દિન વિશેષ

જાન્યુઆરી મહિનાના અગત્યના દિવસો – Important Day Of January 2024

Important Day Of January 2024
Written by Gujarat Info Hub

જાન્યુઆરી દિન વિશેષ : મિત્રો આજે આપણે અહી જોઈશું Important Day Of January 2024. અહી તમે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દિવસો ને સંલગ્ન તમામ અગત્યના દિવસો જોઇ શકશો. તમને આ દિન વિશેષ ચર્ચા તમામ સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરનાર વિધાર્થી મિત્રો માટે પણ બહુ ઉપયોગી છે. માટે નિચે આપેલ જાન્યુઆરી માસના અગત્યના દિવસોને વાંચો , અને જો ફેબ્રુઆરી મહીનાના દિન વિશેષ આપ જોવા માગતા હોવ તો કોમેન્ટ બોકસ માં અમને જણાવી શકો છો.

Important Day Of January 2024

1. January 2024 Khristi new year ખ્રિસ્તી નવું વર્ષ : ગ્રેગોરીયન પંચાંગ અનુસાર વર્ષનો પહેલો દિવસ છે. જે ખ્રિસ્તી ધર્મ અનુસાર બેસતા વર્ષનો પ્રથમ નૂતન દિવસ છે . આ દિવસને લોકો ધામ ધૂમ થી ઉજવે છે . લોકો એક બીજાને  મળીને શુભેચ્છાઓ પાઠવે છે . પોતાના જીવન માટે કાઇંક સારું અને નવું કરવાની શરૂઆત કરે છે . Happy New Year .

1. January 2024 Birth Day of Mahadevbhai Desai મહાદેવભાઇ દેસાઈનો જન્મ દિવસ :  મહાદેવભાઇ દેસાઈને લોકો ગાંધીજીના અંતેવાસી તરીકે ઓળખે છે . તેમનો જન્મ સુરત જીલ્લાના સરસ ગામે 1 જાન્યુઆરી 1892 ના રોજ થયો હતો . અમદાવાદ વકીલાત છોડી ગાંધીજી સાથેજ તેમના અંગત સચિવ તરીકે સેવા આપવાનું પસંદ કર્યું .મહાદેવભાઇ ની ડાયરી નામના પુસ્તકમાં ગાંધીજી સાથે સત્યાગ્રહની વિગતોને લખીને ડાયરી ગુજરાતી સાહિત્યમાં સ્થાન પામી છે . કસ્તુરબા ગાંધી જ્યારે પુનાના આગાખાન મહેલમાં હતાં તે સમયે આગાખાન મહેલમાં જ મહાદેવભાઇ દેસાઈનું મૃત્યું થયું હતું .

3. January 2024  Birth Day of  Savitribai Foole : સાવિત્રીબાઈ ફૂલેનો જન્મ દિવસ :

 ભારતમાં સ્ત્રી શિક્ષણનો પાયો નાખનાર પ્રથમ શિક્ષિકા અને અને પ્રખર સમાજ સેવિકા સાવિત્રીબાઈ ફૂલેનો જન્મ મહારાષ્ટ્રના સતારા જીલ્લાના નાયગાવ ખાતે 3 જાન્યુઆરી 1801 ના રોજ થયો હતો . તે વખતની પરિસ્થિતી માં સ્ત્રી ને શિક્ષણ લેવાની છૂટ ન હતી ત્યારે તેમણે મીશનરી સ્કૂલોમાં અભ્યાસ કરી મહારાષ્ટ્રમાં સ્ત્રી શિક્ષણ નો પાયો નાખ્યા . આ ઉપરાંત લીંગ અને જાતીના ભેદ સમાપ્ત કરી સેવા અનેક શાળાઓ ,દવાખાનાં અને સમાજસેવાના ક્ષેત્રમાં જાણીતાં સાવિત્રીબાઈ ફૂલે જ્યોતિબા ફુલેના ધર્મ પત્ની છે . મરાઠી લેખકોમાં પણ અગ્રગણ્ય સ્થાન ધરાવે છે .

5. January 2024  Birth Day of  Barindr Gosh બારીન્દ્ર ઘોષનો જન્મ દિવસ :

 5 જાન્યુઆરી 1880માં જન્મેલા બારીન્દ્ર ઘોષ  પાંડીચેરી આશ્રમના આધ્યાત્મિક દાર્શનિક શ્રી અરવિંદના નાના ભાઈ છે . બંગાળના ક્રાંતિકારીઓમાં મોખરાનું સ્થાન ધરાવતા શ્રી બારીન્દ્ર  સ્વતંત્ર ભારત ની ચળવળના  ક્રાંતિકારી નેતા હતા. ‘યુગાંતર’  બંગાળી સામાયિક શરૂ કરી યુવાનોને આઝાદીની ચળવળમાં સામેલ કર્યા . પ્રફુલ્લચાકી અને ખુદીરામ બોઝ ને કિંગ્સફોર્ડ ની હત્યાના પ્રયાસ માટે સજા થઈ ત્યારે બારીન્દ્ર ઘોષને પણ સજા થઈ પાછળથી તેમને આંદામાનની સેલ્યુલર જેલમાં મોકલવામાં આવેલા. પત્રકારત્વ ક્ષેત્ર પણ ઘણું કામ કર્યું છે . તેમને પાછલી જીદગીમાં શ્રી અરવિંદ દ્વારા અધ્યાત્મ તરફ વાળેલા . 18 એપ્રિલ 1959 માં બીમારીને લીધે અવસાન થયું .  

5. January 2024 National Bird Day રાષ્ટ્રીય પક્ષી દિવસ :

5 જાન્યુઆરી દિવસને રાષ્ટ્રીય પક્ષી દિવસ તરીકે ઉજવવામાં આવે છે .પક્ષીઓ આપણા જીવનમાં અનોખુ સ્થાન ધરાવે છે .પક્ષીઓ આપણી ઇકો સીસ્ટમનો ભાગછે .વિશ્વમાં પક્ષીઓની 10000 કરતાં વધારે પ્રજાતિઓ છે. જેમાં કેટલાક પક્ષીઓ નામશેષ થઈ ગયાં છે .તો કેટલાય લુપ્ત થવાની કગાર પર છે . પક્ષીઓના રક્ષણ અને સંવર્ધન માટે આજનો દિવસ સૌ પક્ષી પ્રેમીઓ ,અને પક્ષી વિદો માટે મહત્વનો છે .

9. January 2024 Pravasi Bharaty Divas  પ્રવાસી ભારતીય દિવસ :

9 મી જાન્યુઆરીના દિવસને  ભારત પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવે છે . ભારત થી દૂર વિશ્વના ખૂણે ખૂણે વસેલા બીન નિવાસી ભારતીયો દ્વારા  ભારત માટે સહભાગી થવાના  તેમના અમૂલ્ય યોગદાન અને વિદેશની ધરતી ઉપર  ભારતનું ગૌરવ વધારવા બદલ પ્રવાસી ભારતીયોને એવોર્ડ આપી  સન્માનીત કરવાના,તેમજ પરસ્પર ના સંપર્કને મજબૂત બનાવવાના આ કન્વેન્શન  દિવસને પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ મહાત્મા ગાંધીની દક્ષિણ આફ્રિકા થી માદરે વતન ભારતમાં આવ્યા ની તારીખ 9 મી જાન્યુઆરી 1915 ના ઐતિહાસિક દિવસની યાદને પ્રવાસી ભારતીય દિવસ ની ઉજવણી માટે  નક્કી કરવામાં આવ્યો છે. વર્ષ 2003 માં તત્કાલીન વડાપ્રધાન ભારત રત્ન અટલબિહારી બાજપાઈ દ્વારા શરૂ કરવામાં આવી હતી .   વર્ષ 2023 નું 17મું પ્રવાસી ભારતીય દિવસ કન્વેન્શન મધ્યપ્રદેશ  સરકારની સહ ભાગીદારી થી  ઈન્દોર મુકામે  યોજવામાં  આવ્યું હતું  .જેમાં વિશ્વભરના 70 દેશો ના 3700 કરતાં વધુ બીન નિવાસી ભારતીયોએ ભાગ લીધો હતો થીમ હતી  :  “Contributing to Aatmanirbhar Bharat “

9. January 2024  Birth Day of Sundarlal bahuguna :  સુંદરલાલ બહુગુણાનો જન્મ દિવસ :

જાણીતા પર્યાવરણ વિદ,વૃક્ષપ્રેમી  અને ચીપકો આંદોલનના પ્રણેતા  નો જન્મ 09 જાન્યુઆરી 1927 ના રોજ ઉત્તરાખંડના મરોડા મુકામે થયો હતો . ગઢવાલના ટેહરી વિસ્તારમાં વૃક્ષો કપાતાં બચાવવા માટે કરવામાં આવેલા આંદોલનને ચીપકો આંદોલન કહે છે . સુંદરલાલ બહુગુણા ચીપકો આંદોલનને કારણે સમગ્ર વિશ્વમાં જાણીતા બન્યા હતા .

9. January 2024 Puny tithi of Kavi Nhanalal કવિ ન્હાનાલાલની પુણ્ય તિથી  :

ગુજરાતી સાહિત્ય ના નર્મદ યુગના મહાન સાહિત્યકાર સાહિત્યકાર ,ડોલનશૈલી ના જનક તેઓ ગુજરાતના મહાકવિ કહેવાય છે .

