India-News ગુજરાતી ન્યૂઝ

ખાશાબા દાદાસાહેબ જાધવ કોણ છે ? – Khashaba Dadasaheb Jadhav in Gujarati

ખાશાબા દાદાસાહેબ જાધવ
Written by Gujarat Info Hub

Khashaba Dadasaheb Jadhav: ભારતને ઓલમ્પિક રમતોમાં સૌ પ્રથમ ઍવોર્ડ અપાવી ગૌરવ અપાવનાર મહાન એથ્લેટ્સ નો આજે 97 મો જન્મ દિવસ  છે. ખાશાબા દાદાસાહેબ જાધવ તેઓ આજના દિવસે એટલેકે 15 જાન્યુઆરી 1926 ના રોજ મહારાષ્ટ્રના ગોલેશ્વર નામના નાના ગામડામાં  જન્મ્યા હતા . આજે તેમના જન્મ દિવસે ગુગલે તેમનું ડૂડે બનાવી તેમને યાદ કર્યા છે . તમણે  કુસ્તીની રમત માટે 1952 માં રમાયેલી ગ્રીસ્મ ઓલમ્પિક ફીનલેંડના હેલ્સીંકી ખાતે 52 કી.ગ્રા. ફ્રીસ્ટાઇલ કુસ્તીમાં  ભાગ લઈ કાંસ્ય ચંદ્રક મેળવી ,ભારતનું ગૌરવ વધારનાર ખેલાડી બન્યા હતા .આજે તેમના જન્મ દિવસે તેમને કોટી કોટી નમન.

                ખાશાબા દાદા સાહેબ જાધવ સામાન્ય પરિવારમાં જન્મ્યા હતા .તેમના પિતાજી દાદાસાહેબ પણ કુસ્તીના સારા ખેલાડી હતા. તેમણે જ કે.ડી.જાદવ ને કુસ્તીની રમત માટે પ્રેરણા આપી હતી. દાદાસાહેબ હમેશાં તેમના પુત્ર ખાશાબાને કુસ્તી શીખવતા હતા . સામાન્ય રીતે આપણે કુસ્તીના ખેલાડીને યાદ કરીએ ત્યારે આપણી સામે મજબૂત બાંધો અને ઊંચાઈવાળો પહેલવાન આપણી નજરમાં આવે .પરતું ખાશાબા માટે એવું ના હતું. ખાશાબા સામાન્ય પાંચ ફૂટ છ ઈંચ જેટલી સામાન્ય ઊંચાઈ ધરાવતા હતા .પરંતુ કુસ્તીમાં તેઓ એટલા નિપુણ  હતા કે ભલ ભલા ખેલાડીઓ તેમની સામે રમવામાં વિચાર કરતા . તેઓ કુસ્તીમાં ગજબની  કુશળ પ્રતિભા ધરાવતા .હતા .

        K. D. Jadhav એક નાનકડા ગામમાં જન્મ્યા હોવા છતાં તેમનું સ્વપ્ન હતું. કે એક વખત ભારત માટે રમવું અને સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કરવો . સામાન્ય રીતે તે વખતની પરિસ્થિતી જોતાં નાના ગામડાના માણસ માટે વિદેશ જઈ ઓલમ્પિકમાં ભાગ લેવો એ ઘણું અઘરું કામ હતું .પરતું Khashaba Dadasaheb Jadhav મજબૂત અને દઢ મનોબળ ધરાવનારાઓ માં હતા . તેથીજ તેઓ પોકેટ ડાયનેમો તરીકે જાણીતા થયા હતા  . વ્યક્તિગત રમતોમાં જયારે કોઈ પદક માટે વિચારતું પણ ન હતું . ત્યારે તેમણે આઝાદી પછી સૌ પ્રથમ વ્યક્તિગત રમતોમાં મેડલ જીતી  ભારતને ગૌરવ અપાવ્યું છે .

         આ અગાઉ તેમણે 1948 ના લંડન ઓલ્મ્પીક માટે ખૂબ સારી તૈયારી કરી હતી .તેમનો ઉત્સાહ અને આત્મ વિશ્વાસ પ્રબળ હતો . તેઓ ઇચ્છતા હતા કે ગમેતે થાય ગોલ્ડ મેડલ જીતવો જ . પરતું ઘરની આર્થીક સ્થિતિ એટલી સારી ના હતી . પરતું તેમનો આત્મ વિશ્વાસ,અને કુસ્તીની રમત માટેની કુશળતા જોઈ . તેમને કોલ્હાપુરના મહારાજા એ આર્થિક મદદ કરી .અને તેઓ લંડન ઓલમ્પિકમાં ભાગ લેવા માટે ગયા . પરતું તેઓ સફળ થઈ શક્યા નહી.

             લંડન ઓલમ્પિકમાં સફળતા ના મળવાથી તેઓ હીમત હાર્યા વગર પ્રેક્ટીસ કરતા રહ્યા. ખાશાબા ઇચ્છતા હતા કે ચાર વર્ષે 1952 માં  યોજાનાર ઓલમ્પિક માટે મહેનત કરતા રહેવું .અને ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવવો . તેમનામાં અદ્ભુત આત્મવિશ્વાસ અને ધગસ હતી  . આર્થિક પરિસ્થિતી સારી ના હતી પરંતુ ઘરના સભ્યોને વાત કરીને તેમણે તેમનું ઘર ગીરવે મૂકી દીધું . આ રકમ ઘણી ઓછી હતી . પરતું મહારાષ્ટ્ર સરકારે તેમને  4000 રૂપિયાની મદદ કરી, હવે ખાશાબા દાદા સાહેબ જાધવનું ઓલમ્પિક માટે ફીનલેંડના હેલસીંકી જવાનું સ્વપ્ન સાકાર થયું .તેમણે ઓલમ્પિકમાં ભાગ લીધો અને આ વખતે તેમની કુસ્તીની નિપુણતા એ તેમને વિજેતા બનાવ્યા. આ ઓલમ્પિકમાં તેમણે કાંસ્ય ચંદ્રક મેળવ્યો .

ઓલમ્પિકમાં વિજેતા બન્યા પછીના સમયમાં તેમને મહારાષ્ટ્ર સરકારની મુંબઈ પોલીસમાં સબ ઈન્સ્પેકટર ની નોકરી પણ મળી ગઈ છતાં ,તેમનો કુસ્તી પ્રત્યેનો લગાવ ઓછો થયો ના હતો . તેઓ હમેશાં અખાડામાં જતાં . અને યુવાનોને પ્રેરીત કરતા . ત્યાર બાદ તેમની પોલીસ તરીકે ની ઉત્તમ સેવાના પરિણામે તેઓ આસીસ્ટંટ કમિશનર પદે  પ્રમોશન પામ્યા . પરંતુ અફસોસ કે પછીના થોડા સમયમાં એક માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થઈ આપણી વચ્ચેથી 14 મી ઓગસ્ટ 1984 ના રોજ કાયમી વિદાય લીધી . આજે તેમના જન્મ દિવસે Gujaratinfohub તેમને વિનમ્ર શ્રધ્ધાંજલી પાઠવે છે .

ખાશાબા દાદાસાહેબ જાધવ ને મળેલ પુરુસ્કારો

  • 1982 માં એશિયાઈ રમતોમાં મશાલ દોડ માં ભાગ લેવા બદલ પુરુસ્કૃત
  • 19192-93 માં મહારાજા છત્રપતિ શિવાજી સન્માન (મરણોપરાંત)
  •  2010 કોમનવેલ્થ ગેમમાં કુસ્તીના મેદાનને તેમનું નામ અપાયું .
Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment