ગુજરાતી ન્યૂઝ India-News

આ તારીખે ત્રાટકશે મોચા વાવાઝોડું દેશના 3 રાજ્યોને કરાયા હાઈએલર્ટ – Cyclone Mocha

Cyclone Mocha
Written by Gujarat Info Hub

Cyclone Mocha: ભારતના હવામાન વિભાગ દ્વારા મોચા  વાવાઝોડું આગામી ૬ મે ના રોજ ભારતના દક્ષિણ પુર્વ બંગાળાની ખાડીમાં ચક્રવાત ઉભું થવાની સંભાવનાઓ વ્યકત કરી છે. પરંતુ આ ચક્રવાત મોચા પોતાની આગળની દિશા કઈ સાઈડ આગળ વધે તે લો-પ્રેશર એરીયા બન્યા પછી હવામાન વિભાગ તેની માહિતી આપી શકે પરતું આવતા ૪૮ કલાકમાં ઓડીશા અને બંગાળના એરીયામાં હવામાનનો પલ્ટો જોવા મળી શકે છે. તેવુ અંદાજવામાં આવી શકે છે. ભારતમાં Cyclone Mocha એ વર્ષ ૨૦૨૩ નું પ્રથમ ચક્રવાતી વાવઝોડુ ગણી શકાય જે ક્યા ક્યા રાજ્યોને અસર કરશે અને ચક્રવાતની તમામ અપડેટ માટે તમે IMD ના ટ્વિટર અકાઉન્ટ ને ફોલોવ કરી શકો છો. 

મોચા વાવાઝોડા વિશે આગાહી શું છે ? ( Cyclone Mocha )

મોચા વાવઝોડા ની વાત કરવામાં આવે તો આગામી ૬ મે ના રોજ ભારતના દક્ષિણ પુર્વ ભાગમાં બંગાળાની ખાડીમાં એક ચક્રવાત વાવાઝોડું ઉભુ થવાની શક્યાતા છે, જે ૭ મે ના રોજ આસપાસના વિસ્તારોમાં દબાણ અંતગત ઉભું થશે અને ૮ મેના રોજ બંગાળાની ખાડી ના ઉત્તર દિશા તરફ એક પ્રેશર કેન્દ્રિત કરી શકે છે અને ત્યારબાદ તે ૯ મે ના રોજ તે ભારતના દક્ષિણ પુર્વ ભાગો તરફ ત્રાટકી શકે અને ઉત્તર તરફ આગળ વધી શકે છે. વાવઝોડું મોચા ની સ્પીડ ૭ મે ના રોજ આસપાસના વિસ્તારોમાં ઉભા થયેલ દબાણ આધારીત નક્કી થઈ શકે અને હવામાન વિભાગ દ્વારા આ બાબતે નજર રાખી તેની દરેક અપડેટ આપતા રહેવાનૂં જણાવવામાં આવેલ છે.

મોચા ચક્રવાતની અસર દક્ષિણ પુર્વ ભારતના રાજ્ય ઓડિશા તથા બાગ્લાદેશ અને મ્યાનમાર દેશ ને પણ અસર કરી શકે તેવી સંભાવના છે. આગામી ૭ મે થી ૯ મે સુધી માછીમારોને આ વિસ્તારમાં ન જવા માટે ચેતવણી આપવામાં આવેલ છે. IMD (India Meteorological Department) દ્વારા મોચા વાવાઝોડા અંગેની ન્યુઝ આપતા  ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે મોચા ચક્રવાતની અગાહીને ધ્યાનમાં લઈને ડિઝાસ્ટર ડીપાર્ટમેન્ટ ને પુર્વ તૈયારી રાખવાનું જણાવેલ છે. જેથી દરેક મિત્રો જે દરીયા કિનારે રહે છે અથવા મછીમારીનો ધંધો કરે છે તેઓ હવામાન વિભાગની દરેક અપડેટ મેળવતા રહે અને સાવચેતી રાખે તેવી સલાહ આપવામાં આવેલ છે.

આ વાવાઝોડા નું નામ ‘ મોચા ‘ શા માટે રાખવામાં આવ્યું ?

દરેક વાવાઝોડા ના નામ વિશ્વ હવામાન સંસ્થા અને યુનાઈટેડ નેશન્સ ઈકોનોમિક એન્ડ સોશિયલ કમિશન ફોર એશિયા એન્ડ ધ પેસિફિક ના સભ્ય દેશો દ્વારા અલગ અલગ નામો ની સુચી જાહેર કરવામાં આવે છે. આ લિસ્ટ પ્રમાણે આવતા વાવાઝોડાનું નામ શું રાખવાનૌં હોય તે પહેલેથી નક્કી હોય છે. તો વાવાઝોડું મોચા નું નામ પણ અગાઉથી નક્કી હતુ અને તે નામ એક શહેર ના નામ પરથી આપેલ છે.

ગુજરાતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ

હાલમાં આપણે જોયુ કે ગરમીની સિઝનમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે જેનું મુખ્ય કારણ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. મે મહિનાની શરુઆતના દિવસોમાં ગુજરાતમાં વરસાદ પડી શકે તેવી આગાહી અંબાલાલ દ્વારા કરવામાં આવી હતી. પરંતુ આ કમોસમી વરસાદના લીધે ખેડૂતો માટે બહુ મુશ્કેલી જનક વરસાદ ગણી શકાય. તો બંગાળમાં સર્જીત થયેલ લો પ્રેશર ની અસર ગુજરાત સુધી નહીં થાય તેવું હવામાન વિભાગે જણાવ્યુ છે પરંતુ ૧૫ થી ૨૦ મે વચ્ચે આંધી સાથે વરસાદ પડી શકે તેવી સંભવના અંબાલાલ દ્વારા વ્યકત કરવામાં આવેલ છે.

Cyclone Mocha એ ભરતનું વર્ષ ૨૦૨૩ નું પ્રથમ ચક્રવાત છે, હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવેલ છે કે તમામ માછીમારો અને લોકોને ડરવાની જરુર નથી ખાલી સાવચેતી રાખવાની જરુર છે. તો મોચા વાવઝોડા અને કમોસમી વરસાદ ની લગતી તમામ ગુજરાતી ન્યુઝ માટે અમારી વેબસાઈટ જોતા રહો અને હવામાનની તાજા માહિતી માટે હવામાન વિભાગના ઓફિસિયલ અકાઉન્ટ ને પણ ફોલોવ કરી શકો છો.

આ પણ વાંચો :-

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment