે અમારા નીચેના સ્ટેપ ફોલોવ કરીને જોઈ શકો છો અથવા જ્યારે પરિણામ જાહેર થશે ત્યારે અમે અહીં બોર્ડ દ્વારા જાહેર કરાયેલ વોટસઅપ નંબર જાહેર કરીશું જેના પર તમે મેસેજ કરી તમારુ ધોરણ 12માં નું રીઝલ્ટ વોટસઅપ ના માધ્યમથી પણ મેળવી શકશો.

ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ 2023 ગ્રેડ સિસ્ટમ

અહીં અમે તમારી સામે ગ્રેડનુ ટેબલ મુક્યુ છે, જેથી તમારા દરેક વિષયમાં આવેલ કુલ માર્ક પ્રમાણે તમે તમારો ગ્રડ જાણી શકશો અને રિઝલ્ટને સમજવામાં મદદ થઈ શકે.

GSEB HSC Grade System

ગ્રેડમાર્કગ્રેડ પોઈન્ટ
A191-10010
A281-909
B171-808
B261-707
C151-606
C241-505
D33-404

ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ વર્ષ 2022 ની વાત કરવામાં આવે તો ૩,૩૫,૧૪૫ વિધાર્થીઓ વર્ષ ૨૦૨૨ માં ધોરણ ૧૨ બોર્ડ ની પરીક્ષા આપી હતી જેમાં ૨,૯૧,૨૮૭ વિધાર્થીઓ પાસ થયા હતા. એટલે કે કુલ પાસીંગ રીઝલ્ટ વર્ષ ૨૦૨૨ નું ૮૬.૮૧% હતુંં.

ધોરણ 12 નું રિઝલ્ટ કેવી રીતે ચેક કરવું ?

GSEB Result 2023 જોવા માટે તમે આમારા નિચેના સ્ટેપ ફોલોવ કરીને જોઈ શકો છો, અને જયારે પરિણામ જાહેર થશે ત્યારે બોર્ડ દ્વારા સેર કરેલ વોટ્સઅપ નંબર અમે અહીં મુકીશુ તેના પર મેસેજ કરીને પણ તમારુ ૧૨માં નું રીઝલ્ટ મેળવી શકો છો.

  • સૌ પ્રથમ ગુજરાત શિક્ષણ બોર્ડ ની સત્તાવાર સાઈટ પર જાઓ – gseb.org
  • હવે તમને હોમપેજ પર નીચે મુજબનુ પેજ દેખાશે.
  • હવે તમારે ત્યાં તમારો સીરીયલ નંબર અંગેજીમાં પસંદ કરવાનો રહેશે,
  • ત્યારબાદ બાજુના બોક્સમાં તમારો રોલ નંબર અથવા બેઠક નંબર નાખવાનો રહેશે.
  • ત્યારબાદ “GO” બટન પર ક્લિક કરો.
  • હવે તમારી સામે GSEB 12th Result 2023 પીડીએફ ના રૂપ માં ઉપલબ્ધ રહેશે.

ધો. 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ વોટસએપ થી કેવી રીતે જોવું ?

મિત્રો, GSEB HSC Result 2023 આવતી કાલે એટ્લે કે 31 મે ના રોજ સવારે 8 વાગે જાહેર થવાનું છે, જે તમે GSEB ની સત્તાવાર સાઇટ પરથી મેળવી શકશો અને તમારા વોટસઅપ દ્વારા મેળવવા માટે નીચેના સ્ટેપ ફોલોવ કરો.

  • સૌ પ્રથમ GSEB નો વોટ્સએપ નંબર ” 6357300971 ” તમારા મોબાઇલમાં સેવ કરો.
  • ત્યારબાદ તમારા વોટસએપમાથી આ ન્ંબર પર તમારો સીટ ન્ંબર લખી ને મોકલો.
  • હવે તમને રિપ્લાય માં તમારું ધોરણ 12 નું રિઝલ્ટ મળશે.
  • જેને તમે સેવ કરો અથવા પ્રિન્ટ કરી શકો છો

આ પણ જુઓ :- ધોરણ 12 કોમર્સનું રિઝલ્ટ તારીખ જાહેર

તો આવી રીતે તમે તમારુ ધોરણ ૧૨ નું પરીણામ ડાઉનલોડ કરી શકો છો અને જો કોઈપણ ભુલ જણાય તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની કચેરીને સંપર્ક કરી શકો છો. ઉપરોક્ત માહિતી અમે અલગ અલગ સોર્સની મદદથી એકઠી કરેલ છે. તો ધોરણ ૧૨ ના પરીણામ બાબતે અમે ખાતરી કરતા નથી જેથી વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ જોઈ શકો છો.

FAQ’s

ધોરણ 12 આર્ટસ નું રિઝલ્ટ 2023 ક્યારે જાહેર થશે?

ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને કોમર્સનું પરિણામ 31 મે ના રોજ સવારે 8 વાગે આવશે.

ધોરણ ૧૨ નું પરિણામ કેવી રીતે ચેક કરવુંં?

ધોરણ ૧૨ માં નુ રીઝ્લ્ટ તમે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ની સત્તાવાર સાઈટ gseb.org પર જઈ ચેક કરી શકો છો.

GSEB HSC સામાન્ય પ્રવાહ માટે પાસીંગ ટકાવારી કેટલી છે?

GSEB HSC Result 2023 ની પાસીંગ માર્ક હજુ સુધી નક્કી થયેલ નથી પરંતુ સોર્સ નું માનવામાં આવે તો પાસીંગ માર્ક ૩૩ હોઈ શકે છે.

Spread the love

About the author

Gujarat Info Hub

7 Comments

Leave a Comment