ક્રિકેટ

IPL Schedule 2023: આઈપીએલ 2023 નો કાર્યક્રમ જુઓ, આવતી કાલે અમદાવાદમાં રમાશે પ્રથમ મેચ

આઈપીએલ 2023 કાર્યક્રમ
Written by Gujarat Info Hub

IPL Schedule 2023 List in Gujarati: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 ની સિઝન ૧૬ મી નું મેચ ટાઈમ ટેબલ બહાર પડી ગયું છે. જે ક્રિકેટ પ્રેમીઓ આઈપીએલ 2023 ના કાર્યક્રમ ની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેમને જણાવી દઈએ કે આઈપીએલની ઓપનિંગ મેચ ગુજરાત ટાઈટન અને ચેન્નાઈ સુપર કિંગ વચ્ચે ૩૧ માર્ચ ના રોજ અમદાવાદ ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માં ખેલાશે. તો જો તમે ગુજરાત ના રહેવાસી છો તો આ મેચ ને મિસ ના કરી શકો.

IPL 2023 માં કુલ ૧૦ ટીમ એક બીજા સામે કુલ ૭૪ મેચ રમશે જે ૩૧ માર્ચ થી લઈને ૨૮ મે સુધી ચાલશે. આઈપીએલ ની સિઝન ૧૬ માં કુલ 52 દિવસ સુધી ચાલશે જેમા પ્રથમ ૭૦ મેચ લિગ મેચ ૨૧ મે સુધી રમાશે ત્યારબાદ કોલીફાયર ૧ , એલીમિનેટર મેચ, કોલિફાયર ૨ અને ફાઈનલ ૨૮ મે ના રોજ અમદાવાદ્ના નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે આઈપીએલ ૨૦૨૩ નુ સમાપન થશે.

જો સ્ટેડીયમ ની વાત કરીએ તો આ વખતે થોડા નવા વેન્યુ એડ કરતા કુલ ભારતના કુલ ૧૨ અલગ અલગ સ્ટેડીયમમાં ૭૪ મેચ રમાશે. દરેક ટીમ કુલ ૧૪ લીગ મેચ રમશે. 

હવે આપણે અહીંથી આઈપીએલ 2023 લાઈવ સ્કોર, આઈપીએલ 2023 કાર્યક્રમ , આઈપીએલ 2023 ટીમ, આઈપીએલ પોઇન્ટ ટેબલ 2023 ( IPL Schedule, Venue, Player List, Stadium, New Rules ) વગેરેની ચર્ચા ડિટેલ્સ માં કરીશું

TATA IPL Schedule 2023 in Gujarati

આર્ટીકલઈન્ડિયન પ્રિમિયર લીગ ૧૬ (IPL 2023)
આઈપીએલ આયોજન કર્તાભારત ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)
શરૂઆત તારીખ૩૧ માર્ચ ૨૦૨૩
કુલ ટીમ ૧૦
કુલ મેચ ૭૪
આઈપીએલ સિઝન ૧૫ ની વિજેતા ટીમગુજરાત ટાઈટન
લાઈવ સ્ટ્રીંમીંગસ્ટાર સ્પોર્ટ, વુટ એપ, જિઓ સિનેમા
ઓફીસીયલ વેબસાઈટwww.iplt20.com

આઈપીએલ સીઝન ૧૬ નું ઓકશન ૨૨ ડિસેમ્બર ૨૦૨૨ ના રોજ કોચી ખાતે આયોજીત કરવામાં આવેલ હતુ. જેમાંં પંજાબ કિંગ દ્વારા સેમ કરન માટે IPL ૨૦૨૩ ની હાઈએસ્ટ બીડ લાગાવી કુલ ૧૮.૫૦ કરોડ માં ખરીદવામાં આવેલ છે. સેમ કરન ઈગ્લેંંડ ટીમ માં ઓલરાઉન્ડર પ્લેયર તરીકે ભુમિકા નિભાવે છે. આવો જોઈએ Indian Premier League 2023 નું આઈપીએલ કાર્યક્રમ.

આઈપીએલ કાર્યક્રમ 2023

IPL Schedule 2023

આઈપીએલ ના શેડયુલ ની પીડીએફ ડાઉનલોડ અહીથી કરો

ઉપર અમે આઈપીએલ ૨૦૨૩ કાર્યક્રમ ની પીડીએફ અમે અહીં શેર કરેલ છે જે તમે ઉપર આપેલ ડોઉનલોડ બટન પર ક્લિક કરી ડાઉનલોડ કરી શકો. આ IPL 2023 ટાઈમ ટેબલ માં કુલ ૭૦ મેચ દર્શાવેલ છે જે લીંગ મેચ નું ટાઇમ ટેબલ છે ત્યારબાદ ૪ મેચ માં ૨ કોલીફાયર, ૧ એલીમેટર અને છેલ્લે ફાઈનલ જે ૨૮ મે ના રોજ યોજવામાં આવશે. કોલીફાયર અને એલીમેટર ની તારીખ હજું જાહેર કરાઈ નથી જે ૨૧ મે થી ૨૭ મે ના વચ્ચે ના દિવસો માં રમાશે.

આઈપીએલ 2023 ટીમ લિસ્ટ (IPL Team List with Captain)

આઈપીએલ ની ૧૬ મી સિઝન માં કુલ ૧૦ ટીમ રમશે. જેનું કપ્તાન સાથે નુ લિસ્ટ નિચે મુજબ છે.

ક્રમ નંટીમ નું નામ કપ્તાન નામ
ચેન્નઈ સુપર કિંગ (CSK)મહેન્દ્ર સિંહ ધોની
દિલ્લી કૈપિટલ્સ (DC)ડેવિડ વોર્નર
સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)એડન મારક્રમ
રોયલ ચૈલેંજર્સ બેંંગલુરુ (RCB)ફાફ ડુ પ્લેસિસ
પંજાબ કિંગ્સ (PBKS)શિખર ધવન
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)શ્રેયસ અય્યર
મુંબઈ ઈંડિયંસ (MI) રોહિત શર્મા
રાજસ્થાન રોયલ્સ (RR)સંજુ સૈમસન
લખનઉ સુપરજાઈન્ટ (LSG)કે.એલ.રાહુલ
૧૦ગુજરાત ટાઈટન (GT)હાર્દિક પંડયા
IPL 2023 Team List in Gujarati

આઈપીએલ 2023 ગ્રુપ ( IPL Group List 2023)

બીસીસીઆઈ બોર્ડ દ્વારા IPL 2023 ની ટીમો ને 2 ગ્રુપ માં ૧૦ ટીમો ને ડિવાઈડ કરવામાં આવે છે, પણ આ વખત હજુ સુધી IPL Group List બહાર પડ્યું નથી જેથી આઈપીએલ ૨૦૨૨ નું ગ્રુપ લિસ્ટ નિચે મુજબ છે નવું લિસ્ટ અપડેટ થશે એટલે અમે અહીં મુકીશું.

ગ્રુપ A :-

  • મુંબઈ ઈંડિયંસ (MI)
  • કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)
  • રાજસ્થાન રોયલ્સ (RR)
  • લખનઉ સુપરજાઈન્ટ (LSG)
  • દિલ્લી કૈપિટલ્સ (DC)

ગ્રુપ B :-

  • ચેન્નઈ સુપર કિંગ (CSK)
  • સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)
  • રોયલ ચૈલેંજર્સ બેંંગલુરુ (RCB)
  • પંજાબ કિંગ્સ (PBKS)
  • ગુજરાત ટાઈટન (GT)

આઈપીએલ મેચ 2023 વેન્યુ ( IPL Venue 2023)

આઈપીએલ 2023 ની ૭૪ મેચ ભારતના અલગ અલગ ૧૨ શહેરો માં રમાશે. જેમાં પ્રથમ મેચ અમદાવાદ માં અને ફાઈનલ પણ અમદાવાદ માં ખેલવામાં આવશે. આઈપીએલ મેચ વેન્યુ સીટી નિચે મુજબ છે.

  • અમદાવાદ
  • મુંબઈ
  • મોહાલી
  • હૈદરાબાદ
  • લખનઊ
  • બેગલુરુ
  • ચેન્નઈ
  • દિલ્લી
  • જયપુર
  • કોલકાતા
  • ગુવાહાટી
  • ધર્મશાલા

આઈપીએલ ક્રિકેટ મેચ લાઈવ પ્રસારણ ( IPL Live Streaming)

IPL Live Streaming in T.V : ટી.વી પર આઈપીએલ લાઈવ મેચ જોવા માટે તમે સ્ટાર સ્પોર્ટસ ૧ તથા સ્ટાર સ્પોર્ટ ૩ પર લાઈવ મેચ હિન્દી અને ઇગ્લેશ કોમેન્ટરી સાથે જોઈ શકશો, જેના ટી.વી રાઈટ્સ સ્ટાર સ્પોર્ટ એ ૨૩,૫૭૫ કરોડ માં ખરિદયા હતા.

