GSSSB New Exam Pattern Update: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા પધ્ધતિઓમાં મોટો ફેરફાર કર્યો છે .ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા યોજવામાં આવતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા અત્યાર સુધી લેખિત સ્વરૂપ માં હતી હવેથી લેખિત કસોટીઓ CBRT (Computer Based Recruitment Test ) પધ્ધતિથી લેવામાં આવશે. એટલે કે કોમ્પ્યુટર આધારીત ઓનલાઇન અને તેની શરૂઆત હવેથી લેનાર તમામ પરીક્ષાઓથી થશે .
વર્તમાન સમયમાં ઇન્ટરનેટ અને ટેક્નોલોજીનો ખૂબ ઉપયોગ થઈ રહ્યો છે .સરકારની તમામ કચેરીઓમાં પેપર લેશ વહીવટ થઈ રહ્યો છે . લોકોમાં મોબાઈલ અને કોમ્પ્યુટર નો ઉપયોગ સામાન્ય અને સરળ બન્યો છે. ત્યારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઓનલાઈન કોમ્પ્યુટર પધ્ધતિ એટલે કે CBRT પધ્ધતિ થી પરીક્ષા લેવાના નિર્ણયને સારો આવકાર મળી રહ્યો છે .
GSSSB New Exam Pattern Update
અગાઉ લેવાનાર પરીક્ષા ની પેપરલીક કે પરીક્ષામાં થતી ગેરરીતીની ખામીઓને આ પધ્ધતિથી દૂર પણ કરી શકાશે. વળી આજના ટેક્નોલોજીના યુગમાં સૌ લોકો મોબાઈલ અને કોમ્પ્યુટરના ઉપાયોગ થી વાકેફ છે .અને કોમ્પ્યુટરનો ઉપયોગ સહજ થઈ રહ્યો છે ત્યારે આ પરીક્ષા પધ્ધતિ ઉમેદવારોને વધુ અનુકૂળ આવશે . તેવું પણ જણાઈ રહ્યું છે .
આવનાર ફેબ્રુઆરી માસમાં યોજાનાર વનરક્ષક વર્ગ 3 ની પરીક્ષા પણ પેપરલેશ કોમ્પ્યુટર આધારીત CBRT (Computer Based Recruitment Test ) પધ્ધતિથી લેવામાં આવશે તેવી સૂચના પણ મંડળ તરફથી આપવામાં આવી છે . ગુજરાતમાં જુદી જુદી પરીક્ષાઓમાં બેસનાર ઉમેદવારો ની સંખ્યા લાખોમાં હોય છે .તે આપણે સૌ જાણીએ છીએ .તેથી કોમ્પ્યુટર આધારીત ઓનલાઇન પરીક્ષા માટે એક કરતાં વધુ દિવસો સુધી આ પરીક્ષા લેવાવાનું ચાલુ રહેશે .
આ ઓનલાઈન પધ્ધતિથી પરીક્ષા માટે વિશાળ કોમ્પ્યુટર લેબ અને ઇન્ફ્રાસ્ટ્રકચર ની જરુરીયાત પડે છે અને તેના માટે TCS કંપનીને જવાબદારી સોંપવામાં આવી છે અને કંપની આ માટે કામ કરી રહી છે . એક દિવસમાં 15000 જેટલા ઉમેદવારો એક સાથે પરીક્ષામાં બેસી શકશે એટલે સ્વાભાવિક રીતે વધુ ઉમેદવારો હોવાથી પરીક્ષા એક સપ્તાહ કે તેથી વધુ દિવસો સુધી ચાલતી રહેશે .
પેપરલેશ ઓનલાઈન પરીક્ષા સૌ પ્રથમ વખત વન રક્ષક ની લેવાનાર છે અને વન રક્ષકની પરીક્ષામાં લગભગ સાડા ચાર લાખ ઉમેદવારો પરીક્ષામાં બેસવાના છે તેમજ આ પરીક્ષા નજીકના સમયમાં એટલેકે ફેબ્રુઆરી માસમાં યોજાશે તેવી સૂચના મંડળના સચિવ શ્રી હસમુખ પટેલ તરફથી પણ આપવામાં આવી છે . આ પધ્ધતિ ટેક્નોલોજીના વર્તમાન સમય મુજબ યોગ્ય છે .તેમજ હવે સૌ મોબાઈલનો ઉપયોગ કરતા થયા હોય કોમ્પ્યુટર થી અપરીચિત નથી . ઉમેદવારોમાં આ પધ્ધતિ ખૂબ લોકપ્રિય બનશે તેવી આશા છે .
મિત્રો ,વન રક્ષક ની આવનાર પરીક્ષામાં 100 પ્રશ્નો માટે 2 બે કલાકનો સમય આપવામાં આવનાર છે તેમજ પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરવા માટે પધ્ધતિસરની મહેનત અને પ્રશ્નો લખવાની પ્રેક્ટિસ ખૂબ અગત્યની હોય છે .હવે જ્યારે આ પરીક્ષા ઓનલાઈન લેવાની છે ત્યારે કોમ્પ્યુટર પર બેસી આ પ્રકારની પ્રેક્ટિસ કરવી પણ ફાયદાકારક નીવડી શકે છે . જે મિત્રોને કોમ્પ્યુટરના કી બોર્ડ માઉસ વગેરે ઉપકરણો વાપરવાનો અનુભવ નથી તેઓએ તેની પ્રેક્ટીસ કરવાથી પ્રશ્નોનો જવાબ આપવાનો સમય ઘટાડી શકાય. ઓનલાઈન ક્વીઝ વગેરે ના ઉપયોગ થી આવી પ્રેક્ટિસ થઈ શકે .
આ જુઓ:- GSSSB New Exam Pattern: ગુજરાત સરકારની નવી પરીક્ષા પદ્ધતી વિષે સંપૂર્ણ માહિતી.
મિત્રો ,આશા છે કે અમારી આ માહીતી આપને ઉપયોગી થશે . આપ સૌ મંડળની સત્તાવાર વેબ સાઇટને અવાર નવાર જોતા રહેશો જેથી આપણને સૂચનાઓ ની જાણકારી મળતી રહે . અમારો આ આર્ટીકલ આપને કેવો લાગ્યો તે અચૂક જણાવશો . અમારો આર્ટીકલ વાંચવા માટે આપનો ખૂબખૂબ આભાર !