Hyundai Motor IPO: હ્યુન્ડાઇ મોટર્સ ભારતમાં સૌથી મોટો IPO લાવીને LIC નો 2022 નો રેકોર્ડ તોડશે એમ જણાઈ રહ્યું છે. ભારતમાં ઓટોમોબાઈલ ક્ષેત્રમાં 1996 થી શરૂ થયેલી અને પોતાનું આગવું સ્થાન ધરાવતી કંપની છે. Hyundai દક્ષિણ કોરિયાની ઓટોમોબાઇલ ક્ષેત્રની કંપની છે. તે આવતા ઓક્ટોબર નવેમ્બર માસમાં IPO લોન્ચ કરવાની તૈયારી કરી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. એટલેકે ભારતીય બજારમાં લીસ્ટ થવાની તૈયારી કરી રહી છે. જાણકારોનું માનીએતો હ્યુન્ડાઇ કંપની આશરે 2.5 લાખ કરોડના વેલ્યુ પર લગભગ 10 ટકા હિસ્સો વેચશે એવું જણાય છે. 2022 માં LIC ની 3.5 ટકા હિસ્સેદારી વેચવા પર 21000 કરોડનો IPO લાવવામાં આવ્યો હતો. આ વખતે હ્યુન્ડાઇ LIC ના આ રેકોર્ડને તોડશે એવું લાગી રહ્યું છે.
સૌથી મોટી લીસ્ટેડ કંપની :
આ સાથે હ્યુન્ડાઇ Hyundai Motor India ભારતમાં સૌથી મોટી ઓટો મોબાઈલ કંપની બનશે. તાજેતરમાં હ્યુન્ડાઇ ભારતની ઘણી બેંકો સાથે આ અંગે ચર્ચા કરી રહી છે. Hyundai Motor India નો આઈ.પી.ઓ લીસ્ટ થવાથી મારુતી સુઝુકી,ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પછી સૌથી મોટી ચોથા નંબરની ઓટો મોબાઈલ ક્ષેત્રની કંપની હશે. જો કાર કંપનીની વાત કરવામાં આવેતો મારુતિ સુઝુકી પછી દેશની સૌથી મોટી કંપની છે. કંપનીના 15 ટકા શેર ભારતમાં છે.
અગાઉના વર્ષોમાં આવેલા મોટા IPO વિશે જાણો :
વર્ષ : 2022 માં જીવન વીમા કંપની (LIC) એ 21000 કરોડ રૂપિયાનો IPO લાવ્યો હતો. જ્યારે પેટીએમ એ 18300 કરોડનો IPO લાવ્યો હતો. જ્યારે કોલ ઈન્ડિયાનો IPO 15199 કરોડ રૂપિયાનો હતો. યશ બેંકનો IPO 15000 કરોડનો તો રીલાયન્સ પાવરનો IPO 11563 કરોડ રૂપિયાનો હતો.
કાર વેચાણ:
Hyundai Motor India : આમ પણ હ્યુન્ડાઇ મોટર પોતાની ટકાઉ અને પાવરફૂલ કાર ઉત્પાદન કરવાના કારણે ભારતીય બજારમાં 13 પ્રકારનાં કાર મોડલનું ધૂમ વેચાણ કરી રહી છે. જાન્યુઆરી માસમાં જ હ્યુન્ડાઇ એ 14 ટકાનો વધારો કર્યો હતો. ગયા જાન્યુઆરી માસમાં Hyundai એ ખૂબ મોટી સંખ્યામાં એટલેકે 67615 જેટલાં વાહનોનું વેચાણ કર્યું હતું જે વાર્ષિક સરેરાશ કરતાં 8.5 ટકા વધારે હતું. કંપનીનું લોકલ વેચાણ 57115 જેટલું હતું જેમાં 14 ટકાનો વધારો થયેલ છે. જાન્યુઆરી 2023 માં હ્યુન્ડાઇ એ ભારત બહારના દેશોમાં 12170 વાહનોની નિકાશ કરી હતી. જ્યારે જાન્યુઆરી 2024 માં 10500 વાહનોની નિકાસ કરી હતી. એટલેકે ગત વર્ષની સરખામણી એ ઘણો ઓછો રહેવા પામ્યો હતો.
Hyundai Motor IPO: હ્યુન્ડાઇ મોટર્સ ભારતમાં કાર ઉત્પાદન અને વેચાણમાં મોખરાનું સ્થાન ધરાવતી અગ્રિમ હરોળની કંપનીમાં તેનું સ્થાન ધરાવે છે. ભારતમાં તેના 1366 જેટલા કાર વેચાણ શોરૂમ અને 1549 જેટલાં સર્વિસ સ્ટેશનો પણ ધરાવે છે.
મિત્રો અમોને વિવિધ સ્રોત તરફથી મળતી માહિતી આપના માટે પહોચાડી રહ્યા છીએ આપના અભિપ્રાયો કોમેન્ટ બોકસ માં જરૂર જણાવશો,અમારા આર્ટીકલ વાંચવા બદલ આપનો ખૂબખૂબ આભાર !