INDIAN ARMY DAY PARADE 2023 BANGALORE: 15 મી જાન્યુયારીના દિવસને ભારતીય જવાનો દ્વારા ભારતીય સેના દિવસ (આર્મી દિવસ) તરીકે ઉજવવામાં આવે છે .દર વર્ષે યોજવામાં આવતો આ દિવસ ભારતીય સેના અને ભારતના લોકો માટે ગૌરવનો દિવસ છે . આર્મી દિવસની ઉજવણી સાથે આપણી સેનાના ફીલ્ડ માર્શલ લેફ્ટનન્ટ જનરલ કે.એમ. કરીઅપ્પા નું નામ સુવર્ણ અક્ષરે અંકીત થયેલું છે. 15 મી જાન્યુયારીનો દિવસ ભારતીય સેનાના ઐતિહાસિક દિવસની યાદ અપાવે છે . 15 જાન્યુઆરી 1949 ના આ ઐતિહાસિક દિવસે બ્રિટિશ સેનાના છેલ્લા અધ્યક્ષ લેફટનન્ટ ફ્રાન્સીસ બુચર ના સ્થાને ફીલ્ડ માર્શલ લેફ્ટનન્ટ જનરલ કે.એમ. કરીઅપ્પા સેનાધ્યક્ષ બન્યા તે ઐતિહાસિક અને ગૌરવ પ્રદ દિવસની યાદમાં ભારતીય આર્મી ભારતીય સેના દિવસ ઉજવણી કરે છે .
INDIAN ARMY DAY 2023 THEME
દરેક વર્ષે સેના દિવસ ઉજવણી ની થીમ અલગ અલગ રાખવામાં આવે છે . ઈન્ડિયા સેના દિવસ 2023 ની થીમ છે INDIAN ARMY DAY 2023 THEME ‘ગ્રામ સેવા દેશ સેવા’ દર વર્ષે ભારતની રાજધાની દિલ્હીમાં ભારતીય સેના દિવસની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવતી હતી . આ વખતે સેના દિવસની ઉજવણી કર્ણાટકના બેંગલુરુમાં કરવામાં આવશે .આપણા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી ની પ્રેરણાથી લોકભાગીદારી અને લોકોને સેના પ્રત્યે વધુ જાગરૂક કરવાના ઉમદા ભાવ સાથે આ કાર્યક્રમ દેશના વિવિધ સ્થળોએ યોજાશે.
ફીલ્ડ માર્શલ લેફ્ટનન્ટ જનરલ કે.એમ. કરીઅપ્પાની યાદમાં આર્મી દિવસની ઉજવણી
જેમની યાદમાં 15 જાન્યુયારીનો ભારતીય સેના દિવસ યોજાઇ રહ્યો છે. તે આપણી સેનાના (ભારતીય આર્મી )ફીલ્ડ માર્શલ લેફ્ટનન્ટ જનરલ કે.એમ. કરીઅપ્પાનો જન્મ કર્ણાટકના કુર્ગ ના શનિવર્સાથે નામના સ્થળે 28 જાન્યુઆરી 1899 માં થયો હતો .તેમના પિતા માઠીકેરીમાં મહેસૂલી અધિકારી હતા. તેઓ પાંચ ભાઈબહેન હતાં .તેમણે મુથુમાચીયા સાથે લગ્ન કર્યા હતાં તેમણે બે સંતાનો હતાં .તેમનો પુત્ર કે.સી .કરીઅપ્પા અને પુત્રી નલીની પુત્ર વાયુ સેનામાં ફરજ બજાવતો હતો . ફીલ્ડ માર્શલ લેફ્ટનન્ટ જનરલ કે.એમ. કરીઅપ્પા તેમની 20 વર્ષની નાની ઉંમરે બ્રિટિશ સેનામાં જોડાયા હતાં. તેમના શૌર્ય ,વીરતા ,પરાક્રમ અને યુધ્ધ કૌશલ્યને લીધે તેઓ ભારતના પ્રથમ ફીલ્ડ માર્શલ બન્યા . તેમણે તેમણે 1947 ના ભારત પાકિસ્તાન યુધ્ધ વખતે તેમની આગેવાનીમાં કુશળતા ,શૌર્ય અને વીરતા પૂર્વક ભારતીય સેનાને ભવ્ય જીત અપાવી . તેમને આવી પરમ વીરતા બદલ ભારત અને ભારત બહાર વિદેશ માં પણ અનેક સન્માન પ્રાપ્ત થયાં . ફીલ્ડ માર્શલ લેફ્ટનન્ટ જનરલ કે.એમ. કરીઅપ્પા વર્ષ 1953 માં સેવા નિવૃત થયા . 15 મે 1993 ના દિવસે 94 વર્ષની ઉમરે તેમનું અવસાન થયું . ભારતના ગૌરવશાળી ઈતિહાસમાં ફીલ્ડ માર્શલ લેફ્ટનન્ટ જનરલ કે.એમ. કરીઅપ્પા નું નામ હમેશાં અમર રહેશે . તેમને કોટી કોટી નમન .
વિવિધ સ્થળોએ સેના દિવસ ની ઉજવણી
ભારતીય આર્મી દિવસ (INDIAN ARMY DAY) સૈન્યના દક્ષિણ કમાનના બેંગલુરુ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવશે .પરંતુ સેનાના જવાનો દ્વારા જુદાં જુદાં 75 ગ્રામ્ય ક્ષેત્રોમાં પણ આ કાર્યક્રમની ઉજવણી કરાશે. આપણા દેશના યુવાન એ આપણું ઉજ્જવળ ભવિષ્ય અને આવતી કાલ છે આપણા દેશના યુવાનો પાસે ભરપૂર કૌશલ્ય અને પ્રમાણિક્તા છે. એટલેજ યુવાનોને સૈન્ય સાથે જોડવાના અને જાગૃતાના અભિગમ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિઓ, અગ્નીપથ સૈન્ય ભરતી યોજના ,સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતાને લગતા વિવિધ કાર્યક્રમો , તેમજ એક ભારત શ્રેષ્ઠ ભારત ધ્યેયને આગળ ધપાવતા વિવિધ સાંસ્કૃતિ કાર્યક્રમોમાં યુવાનોને જોડવામાં આવશે .વિવિધ રમતો અને મૈત્રીપૂર્ણ મેચોનું આયોજન પણ કરાશે . આમ 75 મો સેના દિવસ સેના અને નાગરિકો માટે પરસ્પર જોડવાનો એક મહત્વપૂર્ણ અવસર પણ બનશે.
Read More :- ૨૬ મો રાષ્ટ્રીય યુવા દિવસ
બેંગલુરુ મુકામે સેના દિવસની ઉજવણી
બેગલુરુ ખાતે ભારતીય સેના દિવસ ૨૦૨૩ ની ઉજવણીમાં સૈન્ય પરેડ યોજાશે .સૈન્યના અધ્યક્ષ પરેડનું નિરીક્ષણ કરશે . સૈન્યના વિવિધ શસ્ત્રો અને ઉપકરણોનું પ્રદર્શન પણ યોજવામાં આવશે. આપણા દેશના વીર જવાનો જે માતૃભૂમીની રક્ષા કરતા શહીદ થયા તેમને સેનાધ્યક્ષ મનોજ પાંડે પુષ્પાંજલી અર્પણ કરશે . દેશની રક્ષા કરનાર જાંબાઝ વીર શૈનિકોને લેફટનન્ટ જનરલ એ.કે.સિંહ વિશિષ્ઠ સેવા મેડલ અને પ્રશસ્થિપત્ર થી સન્માનીત કરવામાં આવશે . આ પ્રસંગે સેવાકીય પ્રવૃતિઓ , વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિવિધ રમતો દ્વારા સૈન્ય અને યુવાનો દ્વારા મૈત્રી પૂર્ણ રમતો રમાડવામાં આવશે. સૌ દેશવાશીયો અને ભારતીય સેના (INDIAN ARMY) માટેનો સેના દિવસનો કાર્યક્રમ ગૌરવપૂર્ણ અને પ્રેરણા દાયી બની રહેશે . જય હિન્દ .
Read More :- ૧૭મુ પ્રવાસી ભારતીય દિવસ સંમેલન
મિત્રો અમારો આ લેખ આપને ગમ્યો કે નહીં તે અમને કોમેંટમાં જણાવી આપનાં સૂચનો પણ આપશો . અને આવા બીજા લેખો વાંચવા માટે અમારી વેબ સાઈટ જોતા રહેશો .આભાર !!