IPL Live Streaming in Mobile : આઈપીએલ ની સિઝન ૧૬ ના લાઈવ સ્ટ્રીમીંગ પાર્ટનર વાયકૉમ18 છે. તો તમે IPL 2023 ની લાઈવ મેચ મોબાઈલ માં જોવા માટે વુટ (Voot) એપ દ્વારા જોઈ શક્શો અને ફ્રી માં જોવા માંગો છો તો જિયો સિનેમા ( Jio Cinema) એપ પર પણ જોઈ શકશો.

આઈપીએલ ૨૦૨૩ ની લાઈવ સ્ટ્રિમિગ તમે ૧૧ જુદી જુદી ભાષાઓમાં જોઈ શકશો, જેમાં ભોજપુરી ને પણ સામીલ કરવાંમાં આવેલ છે.

જો તમે આઈપીએલ 2023 ને રેડીયો માં સભળવાં માગો છો તો તેનું પ્રસારણ Cricket Radio, 89.1 Radio 4 FM, Gold 101.3 FM માં થશે.

આઇપીએલ નો લાઈવ સ્કોર તથા પોઈન્ટ ટેબલ તમે ક્રિક બઝ (Crickbuzz) અને આઈપીએલ ની ઓફીસિયલ વેબસાઈટ www.iplt20.com પર જઈ જોઈ શક્શો.

આઈપીએલ હરાજી 2023 ( IPL Auction 2023)

IPL Auction 2023 : આઈપીએલ ની હરાજી ૨૨ ડિસેમ્બર ૨૦૨૨ ના રોજ કોચી ખાતે યોજાઈ ગઈ જેમાં ૪૦૫ ખેલાડીઓ ઓકશન માં મુકાયા હતા તેમાંથી ૮૦ ખેલાડી વેચાયા છે. કુલ ૨૯ વિદેશી ખેલાડી અને ૫૧ ભારતીય ખેલાડીઓની ખરીદી થઈ.

IPL સિઝન ૧૬ નો સૌથી મોઘો ખેલાડી સેમ કરન છે હે ૧૮.૫૦ કરોડમાં પંંજાબ કિંગ દ્વારા ખરીદવામાં આવ્યો અને તે આઈપીએલ ઈતિહાસનો પણ હાઈએસ્ટ પેડ પ્લેયર બની ગયો છે. અમે અહી નિચે આઈપીએલ 2023 હરાજીના ટોપ ૧૦ ખેલાડીઓના લિસ્ટ મુકેલ છે.

IPL 2023 Highest Paid Player List in Gujarati

સેમ કરન૧૮.૫૦ કરોડ
કમેરોન ગ્રીન૧૭.૫૦ કરોડ
કે. એલ . રાહુલ૧૭ કરોડ
બેન સ્ટોક૧૬.૨૫ કરોડ
નિકોલસ પુરન૧૬ કરોડ
રોહિત શર્મા૧૬ કરોડ
રિષભ પંત૧૬ કરોડ
રવિન્દ્ર જાડેજા૧૬ કરોડ
ઈશાન કિશન૧૫.૨૫ કરોડ
વિરાટ કોહલી૧૫ કરોડ
IPL Auction 202 Highest Paid Player

IPL 2023 FAQ’s

આઈપીએલ 2023 ક્યારથી ચાલુ થશે ?

આઈપીએલ ૨૦૨૩ ની પહેલી મેચ ૩૧ માર્ચ ૨૦૨૩ ના રોજ અમદાવાદ ખાતે રમાશે ?

આઈપીએલ ની પહેલી મેચ કોની વચ્ચે રમાશે ?

આઈપીએલ સિઝન ૧૬ ની પ્રથમ મેચ ગુજરાત ટાઈટન અને ચેન્નઈ સુપર કિંગ વચ્ચે રમાશે.

આઈપીએલ હરાજી 2023 નો સૌથી મોઘો ખેલાડી કોણ છે ?

આઈપીએલ ના ઇતિહાસ નો અને આ સિઝન નો સૌથી મોઘો ખેલાડી સેમ કરન છે જેને પંજાબ કિંગ દ્વારા ૧૮.૫૦ કરોડ માં ખરદવાંમાં આવેલ છે.

આઈપીએલ મેચ 2023 નું લાઈવ પ્રસારણ ક્યા જોઈ શકાશે ?

લાઈવ આઈપીએલ સ્ટ્રીમિંગ તમે વુટ એપ પર જોઈ શકશો તથા ફ્રી માં જોવા માટે જિયો સિનેમા (Jio Cinema) અને ટી.વી પર સ્ટાર સ્પોર્ટ ૧ તથા ૩ પર જોવા મળશે.

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment