GSSSB New Exam Pattern: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક અને જુનિયર ક્લાર્ક જેવી વર્ગ 3 ની વિવિધ 6000 જગ્યાઓ માટે ટૂંક સમયમાં ભરતી પાડવામાં આવી શકે. પરંતુ તે પહેલા સરકારા દ્વારા નવું પરીક્ષા માળખું તૈયાર કરવામાં આવેલ છે, જેમાં હવે જૂની પરીક્ષા પદ્ધતી માં ઘણા બધા ફેરફાર કરવામાં આવેલ છે. તો આજે આપણે Class 3 New Exam Pattern 2023 બાબતે સંપૂર્ણ માહિતી આ આર્ટિકલની મદદથી મેળવીશું.
GSSSB New Exam Pattern 2023
ગુજરાત સરકારના વર્ગ 3 ની ભરતી માટે અગાઉના પરીક્ષા માળખામાં પ્રથમ MCQ પરીક્ષા અને ત્યારબાદ CPT (Computer Proficiency Test) ના આધાર પર ઉમેદવારોની પસંદગી કરવામાં આવતી પરંતુ હવે સરકારની નવી પરીક્ષા પદ્ધતિમાં 2 પરીક્ષા યોજાશે જેમાં પ્રથમ પ્રિલિમ પરીક્ષા અને ત્યારબાદ મુખ્ય પરીક્ષા લેવામાં આવશે. ઉમેદવારોની પસંદગી મુખ્ય પરીક્ષા ના આધાર પર થશે. તો આવો જાણીએ GSSSB New Exam Pattern 2023 માં પ્રિલીમરી પરીક્ષા અને મુખ્ય પરીક્ષા નું માળખું કેવું રહેશે.
પ્રિલિમનરી પરીક્ષા
હવે વર્ગ 3 ની બધી જ જગ્યાઓ માટે જેવી કે જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, બિન સચિવાલય ક્લાર્ક, કલેક્ટર ઓફિસર ના ક્લાર્ક વગેરેની પરીક્ષા એક સાથે યોજવામાં આવશે જેમાં પ્રથમ પ્રિલિમનરી પરીક્ષા લેવાશે જે MCQ બેઝ હશે અને આ પરીક્ષા 100 માર્કની રહેશે. ત્યારબાદ પ્રિલિમનરી પરીક્ષાના કટ-ઓફ આધારીત ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવશે.
વર્ગ 3 ની નવી પરીક્ષા પદ્ધતી નો સિલેબસ
No. | Subject | Marks |
1 | Reasoning | 40 |
2 | Quantitative Aptitude | 30 |
3 | English | 15 |
4 | Gujarati | 15 |
Total | 100 Marks |
ઉપર અમે વર્ગ 3 ની પ્રિલિમનરી પરિક્ષાનો સિલેબસ તમારી સામે સેર કર્યો છે, જેમાં ગણિત અને રીઝનીગ ના કુલ 70 માર્ક, અંગ્રેજી ના 15 માર્ક અને ગુજરાતી ના 15 માર્ક મળી કુલ 100 માર્કની પરીક્ષા યોજાશે, જેનો કુલ સમય 1 કલાક (60 મિનિટ) નો રહેશે. દરેક પ્રશ્નનનો 1 માર્ક રહેશે. આ પ્રિલિમ પરીક્ષા માં જનરલ નોલેજ અને કરન્ટ અફેર્સ જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવેલ નથી. આ પરીક્ષાના કટ-ઓફ આધારીત અથવા 40 પાસિંગ માર્ક આધારિત મુખ્ય પરીક્ષા માટે કુલ જગ્યાઓના 7 ગણા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
મુખ્ય પરીક્ષા
મુખ્ય પરીક્ષામાં બે ગ્રુપ પ્રમાણે ભરતી પ્રક્રિયા યોજાશે જેમાં ગ્રુપ A માં ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક અને કલેક્ટર ઓફિસ ના ક્લાર્ક વગેરેનો સમાવેશ થશે. જ્યારે ગ્રુપ B માં પંચાયતી વિભાગના જુનિયર ક્લાર્ક, ખાતાના વડા ની કચેરીના જુનિયર ક્લાર્ક વગેરેનો સમાવેશ કરવામાં આવશે. મુખ્ય પરીક્ષા પણ ગ્રૂપ પ્રમાણે યોજાશે જેમાં ગ્રૂપ એ માટે વર્ણાત્ત્મક પરીક્ષા(Descriptive Exam) જયારે ગ્રૂપ બી માટે MCQ બેઝ પરીક્ષા યોજવામાં આવશે, તો આવો જાણીએ Class 3 Main Exam Syllabus 2023.
મુખ્ય પરીક્ષા ગ્રુપ A
મુખ્ય પરીક્ષા ના ગ્રુપ એ માં વણાત્મક પેપર સ્ટાઇલ મુજબ પરીક્ષા લેવામાં આવશે. જેમાં કુલ 3 પેપર લેવામાં આવશે. જેમાં પહેલા બે પેપર ગુજરાતી અને અંગ્રેજી ભાષાના રહેશે જે 100-100 માર્કના હશે અને ત્રીજું જનરલ સ્ટડીઝ પેપર રહેશે જે 150 માર્ક્સ નું રહેશે. આમ Group A Main Exam કુલ 350 માર્કની રહેશે.જેમાંથી કટોક આધારિત ઉમેદવારોની ગ્રુપ એની વિવિધ પોસ્ટો માટે પસંદગી થશે
Gujarat Class 3 Exam Pattern for Main Exam Group A
No. | Paper Name | Marks | Time |
1 | Gujarati Language Skill | 100 | 3 Hours |
2 | English Language Skill | 100 | 3 Hours |
3 | General Studies | 150 | 3 Hours |
Total | 350 |
ઉપરોક્ત વર્ગ 3 ની મુખ્ય પરીક્ષા ના ગ્રૂપ એ ના ત્રણે પેપર નો સંપૂર્ણ સિલેબસ તમે ઓફિશિયલ જાહેરાત ડાઉનલોડ કરી જોઈ શકો છો, જેની લિન્ક અમે નીચે સેર કરેલ છે.
મુખ્ય પરીક્ષા ગ્રુપ B
ગ્રુપ B ની પરીક્ષા MCQ આધારિત રહેશે. આ પરીક્ષા કુલ 200 માર્કની રહેશે જેમાં અલગ અલગ વિષયોનો સમાવેશ થશે જેવા કે અંગ્રેજી, ગુજરાતી, ઇતિહાસ, ભૂગોળ, કરંટ અફેર્સ, રિઝનીંગ વગેરેનો સમાવેશ થશે. આ પરીક્ષામાં કુલ 200 પ્રશ્નો હશે અને દરેક પ્રશ્નનો એક માર્ક રહેશે. દરેક ખોટા માર્ક નો -0.25 નેગેટિવ માર્કિંગ રહેશે.] વર્ગ 3 ની મુખ્ય પરીક્ષાના ગ્રુપ બી માં ઉત્તીર્ણ થનાર ઉમેદવારોની પસંદગી પંચાયત વિભાગ હેઠળના જુનિયર ક્લાર્ક અને બીજા કેટલાક વિભાગો હેઠળના જુનિયર ક્લાર્ક માં પોસ્ટિંગ આપવામાં આવશે.
Gujarat Class 3 Exam Syllabus for Main Exam Group B
No. | Subject | Marks |
1 | English | 20 |
2 | Gujarati | 20 |
3 | Polity/Public Administration/RTI/CPS/PCA | 30 |
4 | History, Geography, Culture Heritage | 30 |
5 | Economics, Environment, Science & Tech | 30 |
6 | Current Affairs and Current Affairs with Reasoning | 30 |
7 | Reasoning | 40 |
Total | 200 |
GSSSB New Exam Pattern 2023 માં ગ્રૂપ B ની મુખ્ય પરીક્ષા કુલ 200 માર્કની રહેશે જેનો ટોટલ સમય 2 કલાક (120 મિનિટ) નો રહેશે.
ગુજરાત સરકારની નવી પરીક્ષા પધ્ધતી માટે અગત્યની બાબતો
- ઉમેદવારે પ્રારંભિક પરીક્ષા માટે અરજી સબમિટ કરતી વખતે ગ્રૂપ– A અથવા ગ્રૂપ – B અથવા બંને માટે પસંદગી ભરવાની રહેશે.
- પ્રિલિમ પરીક્ષા માટે ઓછામાં ઓછું 40% Qualification Standards રાખવામાં આવેલ છે.
- મુખ્ય પરીક્ષા માટે કુલ જગ્યાના 7 ગણા ઉમેદવારોની બોલાવવામાં આવશે.
- ઉમેદવારોની ફાઈનલ સિલેક્શન મુખ્ય પરીક્ષાના આધાર પર કરવામાં આવશે.
- ક્લાસ 3 ની પોસ્ટ માટે હવે કોમ્પ્યુટર ટેસ્ટ લેવામાં આવશે નહીં.
- ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર 20 વર્ષની રહેશે, જે અગાઉ 18 વર્ષ સુધીની હતી.
- વેઇટિંગ લિસ્ટ બનાવવામાં આવશે નહીં.
- તમામ ઉમેદવારોન માટે અરજી ફી રાખવામા આવશે, અને જે ઉમેદવારો પરીક્ષામાં હાજર રહેશે તેમની ફી પરત કરવામાં આવશે.
GSSSB New Exam Pattern & Syllabus PDF :- Download Here
મિત્રો, હવે તમને GSSSB New Exam Pattern & Syllabus ની સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે. તો તમને ગુજરાત સરકારની નવી પરીક્ષા પદ્ધતી કેવી લાગી ? તમારો અભિપ્રાય અમને નીચે આપલે કોમેન્ટ બોક્સ દ્વારા જરૂરથી જણાવજો. તો આવા લેટેસ્ટ સિલેબસ અને સરકારી ભરતી ની માહિતી માટે અમારી વેબસાઈટ ને જોતાં રહો, આભાર.
Aa je first 100 marks ni MCQ prelims exam levase ena 15 marks nu gujrati che ..Ema only gujrati vyakaran j hse k psi gujrati vyakaran & gujrati sahityakaro combined thy ne 15 marks nu rese ?