Investment

LIC Jeevan pragati Plan : LICની આ સ્કીમ પાકતી મુદતે આપે છે પુરા 28 લાખ રૂપિયા, એ પણ દૈનિક માત્ર રૂપિયા 200 ના રોકાણ પર,વિગતવાર જાણો અહીથી.

LIC Jeevan Pragati Plan
Written by Gujarat Info Hub

LIC Jeevan pragati Plan: નમસ્કાર મિત્રો,  આજે હું તમને LIC નું એક જોરદાર પોલિસી વિશે બતાવવા જઈ રહ્યો છું. ભારતમાં એલ.આઈ.સી. સમયાંતરે વિવિધ નવા નવા આકર્ષક પ્લાન લોન્ચ કરે છે. તેમાં બાળકોથી માંડી વૃધ્ધો માટેના ઘણા આકર્ષક પ્લાન શરૂ કરે છે. આજે હું તમને LIC ની જીવન પ્રગતિ પ્લાનની વાત કરી રહ્યો છુ.

દરેક વ્યક્તિ ઇચ્છતી હોય છે કે પોતાની કમાણીનાં નાણાં યોગ્ય જગ્યાએ સુરક્ષિત હાથોમાં રહે અને તેમને એમના નાણાંનું પૂરેપૂરું વળતર મળે.તેથીજ ભારતના મોટા ભાગના લોકો કોઈને કોઈ રીતે  LIC  ની કોઈને કોઈ સ્કીમ સાથે જોડાયેલા હોય છે. એ બચતના ભાવથી હોય કે વીમા લાભ મેળવવા માટે હોય પરંતુ LIC હજી સુધી સૌના ભરોસાપાત્ર છે. આજે હું તમને LIC ની એક જોરદાર પોલિસી  પ્રગતિ પ્લાન તે વિશે જણાવવા જઈ રહ્યો છું. LIC  ની આ સ્કિમ મુજબ  જો તમે દરરોજ રૂપિયા 200 ની બચત કરો છો, તો તમને પુરા 28 લાખ રૂપિયા એલ.આઇ.સી દ્વારા ચૂકવવામાં આવે આવશે.

LIC Jeevan pragati Plan

LIC  ની આ પોલીસી ખરીદવાની પાત્રતા  :

વ્યક્તિ પોતાના નામે,પોતાની પત્નીના નામે કે પોતાના બાળકોના નામે આ પોલીસી લઈ શકે છે. આ પોલીસી લેવા માટે વ્યક્તિની ઉંમર 12 વર્ષથી ઓછી નહીં અને 45 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. જો તમે દરરોજ રૂપિયા 200 ની બચત કરો છો તો એક મહિનાની રકમ ₹6,000 ની થશે હવે આ રીતે ગણતા વર્ષના કુલ રૂપિયા 72,000 થાય. અને  તે 20 વર્ષની મુદતમાં 1440000 રૂપિયા થશે. તમારે આ નાણાંનું રોકાણ 20 વર્ષ માટે કરવાનું છે 20 વર્ષ પૂરા થતા એલ.આઇ.સી તમને પુરા 28 લાખ રૂપિયા ચુકવશે.

દર પાંચ વર્ષે જોખમની રકમમાં વધારો :

આ 20 વર્ષના સમયગાળામાં વિમાધારકનું મૃત્યુ થાય તો LIC  તેણે રોકેલા વાર્ષિક નાણાં પર બોનસ પણ ચુકવતી હોય છે.આ પોલીસી અંતર્ગત દર પાંચ વર્ષે જોખમની રકમમાં વધારો કરવામાં આવતો હોઈ વિમાની રકમના સિમ્પલ બોનસની સાથે ફાઇનલ બોનસની ગણતરી કરી વિમાધારકનાં પરિવારને ચૂકવવામાં આવે છે. આમ આ પોલીસી ધારક માટે બચત સાથે જોખમ સામે લાભ પણ આપે છે.

જરૂરી ડોક્યુમેન્ટ :

 આધારકાર્ડ

 પાનકાર્ડ

 બેંક પાસબુક ની નકલ

 ફોન નંબર

આ સ્કીમ માં કેવી રીતે જોડાવું :

આપ સૌપ્રથમ આપની નજીકની એલ.આઇ.સી શાખામાં જઈ LIC Jeevan Pragati Scheme માટેનું અરજી ફોર્મ મેળવો ત્યારબાદ તેને કાળજીપૂર્વક ભરો.  જરૂરી તમામ ડોક્યુમેન્ટ જોડો અને પ્રીમિયમની રકમ ચૂકવો. એલઆઇસી દ્વારા તમને પ્રીમિયમ  નાણાં ચૂકવવાની પહોંચ અને પોલિસી દસ્તાવેજ આપશે જે તમારે સાચવી રાખવાના રહેશે. તમે ત્રિમાસિક, છ માસિક અથવા વાર્ષિક પ્રિમિયમ ચૂકવવાનો વિકલ્પ પસંદ કરી શકો છો.

મિત્રો,અમોને અમોને વિવિધ માધ્યમો દ્વારા મળતી માહિતી અહી આપના માટે રજૂ કરીએ છીએ. LIC ની જીવન પ્રગતિ સ્કિમ અને બીજી વિવિધ સ્કીમો વિશે જાણવા માટે LIC ની નજીકની શાખા અથવા અધિકૃત એજન્ટનો સંપર્ક કરી શકો છો . અમારો આજનો આર્ટીકલ વાંચવા બદલ આપનો ખૂબખૂબ આભાર !

આ પણ વાંચો : આ સોલર કંપનીના શેરોમાં જોરદાર ઉછાળો, કારણ કંપનીને મળેલા અઢળક ઓર્ડર

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment