જાણવા જેવું ગુજરાતી ન્યૂઝ

Jantri rates Gujarat: ગુજરાતમાં આજથી નવો રેવન્યુ જંત્રી દર અમલી, જાણો તમારી જમીનના ભાવમાં કેટલો વધારો થશે

jantri rates gujarat 2023
Written by Gujarat Info Hub

Jantri rates Gujarat : આજથી રાજ્યભરમાં નવા જંત્રી ભાવ અમલમાં મુકાઈ ગયા છે, જેમાં ખેતી લાયક જમીન અને બિન ખેતી જમીનના ભાવ બમણા થઈ ગયા છે, બીજી તરફ રહેણાંકના મકાનનો ભાવ ૧.૮ ગણો વધ્યો અને દુકાનના ભાવમાં ૨ ગણો વધારો કરાયો છે. જે લોકોએ ૧૫ એપ્રિલ પહેલા જુના દસ્તાવેજ કરાવી લીધા છે, તેઓ જુના જંત્રી નો ભાવ ૪ મહીના સુધી માન્ય ગણાશે, ત્યારબાદ નવા જંત્રી ભાવ મુજબ વેચાણ કે ખરીદી કરી શકાશે.

ગુજરાતમાં છેલ્લે રેવન્યું જંત્રી દર નો સુધારો વર્ષ ૨૦૧૧ માં કરવામાં આવેલ છે, ત્યારબાદ આ નવા જંત્રી દર ની જાહેરાત થતા રોકાણકારો પોતાની ખરીદેલ મિલકતની નોધણી કરવવાં માટે દોડદામ કરી રહ્યા છે, કેમ કે જંત્રી દર વધતા સ્ટેમ્પ ડ્યુટી અને રજીસ્ટ્રેશન ફી ની આવકામાં પણ વધારો જોવા મળશે. 

જંત્રી દર જેટ્લા ઊંચા મિલકતની બજાર કિંમત તેટલી વધારે થશે. પ્રિમિયમની વાત કરવામાં આવે તો ખેતીની જમીન પરથી ખેતી પર પહેલા ૨૫ ટકા પ્રિમીયમ હતું તેની જગ્યાએ હવે ૨૦ ટકા પ્રિમિયમ લેવાશે, જ્યારે બિન ખેતીની જમીન પર ૪૦ ટકા પ્રિમિયમ ની જગ્યાએ ૩૦ ટકા પ્રિમિયમ લાગું થશે.

નવા જંત્રીનો ભાવ કેવો રહેશે ?

  • રાજ્યમાં ખેતી અને બિનખેતીની જમીનના ભાવમાં બે ગણો વધારો કરવામાં આવેલ છે.
  • પરંતુ જમીનને રહેણાકના દરે ગણના કરવામાં આવે તો તેમાં ૨ ગણાને બદલે ૧.૮ ગણા વધારો, ઓફીસના ભાવ ૨ ગણાને ૧.૫ ગણા અને દુકાનના ભાવ ૨ ગણા જ રહેશે.
  • પ્રિમિયમના દરમાં ખેતીની જમીનમાં ૫ ટકા અને બિનખેતીની જમીનમાં ૧૦% ટકા ઘટાડો જોવા મળેલ છે.
  • વિવિધ ઝોનમાં પઈડ FSI માટે જંત્રી ૫% થી ૪૦% સુધી કરાઈ છે.

ગુજરાત જંત્રી દર ઓનલાઈન કેવી રીતે ચકાશવો ?

Jantri rates Gujarat: ગુજરાતની જંત્રીના ભાવ જોવા માટે તમે અમારા નીચેના પગલાં જોઈ શકો છો.

  • સૌ પ્રથમ ગુજરાતના મહેસુલ વિભાગના સ્તાવાર પોર્ટલ પર જાઓ જેની લીંક નીચે મુજબ છે. https://revenuedepartment.gujarat.gov.in/ 
  • હવે હોમપેજ પર “Jantri” બટન પર ક્લિક કરો.
  • હવે તમારી સામે નવું મેપ ખુલશે જેમાં તમારે જીલ્લાની જંત્રી જોવી હોય તેના પર ક્લિક કરો.
Jantri Rates Gujarat Online
  • હવે નવા પેજમાં તમાર તાલુકો, ગામ, સર્વે નંબર અને જમીનનો પ્રકાર પસંદ કરો.
  • ત્યારબાદ જંત્રી જોવા માટે “Show Jantri” બટન પર ક્લિક કરતા તમેને નીચે મુજબ તમારી જમીનનો જંત્રી ભાવ જોવા મળશે.

આવી રીતે તમે તમારી જમીનના જંત્રી દર ચકાશી શકો છો, જો તમે ઈ-ધારા કેન્દ્ર માંથી જંત્રી ના ભાવ મેળવવા માગતા હોવ તો તેના માટે અરજી કરવાની રેહશે, જેમાં તમારુ નામ, સર્વે નંબર, ગામ, ખેતીનો પ્રકાર બધી વિગત નાખી અરજી કરી સંબધિત તાલુકા મથકે જમાં કરવાની રહેશે.

આ પણ વાંચો :- AnyRoR Gujarat 7 12 8અ ના ઉતારા

જંત્રી ના દરનો ઉપયોગ અત્યારે બધી જગ્યાએ થાય છે, જેમ કે બેંક માં લોન મેળવતા સમયે, લોનમાં વધારો કરવવા સમયે, વિઝા માટે અરજી કરવા સમયે, તમારી આવક અને ટેકસની ગણતરી સમયે પણ જ્ન્તરી ને ધ્યાન માં લેવાય છે. 

તો મિત્રો, Jantri rates Gujarat ને ઓનલાઈન કેવી રીતે તપાસવો તે વિગત તમે અહિથી મેળવી જો તમે આવી લેટેસ્ટ માહિતી જોવા માગતા હોવ તો અમારી વેબસાઈટ ને જોતા રહો.

Jantri rates Gujarat – FAQ’s

જંત્રી કેવી રીતે ગણાય ?

જંત્રી એ એક કાનુની દસ્તાવેજ છે જેના દર સરકાર દ્વારા સમયાંતરે વિવિધ પરિબળોને ધ્યાનમાં લઈ નક્કી કરવામાં આવે છે, જેમાં ગણતરી સમયે મિલકતનો પ્રકાર, ઈન્ફ્રાસ્ટ્રેકચર, જાળવણી અને લોકેલીટી ની આધાર પર જંત્રી દર નક્કી કરવામાં આવે છે.

જંત્રી દર પ્રમાણપત્ર કોના દ્વારા આપવામાં આવે છે ?

મામલતદાર દ્વારા જંત્રીનું પ્રમાણપત્ર આપવામાં આવે છે.

જંત્રી દરનું પ્રમાણપત્ર કેટલા દિવસમાં મળે છે?

જંત્રી અંગેનુ પ્રમાણપત્ર અરજી કર્યાના ૩૦ દિવસમાં મળે છે.

ખેતી અને બિન ખેતીની જમીનનો જંત્રી ભાવ કેટલો છે ?

૧૫ એપ્રિલ ૨૦૨૩ બાદ ખેતી અને બિન ખેતીની જમીનનો જંત્રી દરમાં ૨ ગણો વધારો થયો છે.

About the author

Gujarat Info Hub

Leave a Comment