11.  January 2024 Puny tithi of Lal Bahadur Shastri લાલ બહાદુર શાસ્ત્રી ની પુણ્ય તિથી :

 લાલબહાદુર શાસ્ત્રી નો જન્મ ઉત્તર પ્રદેશના મુગલસરાય માં   2 ઓક્ટોબર 1904 માં એક ગરીબ પરિવારમાં થયો કદમાં વામન છતાંય વિરાટ મનોબળ ધરાવતા લાલબહાદુર શાસ્ત્રી ત્રીજી લોકસભામાં સ્થાયી વડાપ્રધાન બન્યા હતા .નાનપણ થી જ આઝાદીની ચળવળમાં સ્વાતંત્ર્ય સેનાની તરીકે કામ કરી જેલવાસ પણ ભોગવ્યો હતો . ભારત રત્ન લાલબહાદુર સાસ્ત્રી એ  ‘જય જવાન જય કિસાન’ નો નારો આપ્યો છે. પાકિસ્તાન સાથે યુધ્ધ વિરામ પર કરાર વખતે તાસ્કંદ ગયા ત્યારે તાસ્કંદ  ખાતે 11 જાન્યુઆરી 1966 ના રોજ તેમનું અવસાન થયું હતું .

12.  January 2024 National Youth Day રાષ્ટ્રીય યુવા દિવસ :

12 મી જાન્યુઆરી ના દિવસને ભારત રાષ્ટ્રીય યુવા દિવસ YOTH DAY IN INDIA  તરીકે ઉજવે છે. આ દિવસ યુવાનોના આદર્શ અને પ્રેરણા સ્ત્રોત એવા દાર્શનિક સ્વામી વિવેકાનંદના જન્મદિવસને ભારતના યુવા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું.

14.  January 2024 Lohari લોહરી :

લોહરીનો તહેવાર આ વર્ષે 14 જાન્યુયારીના દિવસે ઉજવવામાં આવ્યો . આ ઉત્સવ ખાસ કરીને ખેતી નો પાક લેવાઈ ગયા પછી રાત્રે ખુલ્લા ચોકમાં લાકડાં અથવા છાણાં વગેરેથી અગ્નિ પ્રગટાવી તેમાં તલ,ગોળ ,મગફળી નાખી પછી સૌને વહેચવામાં આવે છે .લોકો આ અગ્નિની પ્રદક્ષિણા કરી આશીર્વાદ લે છે .  નવ પરણીતો માટે આ તહેવાર નું મહત્વ ઘણું છે . પંજાબ અને હરિયાણા માં આ ઉત્સાહ ખૂબ ધામધુમથી ઉજવાય છે .

14.  January 2024  Makarsankranti  મકરસંક્રાંતિ અથવા ઉતરાયણ :

ઉતરાયણનો તહેવાર ૧૪ મી જાન્યુઆરીના દિવસે આવે છે. ઉતરાયણ નો અર્થ થાય છે ઉત્તર તરફ ગમન કરવું. આ દિવસથી  સૂર્ય ધીમે ધીમે ઉત્તર તરફ ગતિ કરતો હોઈ તેને ઉત્તરાયણ કહેવામાં આવે છે. મકરસંક્રાંતિ નો અર્થ થાય છે, મકરમાં સંક્રાંત થવું. આપણે ત્યાં સામુદ્રિકશાસ્ત્રમાં 12 રાશિઓ અને 27 નક્ષત્રો છે. આ દિવસે સૂર્યની ધન રાશિમાંથી મકર રાશી તરફ સંક્રાંત થવાની આ ઘટનાને આપણે મકરસંક્રાંતિ કહીએ છીએ. ઉત્તરાયણનો આ તહેવાર સમગ્ર ભારતભરમાં જુદા જુદા નામથી ઉજવવામાં આવે છે.ઉતરાયનનો તહેવાર બાળકો યુવાનો અને મોટેરાઓ એમ સૌ અબાલ વૃધ્ધો માટે આનંદનો અવસર બની રહે છે. ઉતરાયણમાં યુવાનો અને બાળકો પતંગ ચગાવી ઉતરાયણ નો આનંદ મેળવે છે . તલના લાડુ ,ચીકકી ,અને ઊંધીયું ,જલેબી ફાફડા ની મોજ માણે છે . આ દિવસે દાન પુણ્ય નો પણ ઘણો મહિમા હોવાથી લોકો દાન પુણ્ય પણ કરે છે .

15.  January 2024 National Army Day  રાષ્ટ્રીય સેના દિવસ :

ARMY DAY 2024 BANGALORE 15 મી જાન્યુયારીના દિવસને ભારતીય  સેના દ્વારા  સેના દિવસ તરીકે ઉજવવામાં આવે છે .દર વર્ષે યોજવામાં આવતો આ દિવસ  ભારતીય સેના અને ભારતના લોકો માટે ગૌરવનો દિવસ છે . સેના દિવસની ઉજવણી સાથે આપણી સેનાના ફીલ્ડ માર્શલ લેફ્ટનન્ટ જનરલ કે.એમ. કરીઅપ્પા નું નામ સુવર્ણ અક્ષરે અંકીત થયેલું છે .  15 મી જાન્યુયારીનો દિવસ ભારતીય સેનાના ઐતિહાસિક દિવસની યાદ અપાવે છે . 15 જાન્યુઆરી 1949 ના આ ઐતિહાસિક દિવસે બ્રિટિશ સેનાના  છેલ્લા અધ્યક્ષ લેફટનન્ટ ફ્રાન્સીસ બુચર  ના સ્થાને   ફીલ્ડ માર્શલ લેફ્ટનન્ટ જનરલ કે.એમ. કરીઅપ્પા  સેનાધ્યક્ષ બન્યા તે ઐતિહાસિક અને ગૌરવ પ્રદ દિવસની યાદમાં ભારતીય સેના,   સેનાદિવસની ઉજવણી કરે છે . દરેક વર્ષે સેના દિવસ ઉજવણી ની થીમ અલગ અલગ રાખવામાં આવે છે .

16.  January 2024 Pongal પોંગલ :

પોંગલનો તહેવાર તામીલનાડુ માં ખૂબ ધામધૂમ થી ઉજવવામાં આવે છે .ખેતીનો પાક લેવાઈ ગયા પછી ,  પોંગલ તૈયાર કરી સૂર્ય ભગવાન સામે ધરી ભગવાનનો આભાર માનવાનો ભાવ અને સૂર્ય પૂજાનો ભાવ પણ આ તહેવારમાં જોવા મળે છે . આ તહેવાર ચાર દિવસ સુધી ચાલે છે જેમાં દૂધ ,ચોખા ,કાજુ વગેરેનો પ્રસાદ તૈયાર થાય છે . લોકો નવાં કપડાં પહેરી ,ઘરોને સુસોભિત કરી આ તહેવારને ઉજવે છે . પરસ્પર મળીને એક બીજાને શુભેચ્છાઓ પાઠવે છે .

16.  January 2024  National Startup Day  નેશનલ સ્ટાર્ટપ ડે :

આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ સ્ટાર્ટપ દિવસની શરૂઆત 16 જાન્યુઆરી 2016 ના રોજ કરી હતી . સ્ટાર્ટપ આપણા દેશના વિકાસની આધારશીલા બની રહી છે . ભારતમાં સ્ટાર્ટપ દિવસની સફળતાની ઉજવણી કરવા માટે આ દિવસને સ્ટાર્ટપ દિવસ તરીકે ઉજવવામાં આવે છે .

17. January 2024  Guru Govind sinh Jayanti ગુરુ ગોવિંદ સિંહ જયંતિ :

ગુરુ ગોવિંદ સિંહનો જન્મ પોષ સુદ સાતમના દિવસે થયો હતો .તેઓ શીખોના દસમા ગુરુ હતા . તેમના જન્મ દિવસે કોટી કોટી વંદન

18.  January 2024 Birthday of Mahadev Govind Rande મહાદેવ ગોવિંદ રાનડેનો જન્મ દિવસ :

સ્વાતંત્ર સેનાની અને ભારતના પ્રખર સમાજસેવક મહાદેવ ગોવિંદ રાનડેનો જન્મ 18 જાન્યુઆરી  1842 ના રોજ મહારાષ્ટ્ર ના નિફાડ ગામે થયો હતો . તેમણે પ્રાથના સભાની સ્થાપના કરી હતી હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનામાં તેમનું યોગદાન મહત્વનું હતું . તેમણે વિધવા વિવાહને ઉત્તેજન, સમાજમાં  જાતિગત ભેદભાવો મટાડવા માટે સમાજસુધારક તરીકે અમૂલ્ય યોગદાન આપ્યું છે .

19. January 2024 Puny tithi of Maharana Pratap મહારાણા પ્રતાપ ની પુણ્ય તિથી  :

સિસોદિયા વંશના મહાન રાજવી અપ્રતિમ વીરતા અને પ્રતિજ્ઞા પાલન માટે ઈતિહાસમાં અમર થયેલા મહાન રાજાનો જન્મ 9 મે 1540 માં થયો હતો . 19 જાન્યુઆરી 1597 માં તેમની રાજધાની ચાવંડ માં તેમનું અવસાન થયું હતું .

21.  January 2024 Tripura ,Manipur ,Meghalaya foundation Day ત્રિપુરા ,મણિપુર ,મેઘાલય સ્થાપના દિવસ :

ત્રિપુરા રાજ્યની રચના 21 જાન્યુઆરી 1972 ના રોજ કરવામાં આવી હતી . ત્રિપુરા ભારતના ઉત્તર પૂર્વ વિસ્તારમાં આવેલાં સાત ભગીની રાજ્યો પૈકીનું એક રાજ્ય છે .તેની રાજધાની અગરતલા છે .તેમજ ભાષા બંગાળી છે . તેની સ્થાપના 21 જાન્યુઆરી એ કરવામાં આવેલી હોવાથી આજે તે રાજ્યનો સ્થાપના દિવસ ઉજવે છે .

મણિપુર  રાજ્યની રચના 21 જાન્યુઆરી 1972 ના રોજ કરવામાં આવી હતી .મણિપુર ભારતના ઉત્તર પૂર્વ વિસ્તારમાં આવેલાં સાત ભગીની રાજ્યો પૈકીનું એક રાજ્ય છે .તેની રાજધાની ઇંફાલ  છે .તેમજ ભાષા મણીપુરી  છે .  તે વિસ્તારની દ્રષ્ટિએ ભારતમાં 24 મા ક્રમે છે . તેની સ્થાપના 21 જાન્યુઆરી એ કરવામાં આવેલી હોવાથી આજે તે રાજ્યનો સ્થાપના દિવસ ઉજવે છે .

મિઝોરમ  રાજ્યની રચના 21 જાન્યુઆરી 1972 ના રોજ કરવામાં આવી હતી. મિઝોરમ ભારતના ઉત્તર પૂર્વ વિસ્તારમાં આવેલાં સાત ભગીની રાજ્યો પૈકીનું એક રાજ્ય છે .તે ડુંગરોથી ધેરાયેલું અને વનાચ્છાદિત રાજ્ય છે તેનાં મોટો ભાગ જંગલો થી ધેરાયેલો છે .  તેની રાજધાની સિલોંગ  છે .તેમજ ભાષા અંગ્રેજી  છે .  તે વિસ્તાર અને વસતિની દ્રષ્ટિએ ભારતમાં 23  મા ક્રમે છે . તેની સ્થાપના 21 જાન્યુઆરી એ કરવામાં આવેલી હોવાથી આજે તે રાજ્યનો સ્થાપના દિવસ ઉજવે છે . ભારતમાં સૌથી વધુ વરસાદ મેઘાલયમાં પડે છે .

21.  January 2024  Punyatithi of  Rasbihari bose રાસબિહારીબોઝની  પુણ્યતિથી  દિવસ :

રાસ બિહારી બોઝનો જન્મ દિવસ 25 મે 1886 ના રોજ બંગાળના  સુબલદહ  ગામ માં થયો હતો તેઓ ભારતની આઝાદીના ક્રાંતિકારી સેનાનીઓમાં મોખરાનું સ્થાન ધરાવે છે. તેમની શાળાના આચાર્યે તેમને ક્રાંતિકારી પ્રવૃતિઓ માટે પ્રેરણા આપી હતી . વાઈસરૉય હેસ્ટીંગની હત્યાના પ્રયાસ બાદ તેઓ ભાગતા ફરી રહ્યા હતા . બાદમાં જાપાન ગયા . તેમણે આઝાદ હિન્દ ફોજની રચના કરી અને બાદમાં તેમણે આઝાદ હિન્દ ફોજનું સુકાન સુભાષચંદ્ર બોઝને સોંપી દીધું હતું .  21 જાન્યુઆરી 1945 ના રોજ તેમનું અવસાન થયું હતું .

21.  January 2024  Birthday of  Kavi Dalapatram કવિ દલપતરામનો જન્મ દિવસ :

કવિ દલપતરામ નો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ મુકામે 21 જાન્યુઆરી 1820 ના રોજ જન્મ થયો હતો .તેમણે આપેલા અનેક કાવ્યો લોક મુખે ગવાતાં રહ્યાં છે .

22.  January 2024  શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા SHRI RAM MANDIR PRAN PRATISHTHA

અયોધ્યામાં ભગવાન રામ નું ભવ્ય મંદિર પૂર્ણ થતાં  આજના મંગલ દિવસે ભગવાન રામની  જીર્ણોધ્ધાર પ્રાણ પ્રતિષ્ઠા .ભારતમાં ઘેર ઘેર  દિપોત્સવ અને રામ મંદિર પ્રતિષ્ઠા ની ઉજવણી.    

22.  January 2024  Puny Tithi of  Jay Shankar sundari નાટયકાર જય શંકર સુંદરીની પુણ્ય તિથી :

નાટકમાં સ્ત્રી વેશ ભજવતા હોવાથી જય શંકર સુંદરીના નામથી પ્રખ્યાત થયેલ જયશંકર ભોજકનો જન્મ 30 જાન્યુઆરી 1889 માં વિસનગર પાસેના ઉઢાઈ માં તેમનો જન્મ થયો હતો . ગુજરાતી રંગભૂમિના મહાન કલાકારનું અવસાન 22 જાન્યુઆરી 1975 માં થયું હતું .

23. January 2024  Parakram Divas  Birthday of  Netaji Subhashchandra Bose સુભાષચંદ્ર બોઝનો જન્મદિવસ :

નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુયારીના રોજ 1897 ના રોજ થયો હતો સુભાષચંદ્ર બોઝના જન્મદિવસ ને ભારતમાં  પરાક્રમ દિવસ તરીકે ગૌરવપૂર્ણ રીતે ઉજવવામાં આવે છે . નેતાજી ભારત માતાના પનોતા પુત્ર અને મહાન સ્વાતંત્ર્ય સેનાની હતા . ભારતની આઝાદીની ચળવળમાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન ભારત ક્યારેય ભૂલશે નહી. તેમનાં માતાનું નામ  પ્રભાવતીદેવી અને પિતા જાનકીદાસ બોઝ હતું . તેમનો જન્મ   કાયસ્થ પરિવારમાં ઓરીસ્સાના પાટનગર કટકમાં થયો હતો. તેમના પિતા જાનકીદાસ બોઝને. અંગ્રેજોએ રાયબહાદુરનો ખિતાબ આપ્યો હતો. સુભાસચંદ્ર બોઝ ને 13 ભાઈબહેન હતાં જેમાં 6 બહેનો 7 ભાઈઓ હતા . સુભાસચંદ્ર બોઝ પાંચમા પુત્ર હતા . તેમના કોલેજ અભ્યાસ દરમ્યાન તેમના આચાર્ય વેણીમાધવદાસ અને સ્વામી વિવેકાનંદના વિચારોનો તેમના પર ખૂબ પ્રભાવ પડ્યો હતો . તેમણે બી.એ .ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ કરી . અને સમગ્ર કલકત્તા વિશ્વ વિધાલયમાં બીજા ક્રમે ઉત્તીર્ણ થયા . આઈ.સી.એસ . બની અંગ્રેજ સરકાર ની ગુલામી વાળી નોકરી કરવા માગતા ના હતા . તેથી તેમણે તેમના મનની વાત કરવા તેમના મોટાભાઇ શરદચંદ્રને પત્ર લખ્યો .  તે સાથેજ સુભાસચંદ્ર બોઝે 22 એપ્રિલ 1921ના રોજ તેમનું રાજીનામું આપી દીધું .

રવિન્દ્રનાથ ટાગોરની સલાહ મુજબ તેઓ ભારત પાછા આવ્યા . અને 20 જુલાઇ 1921 ના રોજ મુંબઇ જઈ મહાત્મા ગાંધી સાથે મુલાકાત કરી . આ મુલાકાત એમની ગાંધીજી સાથેની પહેલી મુલાકાત હતી . ગાંધીજીએ તેમને કલકતા જઈ ચિતરંજનદાસ સાથે સ્વાતંત્રસેનાની તરીકે કામ કરવા જણાવ્યું . અને ભારત માતાની ગુલામીની બેડીઓ તોડવા માટે  ખુબજ સંઘર્ષ કર્યો . એટલેજ આ વર્ષે પરાક્રમ દિવસની થીમ છે . સુભાષચંદ્ર બોઝ નું જીવન ચરિત્ર અને આઝાદી માટેના જંગમાં તેમનું યોગદાન.

24.  January 2024 National Girl Child Day  રાષ્ટ્રીય બાલીકા દિવસ :

24. જાન્યુયારીના દિવસને ભારત રાષ્ટ્રીય બાલીકા દિવસ તરીકે ઉજવે છે વર્ષ 2008 થી ભારતના મહિલા અને બાળવિકાસ મંત્રાલય તરફથી દીકરીઓ પ્રત્યેની સમાજની રૂઢીચુસ્ત માન્યતાઓમાં પરીવર્તન લાવી દીકરીઓના સન્માન ,મોભો અને અને ગૌરવ સ્થાપિત કરી સમાજમાં પરીવર્તન લાવવાના હેતુ થી 24 જાન્યુયારીના દિવસને રાષ્ટ્રીય બાલીકા દિવસ તરીકે ઉજવવામાં આવે છે . દીકરી અને દીકરાને એક સમાન ગણી દીકરીના ઉત્તમ સ્વાસ્થ્ય અને ઉજ્જવળ ભવિષ્યના ઘડતર અને અસમાન સેક્સ રેશીયાના પ્રમાણને ઘટાડી સ્ત્રી સન્માન સ્થાપિત કરવાનો ભાવ બાલિકા દિવસની ઉજવણી નો છે . 

24.  January 2024 Homi bhabhani Punytithi  હોમી ભાભાની પુણ્ય તિથી :

હોમી ભાભાનો જન્મ 30 ઓક્ટોબર 1909 માં થયો હતો . તેમનું અવસાન વિમાન દુર્ઘટનામાં 24 જાન્યુઆરી 1966 માં થયું હતું . તેઓ ભારતના ખ્યાતનામ ભૌતિક શાસ્ત્રી હતા. તેમણે અટોમિક એનર્જી કમીશનની રચના કરી હતી .  તેઓ ભારતના અણુ શક્તિ પંચના અધ્યક્ષ પદે સેવાઓ આપી છે. તેમણે જે.આર.ડી. ટાટાની મદદથી મુબઈમાં ઇન્સ્ટ્યુટૂટ ઓફ સાયન્સ ફંડામેંટલ રીચર્સ અને બેંગલોરમાં ઇંડિયન ઇન્સ્ટ્યુટૂટ ઓફ સાયન્સ ની સ્થાપના કરી હતી . ભૌતિક શાસ્ત્રના ક્ષેત્ર માં તેમણે કરેલી સેવાઓએ  ભારતને ગૌરવ અપાવ્યું છે . 

25.  January 2024 National Voters Day રાષ્ટ્રીય મતદાતા દિવસ :

 ભારત એ વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે . અને ચૂંટણી એ લોકશાહીનો મહા ઉત્સવ છે . અને આ ઉત્સવમાં મતદાતા કેન્દ્ર સ્થાને છે . લોકશાહીમાં મતદાતાનું સ્થાન સૌથી અગત્યનું છે . તેથીજ શ્રેષ્ઠ  સરકારની રચના  માટે મતદાતા પોતાની ફરજ અદા કરી અવશ્ય મતદાન કરે એટલેકે  મતદાતાની   જાગૃતિ માટેનો ઉત્સવ આ દિવસે મનાવવામાં આવે છે .  25 જાન્યુઆરી નો દિવસ ભારતના ચૂંટણી પંચની સ્થાપનાનો દિવસ હોઈ આ દિવસને વર્ષ  25 જાન્યુઆરી 2011 થી ભારતના ચૂંટણી પંચ દ્વારા  રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવવામાં આવે છે .

26.  January 2024 Independent Day પ્રજાસત્તાક દિન :

75 મો પ્રજાસત્તાક દિન, 26 જાન્યુઆરી  અથવા ગણતંત્ર દિવસ  નો રાષ્ટ્રીય તહેવાર ભારતમાં  હર્ષ અને ગૌરવભેર ઉજવવા માં આવે છે . આપણો દેશ અંગ્રેજો ની  અનેક વર્ષોની ગુલામી પછી 15 ઓગસ્ટ 1947 ના દિવસે આઝાદ થયો . આઝાદીની ચળવળ ના મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓ મહાત્મા ગાંધી ,સરદાર વલ્લભભાઈ પટેલ ,સુભાષચંદ્રબોઝ, અને આપણા વીર શહીદો  ભગતસિંહ ,સુખદેવ અને ચંદ્ર શેખર અને અનેક નામી અનામી વીરોનાં બલીદાનોથી આપણો દેશ સ્વતંત્ર થયો . અને આઝાદીના લગભગ અઢી વર્ષ પછી . 26 જાન્યુઆરી 1950 ના રોજ  ભારતના બંધારણ નો અમલ થયો . અને આપણું રાષ્ટ્ર પ્રજાસત્તાક બન્યું  . દર વર્ષે પ્રજાસત્તાક દિવસ દિલ્હીના કર્તવ્ય પથ પર ભારે ધામધૂમ ,અને ગૌરવપૂર્ણ રીતે ઉજવવામાં આવે છે . પ્રજાસત્તાક દિનની ઉજવણી માં દર વર્ષે વિવિધ દેશ ના પ્રતિનિધિને આમંત્રીત કરવામાં આવે છે . 2023 ના 74 મા પ્રજાસત્તાક દિવસના અતિથિ વિશેષ તરીકે ફ્રાંસના રાષ્ટ્રપતિ મહામહિમ ઈમેન્યુયલ મેક્રોન ઉપસ્થિત રહેવાના છે . પ્રજાસત્તાક દિનની ઉજવણી આપણા દેશની રાજધાની દિલ્હી માં ભારે ઉત્સાહ અને ધામધુમથી ઉજવવામાં આવે છે . આપણા મહામહિમ રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવે છે . અને  આપણા દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર ભારત માતાના વીર સપૂતોને શ્રધ્ધાંજલી પાઠવવામાં આવે છે . સેનાની સૈન્યના વિશિષ્ઠ સસ્ત્રોની ઝાંખી , તેમજ વિવિધ રાજયોની સાંસ્કૃતિક ધરોહર અને રહેણી કહેણી ને ઉજાગર કરતા ટેબ્લો નું પ્રદર્શન ધ્યાનાકર્ષક હોય છે .

26.  January 2024 kavi kalapi jayanti કવિ કલાપીનો જન્મ દિવસ :

લાઠીના રાજવી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ કલાપીના નામથી જાણીતા થયા કલાપીનો કેકારવ તેમની ઉત્કૃષ્ઠ સાહિત્ય રચનાઓ છે તેમનો જન્મ 26 જાન્યુઆરી 1874 માં થયો હતો .

28.  January 2024 Birthday Of LalaLajapatray  લાલા લજપતરાયનો જન્મ દિવસ:

 લાલાલજપતરાય નો જન્મ 28 જાન્યુઆરી 1865 ના રોજ પંજાબના મોગા જીલ્લાના જગરાઓ મુકામે એક જૈન પરિવારમાં થયો હતો .પંજાબ કેસરી તરીકે જાણીતા થયેલા લાલા લજપતરાય ભારતની આઝાદીના મહાન લડવૈયા માં મોખરાનું સ્થાન ધરાવે છે .લાલ,બાલ,અને પાલની ત્રિપુટીમાં લાલ એટલે લાલા લજપતરાય, લાલા હંસરાજ અને ગુરુદત્ત જેવા ક્રાંતિકારી સેનાનીઓના સંપર્કમાં આવ્યા બાદ ભારતની આઝાદીની ચળવળમાં મોખરાનું સથાન પામ્યા . તેમણે રોગચાળો અને દુસ્કાળ જેવા સમયે સમાજ સેવાનાં અનેક કામો ઉપરાંત પંજાબ નેશનલ બેન્ક અને લક્ષ્મી વીમા કંપનીની સ્થાપના કરી હતી .  વર્ષ 1928 ના સાયમન કમિશનના વિરોધ પ્રદર્શન કરી રહેલા સ્વાતંત્ર્ય સેનાની ટુકડીની તેઓ આગેવાની કરી રહ્યા હતા ત્યારે અંગ્રેજ સિપાઈઓ દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જમાં  લાલા લજપતરાય સખત રીતે ઘાયલ થતાં 17 નવેમ્બર 1928 ના રોજ તેમનું અવસાન થયું .

30.   January 2024   Gandhi Nirvan Din ગાંધી નિર્વાણ દિન :

30 જાન્યુઆરી ના દિવસને ગાંધી નિર્વાણ દિવસે શહીદ સ્મૃતિ દિન તરીકે પણ ઉજવણી કરવામાં આવે છે . આ દિવસ 30 જાન્યુઆરી 1948 ના દિવસે ગાંધીજી ની હત્યા કરવામાં આવી હતી .

30.  January 2024  janmTithi of  Jay Shankar sundari નાટયકાર જય શંકર સુંદરીનો જન્મ દિવસ :

નાટકમાં સ્ત્રી વેશ ભજવતા હોવાથી જય શંકર સુંદરીના નામથી પ્રખ્યાત થયેલ જયશંકર ભોજકનો જન્મ 30 જાન્યુઆરી 1889 માં વિસનગર પાસેના ઉઢાઈ માં તેમનો જન્મ થયો હતો . ગુજરાતી રંગભૂમિના મહાન કલાકારનું અવસાન 22 જાન્યુઆરી 1975 માં થયું હતું .

આ જુઓ:- Post Office Scheme: પોસ્ટ ઓફિસમાં 25 હજાર રૂપિયા જમા કરાવવા પર એક વર્ષમાં કેટલું વ્યાજ મળશે, આ છે સંપૂર્ણ ગણતરી

મિત્રો ,આપને અમારો આ આર્ટીકલ કેવો લાગ્યો તે કોમેંટમાં અચૂક જણાવશો અને આવી બીજી અગત્યની માહિતી માટે અમારી સાઇટ gujaratinfohub ને  નિયમિત જોવાનું ભૂલતા નહી . 

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment