ગુજરાતી ન્યૂઝ જનરલ નોલેજ

Ganga Vilas Cruise: ગંગા વિલાસ ક્રૂઝ મોંઘી ટિકિટ છતા માર્ચ 2024 સુધી બુકિંગ ફુલ જાણો સંપૂર્ણ માહિતી

Ganga-Vilas-Cruise
Written by Gujarat Info Hub

Ganga Vilas Cruise: લક્ઝરી ગંગા વિલાસ ક્રૂઝ નદીમાં યાત્રા કરાવનારું દુનિયાનું સૌથી લાંબુ  અત્યાધુનિક સુવિધાઓ સાથેનું  ક્રૂઝ છે. જે 3200 કિલોમીટરની લાંબી તીર્થ યાત્રા સાથે 51 દિવસમાં 17 નદીઓના જળ પ્રવાહોમાં મા ગંગાના પાવન પ્રવાહ વારાણસી થી દિબ્રુગઢની 50 મહત્વનાં સ્થળોને આવરી લે છે.જે કલા ,સંસ્કૃતિ ,ઇતિહાસ ,આધ્યાત્મિકતા નાં  દર્શન કરાવનાર તમારા સ્વપ્નો થી પણ વિશેષ છે . 

Ganga Vilas Cruise : ગંગા વિલાસ ક્રૂઝ ને આપણા વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિડીયો કોન્ફરન્સ ના માધ્યમ થી વારાણસીના રવિઘાટ થી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવ્યું . તન મનને રોમાંચિત કરનારી આ યાત્રામાં સામેલ થવાનો વિચાર તમને આવી જશે પરંતુ હમણાં માર્ચ 2024 સુધી તેનું સંપૂર્ણ એડવાન્સ બુકીંગ થઈ જવાથી એક વર્ષ સુધી તમારે રાહ જોવી પડશે . 

ગંગા વિલાસ ક્રૂઝ પહેલી સફરમાં 31 જેટલા અમેરિકા અને યુરોપના નસીબદાર વિદેશી નાગરીકો સાથે પ્રસ્થાન કરી ચૂક્યું છે. તે પાંચ રાજ્યો સહિત બાંગ્લાદેશ ની સીમાને પણ આવરી લેશે. જે વારાણસીની મા ગંગા આરતી થી  વૈષ્ણવ મંદિર માઝુલી આઈસલેન્ડ ,કાઝીરંગા અભયારણ્ય સુધીની અવિસ્મરણીય સફર કરાવશે . હવે ગંગા વિલાસ જહાજ વિશે જાણીએ .  

કેવું છે એમ વી ગંગા વિલાસ ક્રૂઝ ? MV Ganga Vilas River Cruise

એમવી ગંગા વિલાસ લક્ઝરી ક્રૂઝ એ નદી માટેનું પ્રવાસી જહાજ છે. આ લક્ઝરી ક્રૂઝ ભારતમાં નિર્મીત સૌ પ્રથમ જહાજ છે. તે એટલું ભવ્ય છે ,જાણે કે નદી પર હરતી ફરતી ફાઇવ સ્ટાર હોટલ જ જોઈલો . તે દુનિયાનું સૌથી લાંબુ લક્ઝરી યાત્રી જહાજ છે . તે આત્મનિર્ભર ભારતનું ઉત્તમ ઉદાહરણ છે.

તેની છત વગેરે લાકડાથી ડિઝાઇન કરેલું છે .તેમાં ભારતીય સાંસ્કૃતિક ધરોહર, કલા અને સંસ્કૃતિનાં દ્રશ્યો ગુલાબી,લાલ ,સફેદ,વગેરે હલકા રંગોનો ઉપયોગ કરી બનાવવામાં આવેલ છે.  તેમાં 3 ડેક છે.  36 યાત્રીઓની ક્ષમતા વાળા 18 અત્યંત વૈભવશાળી સ્યૂટ છે . તસવીર માં તેનાં વિહંગમ દશ્યો આપણે જોઈ શકીએ છીએ .  

તેમાં પ્રદેશ અનુસાર સંપૂર્ણ શાકાહારી ભોજન અને તાજાં શાકભાજી પીરસવામાં આવશે. તેમાં પૌષ્ટિક પીણાં પણ હશે, માંસાહાર અને શરાબ મળશે નહી . મસાજ પાર્લર અને ઓન કોલ ડોક્ટરની સુવિધા પણ છે . આ ક્રૂઝમાં સફર માટે ની ટીકીટ ( ganga vilas cruise ticket price) લગભગ 20 લાખ રૂપિયા હશે .

આ એમ.વી .ગંગા વિલાસ લક્ઝરી  ક્રૂઝનું સંચાલન કરનાર કંપનીનું નામ છે. અંતરા ગંગા વિલાસ ( ANTARA GANGA VILAS CRUISE). તેના કપ્તાન છે મહાદેવ નાઇક, તેઓ ખૂબ અનુભવી કપ્તાન છે . તે ઉપરાંત 39 અન્ય ક્રૂઝ મેમ્બર ની ટીમ કાર્યરત છે .એમવી ગંગા વિલાસ ક્રૂઝના સંસ્થાપક અને સી.ઈ.ઓ .છે રાજ સિંહ અને ઉપાધ્યક્ષ છે દામિની માથુર.

તે વારાણસી થી આસામ થી દિબ્રુગઢ સુધીની 3200 કીમી લાંબી સફરમાં (ganga vilas cruise length) 50 જેટલાં કલા અને સાંસ્કૃતીક મહત્વ ધરાવતાં સ્થળો ને આવરી લેશે. આમ તે ઉત્તરભારત થી ઉત્તર પશ્ચિમ વિસ્તારના કુલ પાંચ રાજ્યોને 51 દિવસમાં સાંકળી લેશે . આમ તે વિશ્વની સૌથી મોટી જળયાત્રા કરાવનાર ક્રૂઝ બન્યું છે .

એમવી ગંગા વિલાસ ક્રૂઝ પ્રસ્થાન સમારંભ – Best Ganges River Cruise

વારાણસી ના રવિઘાટ થી Ganga Vilas Cruise ને આપણા વડાપ્રધાન આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એ વિડીયો કોન્ફરન્સ ના માધ્યમથી વર્ચ્યુયલી ઉદ્ઘાટન કરી પ્રસ્થાન કરાવ્યું હતું . વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ  આ પ્રસંગે જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળ અને બિહારમાં જે વિકાસ લક્ષી પ્રોજેકટસ નું નિર્માણ થઈ રહ્યું છે . તેનાથી પૂર્વ ભારતમાં અનેક ઘણા વેપાર અને પર્યટનની નવી સંભાવનાઓમાં અનેક ઘણો વધારો થશે .

માં ગંગાજી આપણા માટે જળધારા  નથી .પરંતુ કપરી  પરીસ્થિતિઓમાં પણ મા ગંગાએ કરોડો ભારતીયોનું પોષણ કર્યું છે . અગાઉનાં વર્ષોમાં મા ગંગાના કિનારાઓ તરફ દુર્લક્ષ સેવવામાં આવ્યું હતું અમે મા ગંગાની નિર્મળતા માટે અભિયાન ચલાવ્યું. આ MV Ganga Vilas River Cruise મા ગંગાના કિનારે આર્થિક ગતિ વિધિઓને નવી તક આપશે. બિહાર,આસામ,પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશની સીમા સુધીની  આ ભવ્ય યાત્રા  માટે  તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમણે ક્રૂઝમાં પ્રથમ યાત્રા કરનાર સૌ વિદેશી નાગરિકોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે ભારત પાસે બધુંજ છે . જેની તમે કલ્પના કરી શકો છો . તમે ભારતને શબ્દોમાં પરિભાષિત નહીં કરી શકો પરંતુ ભારતની હ્રદય થી અનુભૂતિ કરી શકશો .

મા ગંગાને કોટી કોટી વંદન સહ, ગંગા વિલાસ ક્રૂઝમાં સફર કરી રહેલા સૌ યાત્રીકોને Gujaratinfohub ખૂબખૂબ શુભ કામનાઓ પાઠવે છે .  અમારો આ આર્ટીકલ આપને ગમ્યો હોયતો અમને કોમેંટમાં જણાવશો અને આવા બીજા આર્ટીકલ જોવા અમારી વેબ સાઇટ જોતા રહો આભાર .

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment