GPSSB Junior Clerk Result 2023: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક મેરીટ લિસ્ટ કે જુનિયર ક્લાર્ક રીઝ્લ્ટ જાહેર કરવા અંગે પ્ર્ક્રીયા ચાલુ કરવામાં આવી છે. જુનિયર ક્લાર્ક ની ૧૧૮૧ જગ્યાઓ માટે તારીખ ૯ એપ્રિલ ૨૦૨૩ ના રોજ ગુજરાતની અલગ અલગ કેંદ્રો ખાતે યોજાઈ હતી, જેમાં જુનિયર ક્લાર્ક પ્રશ્નપત્ર માં વિધાન વાક્યો વાળા પ્રશ્નો વધુ પુછાયા હતા જેથી ઉમેદવારોને પેપર થોડુ હાર્ડ પડ્યુ હોય તેવુ જણાઈ આવ્યુ હતુ. ત્યારબાદ જુનિયર ક્લાર્ક OMR શીટ પણ GPSSB દ્વારા જાહેર કરાઈ જેના દ્વારા વિધાર્થીઓ પ્રોવિઝન્લ આન્સર કી ની મદદથી તેમના માર્ક ગણી ચુક્યા હશે,
તમામ ઉમેદવારો જુનિયર ક્લાર્ક પરિક્ષા ના રીઝલ્ટ ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, તેઓ GPSSB Junior Clerk Result 2023 ની સંપુર્ણ માહિતી અમારા આ આર્ટીકલની મદદથી મેળવી શકશે.
GPSSB Junior Clerk Result 2023
વિભાગ | ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ |
પોસ્ટ | જુનિયર ક્લાર્ક વર્ગ – ૩ |
કુલ જગ્યાઓ | 1181 + |
પરીક્ષા તારીખ | ૯ એપ્રિલ ૨૦૨૩ |
આર્ટીકલ | જુનિયર ક્લાર્ક પરીણામ તારીખ |
પસંદગી પ્રક્રીયા | લેખીત કસોટી, ડોક્યુમેન્ટ ચકાસણી, મેરીટ લિસ્ટ |
કેટેગરી | રીઝલ્ટ |
સત્તાવાર સાઈટ | gpssb.gujarat.gov.in |
જુનિયર ક્લાર્ક રીઝલ્ટ તારીખ 2023
ગુજરાત પંચાયત પસંદગી મંડળ દ્વારા દર વર્ષે જુનિયર ક્લાર્કની જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવે છે, જેમાં લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી આ વર્ગ ૩ ની પોસ્ટ માટે પરીક્ષા આપે છે, આ વર્ષની પરિક્ષા અગાઉ જાન્યુઆરી મહિનામાં લેવાની હતી પરંતુ તે રદ થતા પરીક્ષા ૩ મહિના લેટ ૯ એપ્રિલ ના રોજ યોજાઇ ગઈ, હવે પંચાયત વિભાગ દ્વારા જુનિયર ક્લાર્ક નુ પરીણામ જલ્દીથી વિધાર્થીઓને આપી, તેમના હાથમા ઓર્ડર જલ્દી આપી શકાય તે અંગેની કવાયત ચાલુ થવા લાગી છે.
GPSSB જુનિયર ક્લાર્ક નુ પરીણામ જૂન મહિનાના છેલ્લા અઠવાડીયમાં જાહેર થવાની સંભાવના છે. જુનિયર ક્લાર્ક રીઝલ્ટ તારીખ અંગે હજુ સુધી કોઈપણ પ્રકારની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ પંચાયત પસંદગી સેવા મંડળ થોડા દિવસોમાં તેની જાહેરાત કરી શકે જેની અપડેટ તમે અહીં જોઈ શકશો.
Gujarat Junior Clerk Exam Result 2023
ગુજરાત જુનિયર કલાર્ક પરિણામ 2023 જૂન મહિનાના છેલ્લા અઠવાડીયામાં નામ વાઈઝ યાદી મુકવામાં આવી શકે, જેમાં ઉમેદવારોને કેટેગરી પ્રમાણે જુનિયર ક્લાર્ક મેરીટ લિસ્ટ બહાર પડશે. જે તમે GPSSB ની સત્તાવાર સાઈટ પર જઈ જોઇ શકો છો.
આ જુઓ :- ધોરણ 12 આર્ટસ અને કોમર્સ ના રિઝલ્ટ ની તારીખ જાહેર
જુનિયર ક્લાર્ક રિઝલ્ટ 2023 માં ઉમેદવારનુ નામ, બેઠક નંબર, રજીસ્ટ્રર નંબર, કેટેગરી અને કુલ મેળવેલ ગુણ વગેરે દર્શાવેલ હશે. તો તમારુ પરીણામ ચકાશવા તમારો બેઠક નંબર અને જન્મ તારીખ ની જરુર રહેશે જે તમે સત્તાવાર સાઈટ પર ચકાશતા અગાઉ તમારી સાથે તમે તમારી પ્રવેશ કાર્ડ ની કોપી અથવા ફોટો પરથી નંબર મેળવી જોઈ શકશો.
જુનિયર ક્લાર્ક પરિણામ કેવી રીતે તપાસવું ?
GPSSB Junior Clerk Result 2023 ચકાશવા માટે ઉમેદવારે પોતાનુ પ્રવેશ કાર્ડ (બેઠક નંબર) સાથે લઈ નીચેના સ્ટેપ ફોલોવ કરી ઓનલાઈન જોઈ શકે છે.
- સૌ પ્રથમ પંચાયત સેવા પસંદગી મંડળની સત્તાવાર સાઈટ gpssb.gujarat.gov.in ની મુલાકાત લો.
- ત્યારબાદ સાઈટના હોમપેજ પર “Results” ઓપ્શન દેખાશે.
- ત્યારબાદ તમારી સામે “Advt No” માં ” 12/2021-22” અને Advt. Name “ Junior Clerk (Class-III)” સામે Activity માં “Provisional Result” ની અગાળ તમે “File” નીચે બટન દેખાશે જેના પર ક્લિક કરો.
- હવે નવા પેજમાં Junior Clerk Result 2023 PDF જોવા મળશે જેને તમે તમારા મોબાઈલ માં સેવ કરી રાખો.
- હવે આ જુનિયર ક્લાર્ક રીઝલ્ટ પીડીએફ માં તમારુ નામ અથવા પ્રવેશ કાર્ડ માં રહેલ બેઠક નંબર દ્વારા તમે તમારુ નામ સર્ચ કરી શકો.
- છેલ્લે જુ. ક્લાર્ક પરિણામ ને તમારા કોમ્પ્યુટર માં સેવ કરી રાખો.
GPSSB પર શરુઆતમાં પ્રોવિઝન્લ પરિણામ આવશે ત્યારબાદ જે ઉમેવારો પોતાના માર્ક જોવા માંગે છે તે તેમના બેઠક નંબર અને જન્મ તારીખ નાખી પોતાના ટોટલ માર્ક ઓજસ પર જઈ જોઈ શકશે, પરંતુ જુનિયર ક્લાર્ક માર્ક અને રીઝલ્ટ હજુ સુધી જાહેર થયુ નથી જેથી અમારી વેબસાઈટ જોતા રહો જેથી સૌથી પ્રથમ આપને અપડેટ મળે.
જુનિયર ક્લાર્ક કટ-ઓફ માર્ક્સ 2023
જુનિયર ક્લાર્ક પરીક્ષા નું પરીણામ અને કટ ઓફ હજુ સુધી GPSSB દ્વારા જહેર કરાયુ નથી, પરતુ છેલ્લા કેટ્લાક વર્ષના રીઝ્લ્ટ ના આંકડા જોવામાં આવે તો જનરલ કેટેગરીના ઉમેદવારોનુ કટ ઓફ 65 અને અનામત કેટેગરીના ઉમેદવારોનુ કટ-ઓફ 60 ની આસપાસ રહેવાની શક્યતા છે. જેથી જે ઉમેદવારો આ રીઝ્લ્ટ ની આતુરતાથી રાહ જોઈ બેઠા છે તેઓને હજુ થોડા દિવસો રાહ જોવાની રહેશે.
આ જુઓ :- ધોરણ 10 રીઝલ્ટ 2023 તારીખ જાહેર
જુનિયર ક્લાર્ક મેરીટ લિસ્ટ 2023
જુનિયર ક્લાર્ક પરીક્ષાનુ મેરીટ લિસ્ટ લેખીત પરીક્ષા ઉપર તૈયાર થાય છે, પરંતુ તે પહેલા પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ બહાર પડશે જેમાં લિસ્ટેડ ઉમેદવારો ને ડોક્યુમેંટ વેરીફિકેશન માટે બોલાવવામાં આવશે, છેલ્લે દસ્તાવેજ ચકાસણી કર્યા પછી અંતિમ મેરીટ લિસ્ટ બહાર પડશે જેમાં પસંદગી પામેલ ઉમેદવારોને જુનિયર ક્લાર્ક વર્ગ ૩ ની પોસ્ટ માટે ઓર્ડર આપવાની પ્રક્રીયા થશે.
નોધ:- આ આર્ટીકલ ફકત માહિતી હેતુ માટે લખવામાં આવેલ છે, વધુ માહિતી માટે તમે સત્તાવાર સાઈટની મુલાકાત લઈ શકો છો.
આ લેખમાં અમે જુનિયર કલાર્ક પરિણામ 2023 અંગે મહત્વપુર્ણ માહિતી તમારી સાથે સેર કરી છે. જો તમને ઓનલાઈન રીઝલ્ટ મેળવતા સમયે કોઇપણ પ્રકારની મુઝવણ હોય તો તમે નીચે આપેલ કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, અમારો સંપર્ક કરી શકો છો અને તલાટી પરીણામ અને બીજી પરીક્ષાના રીઝલ્ટ ની માહિતી માટે અમારી વેબસાઈટને જોતા રહો. તથા દરેક અપડેટ સૌ પ્રથમ મેળવવા અમારા વોટસઅપ ગ્રુપ માં જોડાઈ શકો છો.
Junior Clerk Result 2023 FAQ’s
જુનિયર ક્લાર્ક રિઝલ્ટ ક્યારે જાહેર થશે ?
જુ. ક્લાર્ક પરીક્ષા નું પરિણામ જૂન મહિનાના છેલ્લા અઠવાડીયામાં જાહેર થઈ શકે છે.
GPSSB Junior Clerk Result ક્યાં જોઈ શકાશે ?
જુનિયર ક્લાર્ક નિ રીઝલ્ટ તમે પંચાયત સેવા પસંદગી મંડળની સતાવાર સાઇટ gpssb.gujarat.gov.in પર જોઈ શકાશો.
જુ. ક્લાર્ક માટે પસંદગી પ્રક્રીયા શુ છે ?
જુ. ક્લાર્ક ની પોસ્ટ માટે લખીત પરીક્ષા ના કટ-ઓફ અને ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરીફિકેશન આધાર પર ફાઈનલ મેરીટ તૈયાર કરી ઉમેદવારોની પસદગી થાય છે.