આજના માર્કેટયાર્ડ ભાવ જાણવા જેવું

Unjha Market Jeera Price Today: જીરાના ઘટતા ભાવે એક વરસથી માલ સંઘરીને બેઠેલા ખેડૂતોમાં નિરાશાનાં વાદળાં, અહીથી જાણો વિવિધ માર્કેટના જીરાના ભાવ

Unjha Market Jeera Price Today
Written by Gujarat Info Hub

Unjha Market Jeera Price Today: નમસ્કાર મિત્રો ! જીરાના માર્કેટ માટે સમગ્ર એશિયા ખંડમાં આગવી ઓળખ  ધરાવતું ઊંઝા  માર્કેટ યાર્ડ જીરા સહિત વિવિધ મસાલા પાકોના ખરીદ અને વેચાણ માટે ખ્યાતિ ધરાવે છે.  ઊંઝા માર્કેટયાર્ડમાં ખાસ કરીને મસાલા પ્રકારના પાકોનું ખરીદ અને વેચાણ થાય છે. ઊંઝા ગંજ બજારમાં જીરા ઉપરાંત વરિયાળી, ઇસબગુલ, ધાણા, અજમો, મેથી, અને તલ જેવા વિવિધ મસાલા પાકોનું સૌથી મોટું માર્કેટ યાર્ડ ગણવામાં આવે છે.

ગત વર્ષે જીરામાં આવેલી આગ ઝરતી તેજીએ વેપારીઓ અને ખેડૂતોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. ગત  સિઝનમાં 12,000 થી ઘટીને નીચા આવેલા જીરાના ભાવે ઘણા ખેડૂતોને વર્ષમાં મળેલો જીરા નો સારો ભાવ ₹12,000 ફરી મળવાની આશામાં હજી પણ ગત વર્ષનો જીરાનો સ્ટોક સંઘરીને બેઠા છે.  આ ખેડૂતોનું માનવું હતું કે જીરાના વાવેતર સમયે ઓક્ટોબર નવેમ્બર માસમાં જીરાના ભાવમાં બિયારણને લઈને ભાવમાં ખૂબ વધારો થશે, પરંતુ તેમની ભાવ વધારાની આશા ઉપર પાણી ફરી વળ્યું. આજ સુધી જીરાના ભાવ સતત નીચે જઈ રહ્યા છે. ત્યારે જીરું સંગરીને બેઠેલા ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે.

Unjha Market Jeera Price Today

આજે ઊંઝા સહિત સમગ્ર ગુજરાતના માર્કેટયાર્ડમાં જીરાના ભાવ માત્ર 4,000 થી 5000 રૂપિયા સુધી સ્થિર રહ્યા છે. જ્યારે ઊંઝા ગંજ બજારમાં પણ જીરાના સામાન્ય ભાવ ₹4,000 થી 5,000 જ ખેડૂતોને મળી રહ્યા છે. પરંતુ કલર અને ક્વોલિટીમાં એકદમ સુપર પ્રીમિયમ ક્વોલિટી જીરાના ભાવ  ₹6200 ખેડૂતોને મળી રહ્યા છે.

આજરોજ ગુજરાતનાં  વિવિધ માર્કેટ યાર્ડમાં જીરાના ભાવ :

ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાની આવક  14,640 ગુણીની થઈ હતી. જ્યારે ભાવની વાત કરવામાં આવે તો રૂપિયા 3200 થી 6,200 નો ભાવ ખેડૂતોને મળ્યો હતો.  જ્યારે થરા ગંજ બજારની અંદર જીરાના ભાવ 3250 થી ₹4,835 ખેડૂતોને મળ્યા હતા. પાટણ માર્કેટ યાર્ડ ની અંદર જીરાના ભાવ 3,200 થી ₹4,205 ખેડૂતોને મળ્યા હતા. જ્યારે આવકની વાત કરવામાં આવે તો 118 ગુણી જીરાની આવક થઈ હતી. 

સૌરાષ્ટ્રમાં સૌથી મોટી અને પ્રખ્યાત ગોંડલ માર્કેટ યાર્ડમાં જીરાના ભાવ રૂપિયા 3601 થી 4,391 રૂપિયા રહેવા પામ્યા હતા. જ્યારે જીરાનો સામાન્ય ભાવ 2631 રૂપિયા રહ્યો હતો. માર્કેટ યાર્ડમાં જીરાની આવક 337 ગુણીની  રહી  હતી. આ ઉપરાંત જામનગર માર્કેટ યાર્ડમાં જીરાના ભાવ ₹2,000 થી ₹4,445 ખેડૂતોને મળ્યા હતા. જ્યારે ગંજ બજારમાં જીરાની આવક 99 ગુણીની રહેવા પામી હતી.

આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે જીરાના ભાવ 3,580 થી 4,0100 રહેવા પામ્યા હતા. સૌરાષ્ટ્રના બાબરામાં જીરાનો ભાવ રૂપિયા 3950 થી 4220 રહેવા પામ્યો હતો. જ્યારે જીરાની આવક 6 ક્વિન્ટલ જેટલી જોવા મળી હતી. જસદણ માર્કેટ યાર્ડમાં જીરાનો ભાવ રૂપિયા 3,800 થી 4,350 રહેવા પામ્યો હતો. જ્યારે જીરાની આવક 600 ક્વિન્ટલની રહેવા પામી હતી. 

ધાનેરા માર્કેટ યાર્ડમાં જીરાનો ભાવ ₹ 3200 થી ₹4100 રહેવા પામ્યો હતો. જ્યારે જીરાની આવક માત્ર 16 ગુણી એવા પામી હતી. થરાદ માર્કેટ યાર્ડમાં જીરાનો ભાવ 3750 થી 4625 રહેવા પામ્યો હતો. હળવદ ગંજ બજારમાં જીરાનો ભાવ  3900 થી રૂપિયા રહેવા પામ્યો હતો જ્યારે જીરાની આવક 4,987 રહી હતી.

તળાજા માર્કેટ યાર્ડ માં આજરોજ જીરાનો ભાવ રૂપિયા 3700 થી 3,693 રૂપિયા રહેવા પામ્યો હતો. જ્યારે જીરાની આવક માત્ર 6 ગુણીની થઈ હતી. માણાવદર ગંજ બજારમાં જીરાની આવક થઈ નથી. ડીસા માર્કેટ યાર્ડ માં જીરાનો ભાવ 3,551 થી 4,233 રૂપિયા સુધીનો ખેડૂતોને મળ્યો હતો. જ્યારે જીરાની આવક માત્ર 12 બોરીની હતી જુનાગઢ માર્કેટ યાર્ડમાં જીરાની આવક 22 ગુણીને રહી હતી. જ્યારે ભાવની વાત કરવામાં આવે તો 3800 રૂપિયાથી માંડી ₹4,250 નો રહ્યો હતો.

કચ્છનાં  રાપરમાં જીરાનો ભાવ ₹3,300 થી ₹4,200 રહ્યો હતો. વાંકાનેર માર્કેટ યાર્ડમાં જીરાનો ભાવ ₹3,400 થી ₹4,361 રહ્યો હતો. જ્યારે જીરાની આવક 170 ક્વિન્ટલની રહી હતી. અમરેલી માર્કેટ યાર્ડ ની અંદર જીરાનો ભાવ 2400 રૂપિયાથી ₹4,330 રહ્યો હતો. મેંદરડા માર્કેટ યાર્ડ ની અંદર જીરાનો ભાવ રૂપિયા 3,740 થી ₹3,740 રહ્યો હતો. જ્યારે જીરું એક ક્વિન્ટલ માત્ર આવક થઈ હતી. રાજકોટ માર્કેટયાર્ડ ની અંદર જીરાનો ભાવ રૂપિયા 3600 થી રૂપિયા 4350 નો રહ્યો હતો. જ્યારે જીરાની આવક 750 ક્વિન્ટલ નોંધાઈ હતી.

APMC રાજકોટમાં  16 ગુણ જીરાની નોંધાય છે, ભાવની વાત કરવામાં આવે તો 3,550 થી 4,126 રૂપિયાનો ભાવ ખેડૂતોને મળ્યો હતો. ભાવનગર માર્કેટ યાર્ડ ની અંદર જીરાની આવક થયેલ નથી. જામજોધપુર માર્કેટ યાર્ડમાં જીરાનો ભાવ ₹3,700 થી રૂપિયા 4,20011 રહ્યો હતો જ્યારે જીરાની આવક 84 ગુણી  થઈ હતી. ઉપલેટા માર્કેટ યાર્ડમાં જીરાની આવક 5 બોરીની રહી હતી. જ્યારે ભાવની વાત કરવામાં આવે તો 3,710 રૂપિયાથી 4,200 નો ભાવ ખેડૂતોને મળ્યો હતો.

ખંભાળિયા માર્કેટ યાર્ડમાં જીરાના ભાવ 4150 થી 4,310 સુધીનો રહ્યો હતો. જ્યારે જીરાની આવક 117 ક્વિન્ટલ થઈ હતી.  

આજરોજ ઊંઝા માર્કેટયાર્ડ યાર્ડના ભાવ

જણસીનું નામમહતમ ભાવ
જીરું6200
વરીયાળી6950
ઈસબગુલ2701
અજમો3351
સુવા1300
રાઈ1161
તલ2650
મિત્રો ,અમોને વિવિધ સ્રોતો તરફથી મળતી માહિતી આપના માટે અત્રે રજૂ કરીએ છીએ ગુજરાતનાં વિવિધ માર્કેટયાર્ડના ભાવ જાણવા માટે અમારી વેબ સાઇટ જોતા રહેશો.

આ પણ વાંચો : Arndana Bajar Bhav 2024 : એરંડાના ભાવ તાળીએ તળીયે બેસી જતાં ખેડૂતોમાં નિરાશા ,ઘણા ખેડૂતોએ વેચાણ પેન્ડિંગ રાખ્યું.

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment