ગુજરાતી ન્યૂઝ દિન વિશેષ

મારી ભાષા મારું ગૌરવ આંતર રાષ્ટ્રીય માતૃભાષા દિવસ  ꠰ International Mother Language Day 2023

આંતર રાષ્ટ્રીય માતૃભાષા દિવસ
Written by Gujarat Info Hub

આજે એટલેકે 21 ફેબ્રુઆરી  વિશ્વ માતૃભાષા દિવસ 2023 છે . મારી ભાષા મારું ગૌરવ  આંતર રાષ્ટ્રીય માતૃભાષા દિવસ 21 ફેબ્રુઆરી ના દિવસને વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે . માતૃભાષા આપણને પરસ્પર જોડી એક બીજાની ભાવનાઓને સમજવામાં મદદ કરે છે . ભાષા દ્વારા જે તે પ્રદેશની સંસ્કૃતિ અને વિરાસતની  જાળવણી થાય થાય છે .

યુનેસ્કો દ્વારા વિશ્વ માતૃભાષા દિવસની ઘોષણા

આજે વૈશ્વિકરણ થતાં ભાષાઓ લુપ્ત થવાની કગાર પર છે ત્યારે યુનેસ્કો દ્વારા 17 નવેંબર 1999 ના રોજ જનરલ સભા દ્વારા 21 ફેબ્રુઆરીના દિવસને  વિશ્વ માતૃભાષા  તરીકે ઉજવવાની ઘોષણા કરવામાં આવી હતી .  અને સૌ પ્રથમ 21 ફેબ્રુઆરી 2000 ના દિવસે પ્રથમ વખત વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી .

2023 માતૃભાષા દિવસ થીમVishv Matrubhasha divas Theme

દરેક વર્ષે અલગ અલગ થીમ ઉપર વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે .  આ વર્ષ 2023 માતૃભાષા દિવસ થીમ Vishv Matrubhasha divas Theme  : ‘’Multi lingual Education-A Necessity to transfor ’’ Education (બહુભાષી શિક્ષણ –શિક્ષણ ને બદલવાની જરુરીયાત)  આપણા ભારતમાં જ 22 માન્ય ભાષાઓ ઉપરાંત 1635 ભાષાઓ પણ છે.

21 ફેબ્રુઆરી દિવસ પસંદગીનો ઇતિહાસ

પાકિસ્તાન સરકારની ભાષા નીતિના કારણે બાંગ્લાદેશની બંગાળી ભાષાને તે વખતની પાકિસ્તાન સરકાર દ્વારા કોઈ માન્ય દરજ્જો ના આપવામાં આવતાં બાંગ્લાદેશના નેતાઓ ,કોલેજના વિધાર્થીઓ અને ભાષા પ્રેમીઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું . સરકારે તેમના ઉપર લાઠીઓ અને ગોળીઓ ચલાવી , કેટલાય આંદોલન કારીઓ શહીદ થયા . આખરે સરકારે આંદોલનકારીઓ ની માગને સ્વીકારી બંગાળી ભાષાને અધિકૃત ભાષાનો દરજ્જો આપ્યો. આ 21 ફેબ્રુયારીની આ ઘટનાની ઐતિહાસિક યાદમાં અને બંગાળી ભાષા માટેના આંદોલન ના આ શહીદોને શ્રધ્ધાંજલી રૂપે 21 ફેબ્રુઆરી દિવસને વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવવાની યુનેસ્કો એ ઘોષણા કરી .  

વિશ્વ ગુજરાતી ભાષા દિવસ  ꠰  Vishv Gujarati Bhasha Divas

ગુજરાતી ને ભારતના સવિધાને કલમ 8 માં અધિકૃત ભાષાનો દરજ્જો આપ્યો છે . ગુજરાતી મારી માતૃભાષા છે . એને એટલેજ હું મારી માતૃભાષાને પ્રેમ કરું છું .બાને પ્રેમ કેવી રીતે કરાય એ ભલા બાળકને ક્યાં શીખવવું પડે .

ગુજરાતી ભાષા ગુજરાત અને સમગ્ર વિશ્વમાં વત્તા ઓછા પ્રમાણમાં બોલવામાં આવતી ઈન્ડો આર્યન કુળની ભાષા છે . ગુજરાતી ગુજરાત અને નજીકના કેન્દ્ર સાસિત પ્રદેશો દીવ,દમણ વગેરે પ્રદેશની ભાષા છે . છતાં ભારતનાં તમામ રાજ્યો સહિત વિદેશોમાં ગુજરાતીઓ ઘણા છે .પૂર્વના દેશોની સરખામણી એ પશ્ચિમ ના દેશોમાં ઘણા ગુજરાતીઓ ગુજરાતી ભાષાનું ગૌરવ વધારી રહ્યા છે .

આંકડાની દ્રષ્ટિએ વાત કરીએ તો 2011 ની વસતિ ગણતરી મુજબ ગુજરાતી ભાષા છઠ્ઠા ક્રમે આવે છે . જે અંતર્ગત 5.6 ટકા લોકો ગુજરાતી ભાષા બોલે છે . જે ભારતની કુલ વસતિ ના 4.5  ટકા થાય છે.  જ્યારે સમગ્ર  વિશ્વમાં 6.55 ટકા લોકો પોતાની ભાષા ગુજરાતી હોવાનું જણાવે છે .  અમેરિકા અને કેનેડામાં સૌથી વધુ બોલાતી ભાષા ગુજરાતી છે . ગુજરાતી સંસ્કૃત મૂળની  ઈન્ડો આર્યન કુળની ભાષા છે . 12 મી સદીથી ગુજરાતી ભાષા સાહિત્યક સ્વરૂપની ભાષા બની . કવિ નરસિંહ મહેતા એ ગુજરાતી ભાષાની કવિતાને સાહિત્ય સ્વરૂપ આપ્યું .

વિશ્વ ગુજરાતી ભાષા દિવસ  (કવિ નર્મદ નો જન્મ દિવસ )

ગુજરાતી ભાષા ના ગધ સ્વરૂપની વાત કરીએ તો કવિ નર્મદને અર્વાચીનો માં આધ ગણવામાં આવ્યા છે

ગુજરાતી ભાષાને સાહિત્ય સ્વરૂપ આપવાનો શ્રેય કવિ નર્મદ ને જાય છે .એટલેજ તેમને ગુજરાતી ગધ ના પિતા કહ્યા છે. કવિ નર્મદે જ ગુજરાતી સાહિત્યને નવી દિશા આપી છે . તેથીજ તેમના જન્મ દિવસને 24 ઓગસ્ટ વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે .24 ઓગસ્ટ 1833 ના રોજ સુરતમાં જન્મેલા કવિ નર્મદ એટલે નર્મદાશંકર લાલશંકર દવે એમના પછી ગુજરાતી ભાષાને ગૌરવ અપાવનાર આપણા ઘણા સાહિત્યકારોમાં ગોવર્ધન રામ ,કાન્ત , વગેરે મુખ્ય છે . તેથીજ આજે વિશ્વ માતૃભાષા દિવસ છે અને મારી માતૃ ભાષા ગુજરાતી છે . મારી ભાષા મારું ગૌરવ અને મારી માતૃભાષાને ગૌરવ અપવાવનાર કવિ નર્મદ નું પાવન સ્મરણ કરી ગુજરાતી ભાષાનું ગૌરવ વધારીએ . ગુજરાતી ભાષા વિશ્વમાં મોખરે છે અને મોખરે રહેશે .

ગુજરાત ગૌરવ ગાથા ગીત Gjarat Gaurav Gatha Git

આપણા સાહિત્ય કારોએ ગુજરાતી ભાષાને ગૌરવ અપાવતી અનેક સુંદર ગુજરાતી માતૃભાષા દિવસ કવિતાઓ નું સર્જન કર્યું છે . તેમાંની કેટલીક નીચે મુજબ છે .

મળી મુજને માતૃભાષા મને ગુજરાતી –ઉમાશંકર જોશી

દિલની ભાષા મારી ભાષા ગુજરાતી –રમેશ આચાર્ય

યશ ગાથા ગુજરાતની –કવિ નર્મદ

એટલેજ કોઇકે કહ્યું છે .

જે ભાષા તમને પોતાને જીવાડતીહોય એને

બચાવવાનું તમારું કોઈ ગજું ખરું “

કવિ રઈશ મણિયારે સરસ કહ્યું છે .

મેં તારા નામનો ટહુકો   અહીં છાતીમાં રાખ્યો છે .

ભૂંસાવા ક્યાં દિધો કક્કો હજી પાટીમાં રાખ્યો છે .

ખલક કાંઈક કેટલાય ખૂંદયા   બધાની ધૂળ ચોંટી છે .

હજી પણ મારો ધબકારો મેં   ગુજરાતીમાં સાચવી રાખ્યો છે .

આપ સૌ વાચક મિત્રોને વિશ્વ માતૃભાષા દિવસ 2023 ની ખૂબખૂબ શુભ કામનાઓ !

આ પણ જુઓ :- દિન વિશેષ ફેબ્રુઆરી

                                   મિત્રો આજનો અમારો આ Inter National Mother Language Day ꠰ આંતર રાષ્ટ્રીય માતૃભાષા દિવસ નિબંધ અથવા વિશ્વ માતૃભાષા દિવસ (Vishv Matru Bhasha Divas 2023 ) અથવા વિશ્વ ગુજરાતી ભાષા દિવસ અથવા મારી ભાષા મારુ ગૌરવ અથવા માતૃભાષા દિવસ સ્પીચ Matru Bhasha Divas spich અને ગુજરાતી ગૌરવગાથા ગીત Gujarati Gaurav Gatha Git કેવો લાગ્યો તે અમને કોમેંટમાં જણાવશો .અને બીજા આવા આર્ટીકલ વાંચવા અમારી વેબ સાઇટ જોતા રહેશો .

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment