Arndana Bajar Bhav 2024 : એરંડાના ભાવ તાળીએ તળીયે બેસી જતાં ખેડૂતોમાં નિરાશા ,ઘણા ખેડૂતોએ વેચાણ પેન્ડિંગ રાખ્યું.
ગુજરાતનો વિવિધ માર્કેટ યાર્ડમાં છેલ્લા અઠવાડિયામાં એરંડાના ભાવ તળીયે બેસી જશે ખેડૂતોમાં ઘોર નિરાશાના વાદળો જોવા મળે છે. માર્કેટ યાર્ડમાં એરંડાના માલની આવકો વધતા અને વાયદો ઘટતાં ભાવમાં મોટો ઘટાડો, સપ્તાહ માંજ એરંડાના ભાવમાં રૂપિયા 30 થી 40 નો ઘટાડો જોવા મળી રહે છે
હાલમાં લગ્નસરાની મોસમ ચાલુ હોય ખેડૂતોને પ્રસંગમાં નાણાંની જરૂર પડતાં પોતાનો માલ ગંજ બજારમાં વેચવા માટે કાઢતાં વિવિધ માર્કેટ યાર્ડમાં એરંડાના માલની આવકો ખૂબ વધેલી જોવા મળે છે. પરંતુ ભાવમાં ઘણો ઘટાડો જોવા મળતા ઘણા ખેડૂતોએ તેમનો માલ વેચવામાં પેન્ડિંગ રાખ્યા ના સમાચાર મીડીયાના માધ્યમથી દ્વારા મળી રહ્યા છે બીજા એક સમાચાર સામે આવી રહ્યા છે કે એરંડા બજારમાં ભયંકર પેમેન્ટ ક્રાઈસિસ પણ જોવા મળી રહી છે.
જાણકારોના જણાવ્યા મુજબ ઊંચા ભાવે એરંડા વેચી દીધા પછી હવે પેમેન્ટ માટે ખેડૂતો ધક્કા ખાઈ રહ્યા છે. બીજી તરફ માર્કેટમાં મોટા પ્રમાણમાં એરંડાનો સ્ટોક ખેડૂતો દ્વારા ઠાલવવામાં આવી રહ્યો હોઈ બંને બાજુ ગભરાટ વધી રહ્યો છે.
અગાઉની સિઝનના સારા ભાવ મળવાની આશા રાખીને બેઠેલા ખેડૂતોએ નાણાંની જરૂરને લઈને વેચવા કાઢેલા એરંડાના ભાવમાં એકા એક ઘટાડો થતાં પોતાનો માલ વેચવો બંધ રાખી માલ પેંદિગ રાખી રહ્યા છે. એરંડા પીઠા ના મોટા ગણાતા પાટણ માર્કેટ યાર્ડમાં પોતાના માલના વ્યાજબી ભાવો ના મળતા ઘણા ખેડૂતોએ પોતાનો માલ વેચવાનો મુલતવી રાખ્યું હતું એકલા પાટણ માર્કેટયાર્ડમાં ચારથી ચાર હજા4000 થી 5000 ગુણ પેન્ડિંગ માલ રહેલા હતો.
એરંડા વાયદામાં ઘટાડો અને માલમાં વધારો થતાં એરંડાના ભાવ ઘટીને 1090 થી 1100 રૂપિયા બોલાયા હતા. જુદાજુદા માર્કેટ યાર્ડ ની આવકો અને ભાવ આ મુજબ રહ્યા હતા.
Arndana Bajar Bhav 2024 :
ગંજ બજારમાં માલની આવકો અને એરંડાનો ભાવ :
પાટણ માર્કેટ યાર્ડમાં એરંડાના ભાવ 1080 થી 1106 નો રહ્યો હતો જ્યારે પાટણ માર્કેટયાર્ડમાં એરંડાની આવક 12000 ગુણીની રહેવા પામી હતી.
તલોદ માર્કેટ યાર્ડમાં એરંડાની આવક 1100 ગુણીની રહી હતી જ્યારે માર્કેટ યાર્ડમાં એરંડાનો ભાવ રૂપિયા 1065 થી 1075 નો રહેલ હતો.
હિંમતનગર માર્કેટ યાર્ડમાં એરંડાની આવક 1800 ગુણીની રહી હતી. જ્યારે એરંડા બજાર ભાવ 1075 થી 1100 રૂપિયાનો રાખ્યો હતો.
દહેગામ માર્કેટમાં એરંડાની આવક 750 ગુણીની રહી હતી. જ્યારે બજાર ભાવ 1060 થી 1075 રૂપિયા નો રહ્યો હતો.
હારીજ માર્કેટ યાર્ડમાં એરંડાની આવક 4300 ગુણીની રહી હતી. જ્યારે એરંડાનો બજાર ભાવ રૂપિયા 1070 થી 1117 રૂપિયા રહ્યો હતો.
રાધનપુર માર્કેટ યાર્ડમાં એરંડાની આવક 5000 ગુણીની રહી હતી. જ્યારે બજાર ભાવ 1100 રૂપિયાથી 1122 રૂપિયાનો નો રહ્યો હતો.
થરા માર્કેટ યાર્ડમાં એરંડાની આવક 5,740 બોરીની હતી. જ્યારે એરંડાનો ભાવ ₹1,095 થી ₹ 1131 નો રહ્યો હતો.
સિદ્ધપુર માર્કેટ યાર્ડમાં એરંડાની આવક 4,140 ગુણીની રહી હતી. જ્યારે બજાર ભાવ 1007 રૂપિયાથી 1131 રૂપિયાનો રહ્યો હતો.
દિયોદર માર્કેટ યાર્ડમાં એરંડાનો ભાવ 1070 થી 1120 રૂપિયાનો રહ્યો હતો. જ્યારે બનાસકાંઠા જિલ્લાના નેનાવા માર્કેટયાર્ડમાં એરંડાની આવક 2054 બોરીની રહી હતી. જ્યારે એરંડાનો બજાર ભાવ 1050 થી 1115 રૂપિયા રહ્યો હતો.
ભાવ અનુમાન :
કેટલાક જાણકારોનું માનીએતો ગુજરાત,રાજસ્થાન સહિત એરંડાના પીથામાં વાવેતર ગત સિઝન કરતાં ઓછું છે. તેમજ ઉત્પાદન પણ ઓછું હોવાથી માલ સ્ટોક ઓછો થતાં એરંડાના ભાવો નજીકના સમયમાં વધશે તેવી ધારણા કરી રહ્યા છે. પરંતુ અમે એરંડાના ભાવ વધવા કે ઘટવાની વાતને સમર્થન કરતા નથી. એરંડા રાખવા કે વેચવા માટે પણ અમે અભિપ્રાય આપતા નથી.
મિત્રો અમોને વિવિધ સ્રોતો તરફથી મળેલી માહિતી આપના માટે અત્રે શેર કરીએ છીએ. રોજેરોજ માર્કેટયાર્ડના ભાવો જોવા માટે અમારી વેબ સાઇટ જોતા રહેશો. આજનો અમારો આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર !
આ પણ વાંચો : Walnut Farming Gujarat: આ પાકની ખેતી શરૂ કરીને દર વર્ષે 12 લાખ રૂપિયાની કમાણી થશે