Result ગુજરાતી ન્યૂઝ

ધોરણ 10 રીઝલ્ટ 2023 તારીખ જાહેર, આજે તમે SSC બોર્ડની પરીક્ષાનું પરિણામ જોઈ શકશો

Written by Gujarat Info Hub

ધોરણ 10 રીઝલ્ટ 2023 | GSEB Class 10th Result Date Declare |Gujarat SSC Result | ધોરણ 10 પરિણામ તારીખ જાહેર । ગુજરાત SSC બોર્ડ નું રીઝલ્ટ ૨૦૨૩

SSC 10th Class Result 2023: ધોરણ 10 પરિણામની રાહ જોઈ બેઠેલા વિધાર્થીઑ માટે એક અગત્યના સમાચાર છે. માર્ચ મહિનામાં ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષા યોજાઇ ગઈ અને અત્યારે તેમાં બેઠેલા તમામ વિધાર્થી મિત્રો તેના રિઝલ્ટ તારીખની શોધખોળમાં છે, તો તમને જણાવી દઈએ કે ધોરણ 12 ના વિજ્ઞાન પ્રવાહ નું રિઝલ્ટ જાહેર થઈ ગયેલ છે. હવે ધોરણ 10 રીઝલ્ટ 2023 તારીખ ની રાહ વધુ નહીં જોવી પડે કેમ કે અહી અમે તમારી સામે ધોરણ 10 ના પરિણામની તારીખ અને રિઝલ્ટ કેવી રીતે જોવું તેની સંપૂર્ણ માહિતી આ આર્ટીકલના માધ્યમથી જોઈશું.

SSC 10th Class Result 2023

પોસ્ટનું નામ ધોરણ 10 રીઝલ્ટ 2023
બોર્ડ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
પરિણામ તારીખ25 મે 2023
પરીક્ષા આપનાર વિધાર્થીઓ 9 લાખ
સત્તાવાર સાઈટ   gseb.org

ધોરણ 10 પરીક્ષા પરિણામ અંગે 

આ વર્ષે કુલ 9 લાખથી વધુ વિધાર્થીઑ દ્વારા SSC ની પરીક્ષા આપવામાં આવેલ છે, જેમાં કુલ 33 જીલ્લોમાં 958 પરિક્ષા કેન્દ્ર ફાળવ્યા હતા. આ પરીક્ષા માર્ચ માહિનામાં યોજાઇ ગઈ હવે તેના રિઝલ્ટની રાહ જોઈ બધા બેઠા છે.

ધોરણ 10 રિઝલ્ટ 2023 તારીખ હજુ સુધી જાહેર થઈ નથી પરંતુ અલગ અલગ સોર્સ દ્વારા જાણવા મળ્યું કે ધોરણ 10 નું પરિણામ ૨૫ મે ૨૦૨૩ ના રોજ સવારે ૮:૦૦ કલાકે આવશે. જેની સંપુર્ણ માહિતી નિચેના લીંક થી જોઈ શકશો.

ધોરણ 10 રિઝલ્ટ 2022 માહિતી

ધોરણ 10 ના પરીણામ વર્ષ 2023 માટે કેવું રહેશે તે જોવાનું રહ્યું પરંતુ જો વર્ષ 2022 માં ધોરણ 10 નું રિઝલ્ટ ની વાત કરવામાં આવે તો કુલ પરિણામ 65.18% હતું. જેમાં કુમારોનું પરિણામ 59.92% અને ક્ન્યાઓનું પરિણામ 71.66% હતું. જેમાં 100 ટકા રિઝલ્ટ ધરાવતી શાળા 294 હતી અને સૌથી વધુ સારું પરિણામ સુરત જિલ્લાનું હતું. જ્યારે પાટણ જિલ્લાનું 54.29% રિઝલ્ટ સાથે સૌથી ઓછું પરિણામ ધારાવતો જિલ્લો હતો.

ધોરણ 10 રીઝલ્ટ 2023 કેવી રીતે જોવું ?

ધોરણ 10 નું પરિણામ કેવી રીતે જાણવું તેની માહિતી માટે નીચેના સ્ટેપ ફોલોવ કરી શકો છો.

  • સૌ પ્રથમ ગુજરાત બોર્ડની સત્તાવાર સાઈટ gseb.org પર જાઓ.
  • ત્યારબાદ હોમપેજ “SSC 10th Exam Result” દેખાશે.
  • તેમાં તમારી સીરીઝ નંબર પસંદ કરી 6 આંકડાનો સીટ નંબર નાખી “GO” બટન પર ક્લિક કરો.
  • હવે તમે તમારુ ગુજરાત બોર્ડના ધોરણ 10 નું પરિણામ જોઈ શકશો.

આ જુઓ: ધોરણ 10 નું પરિણામ WhatsApp ની મદદથી જુવો

મિત્રો, અત્યારે હજુ GSEB સાઈટ પર ધોરણ ૧૨ ના વિજ્ઞાન પ્રવાહનું રીઝ્લ્ટ લાઈવ છે, જ્યારે પણ ધોરણ 10 રીઝલ્ટ 2023 બહાર પડ્શે તેવા અમે તમને અમારી વેબસાઈટની મદદથી અપડેટ કરીશું અને વોટ્સઅપ ની મદદથી પણ અપડેટ કરતા રહીશું તો જલ્દીથી અમારા વોટસઅપ ગ્રુપમાં જોડાઓ અને તમામ અપડેટ અને ન્યુઝ સૌ પ્રથમ મેળવો, આભાર.

FAQ’s

ધોરણ 10 રીઝલ્ટ 2023 ક્યારે આવશે ?

ગુજરાત બોર્ડના ધોરણ ૧૦ નું પરિણામ તારીખ ૨૫ મે ૨૦૨૩ ના રોજ સવારે ૮ કલાકે આવશે.

ધોરણ ૧૦ માં પાસ થવા કેટલા માર્ક મેળવવા જરુરી છે?

ધોરણ ૧૦ માં પાસીક માર્ક ૧૦૦ ના ૩૩% હોય છે, તો જે મિત્રો બધા પેપરમાં ૩૩ કરતા વધુ માર્ક લાવશે તેઓ પાસ ગણાશે.

SSC Result જોવા સત્તાવાર સાઈટ કઈ છે?

ધોરણ 10 નું પરીણામ જોવા માટે તમે gseb.org વેબસાઈટ પર જઈ જોઈ શકશો.

Spread the love

About the author

Gujarat Info Hub

4 Comments

Leave a Comment