ક્રિકેટ ગુજરાતી ન્યૂઝ

ICC વર્લ્ડ કપ 2023માં ભાગ લેનારી તમામ ટીમોની અંતિમ યાદી બહાર પાડવામાં આવી, જાણો ભારતની તમામ મેચની તારીખો

ICC વર્લ્ડ કપ 2023
Written by Gujarat Info Hub

ICC વર્લ્ડ કપ 2023: ભારતમાં ઓક્ટોબર અને નવેમ્બરમાં યોજાનાર ICC ODI વર્લ્ડ કપ 2023 માટે તમામ 10 ટીમોની જાહેરાત કરવામાં આવી છે. નેધરલેન્ડ અને શ્રીલંકાએ વર્લ્ડ કપ (CWC ક્વોલિફાયર) માટે ક્વોલિફાય કર્યું છે. નેધરલેન્ડ આ મેગા ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય થનારી 10મી ટીમ બની છે. અગાઉ શ્રીલંકાએ ઝિમ્બાબ્વેને હરાવીને ક્વોલિફાય કર્યું હતું.

નેધરલેન્ડની જીત સાથે ICC World Cup 2023 માટે 10 ટીમોની યાદી હવે પૂર્ણ થઈ ગઈ છે. નેધરલેન્ડ 2023 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થનાર એકમાત્ર સહયોગી દેશ છે. પ્રથમ 8 ટીમો વિશ્વ કપ માટે સીધી ક્વોલિફાય થઈ હતી, ત્યારબાદ બે ટીમો પસંદ કરવા માટે ક્વોલિફાઈંગ રાઉન્ડ યોજાયો હતો.

5 સહયોગી ટીમો અને 5 મોટી ટીમોએ વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં પ્રવેશ કર્યો હતો. શ્રીલંકાએ પ્રથમ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કર્યું હતું, ત્યારબાદ નેધરલેન્ડે સ્કોટલેન્ડ સામે જીત મેળવી હતી. નેધરલેન્ડની ટીમે તેની છેલ્લી લીગ મેચ 11 નવેમ્બરે ભારત સામે રમવાની છે. ટીમ ઈન્ડિયાએ આ ટીમથી સાવધાન રહેવું પડશે.

બે વખતની વર્લ્ડ કપ વિજેતા વેસ્ટ ઈન્ડિઝ તેના ઈતિહાસમાં પ્રથમ વખત વર્લ્ડ કપ માટે ક્વોલિફાઈ કરવામાં નિષ્ફળ રહી. વૈશ્વિક સ્તરે તેના નિરાશાજનક પ્રદર્શન માટે ટીમને વિશ્વભરના ચાહકો અને ક્રિકેટરો તરફથી ભારે ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.

ICC વર્લ્ડ કપ 2023માં ભાગ લેનાર 10 ટીમોની અંતિમ યાદી

  • ભારત
  • ઓસ્ટ્રેલિયા
  • ઈંગ્લેન્ડ
  • ન્યુઝીલેન્ડ
  • દક્ષિણ આફ્રિકા
  • પાકિસ્તાન
  • બાંગ્લાદેશ
  • અફઘાનિસ્તાન
  • શ્રીલંકા
  • નેધરલેન્ડ

ICC વનડે વર્લ્ડ કપ માં ભારતની મેચો

ICC વર્લ્ડ કપ 2023 નું યજમાન ભારતમાં થવા જઈ રહ્યું છે ત્યારે શું ટિમ ઈન્ડીયા આ વલ્ડકપ જીતવાની ખરેખર દાવેદાર કહી શકાય. ભારતની પહેલા રાઉન્ડ ની સૌપ્રથમ મેચ 8 ઓક્ટોમ્બર ના રોજ ઓસ્ટ્રેલીયા સામે રમાવાની છે અને બીજી તમામ મેચો ની તારીખ અને સ્ટેડિયમ સાથેની વિગત નીચે મુજબ છે.

તારીખમેચસ્થળ
8 ઓક્ટોમ્બરભારત V/S ઓસ્ટ્રેલિયા ચેન્નઈ
11 ઓક્ટોમ્બરભારત V/S અફઘાનિસ્તાનદિલ્હી
15 ઓક્ટોમ્બરભારત V/S પાકિસ્તાનઅમદાવાદ
19 ઓક્ટોમ્બરભારત V/S બાંગ્લાદેશપૂણે
22 ઓક્ટોમ્બરભારત V/S ન્યૂઝીલેન્ડધર્મશાલા
29 ઓક્ટોમ્બરભારત V/S ઈગ્લેન્ડલખનઉ
2 નવેમ્બરભારત V/S નેધરલેંડ મુંબઈ
5 નવેમ્બરભારત V/S દક્ષિણ આફ્રિકા કોલકતા
11 નવેમ્બરભારત V/S શ્રીલંકાબેગલુરુ

મિત્રો, ભારત અને પાકિસ્તાન ની વલ્ડ કપની મેચ ની બધા રાહ જોઈને બેઠા હોય છે, તો તમને જણાવી દઈએ કે ભારત અને પાકિસ્તાન ની મેચ 15 ઓક્ટોમ્બર ના રોજ અમદાવાદ ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાવાની છે, તો જે મિત્રો હજી સુધી ટિકિટ બુક નથી કરાવી તેઓ ઓનલાઈન અથવા ઓફલાઇન ટિકિટ બુક કરાવી શકે છે.

આ પણ વાંચો:-  1 કરોડ જીતનાર યુઝરે ખોલ્યા રાજ, આવી રીતે બનાવે છે ડ્રિમ ટીમ




Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment