આધાર કાર્ડ

આધાર કાર્ડ સાથે મોબાઇલ નંબર લિંક કરો । Link Mobile Number to Aadhar Card Online in Gujarati

આધાર કાર્ડ મોબાઇલ નંબર લિંક
Written by Gujarat Info Hub

Link Mobile Number to Aadhar Card Online at Home in Gujarat: મિત્રો આધાર કાર્ડ સાથે મોબાઇલ નંબર લિંક કરવું અનિવાર્ય છે. આજના ડિજિટલ યુગમાં આધારકાર્ડ નું મહત્વ કેટલું છે તે દરેક લોકો જાણે છે કેમ કે કોઈપણ પુરાવા સાથે અથવા બેન્ક માં ખાતું ખોલવું હોય તો આધારકાર્ડ ફરજીયાત છે. તો મિત્રો જો તમારો નંબર જ લિંક ના હોય તો તમને કોઈક જગ્યાએ પ્રોબ્લેમ આવી શકે તે માટે જલ્દી અમારો આ બ્લોગ વાંચી અને તમારું આધાર સાથે તમારો મોબાઈલ નંબર લિંક કરો.

મિત્રો આધાર કાર્ડ મોબાઇલ નંબર લિંક કરવા માટે તમે અમારા નીચેના સ્ટેપ જુઓ અને અમે અહીં બીજી ઓફલાઈન માહિતી પણ આપી છે જેના દ્વારા તમે તમારા નજીકના CSC center થી પણ લિંક કરાવી શકો છો

આધાર કાર્ડ મોબાઇલ નંબર લિંક – Link Mobile Number to Aadhar Card Online Steps

Enrolment center દ્વારા

મિત્રો, આધાર કાર્ડ મોબાઇલ નંબર લિંક કરવાના બે પ્રોસેસ છે તેમાં સૌ પ્રથમ તમે Enrolment center દ્વારા નિચેના સ્ટેપ ફોલોવ કરી ને તમારુ ઓનલાઈન અપોઈન્ટમેન્ટ બૂક કરાવી શકો છો તેના સ્ટેપ નિચે મુજબના છે તે જુઓ

  • ત્યારબાદ નવા પેજ માં તમારુ લોકેશન સિલેક્ટ કરી ને “Procced to Book Appointment” પર ક્લિક કરો.
  • જો તમારુ લોકેશન ના મળતુંં હોય તો ડાયરેકટ નિચેના બિજા ઓપશન “Procced to Book Appointment” પર ક્લિક કરી શકો
  • હવે નવું પેજ ખુલશે જેમાં તમારે “resident type” માં “Indian resident” પસંદ કરો
  • ત્યાર બાદ લોગીન માં મોબાઈલ નંબર પસંદ કરી નીચે આપેલ બોક્સ માં તમારો મોબાઈલ નંબર નાખી કેપચા કોડ નાખી “send otp” બટન પર ક્લિક કરો.
  • ત્યારબાદ મોબાઈલ માં આવેલ otp નાખી “submit otp & password ” બટન પર ક્લિક કરો.
  • હવે તમારું આધારકાર્ડ મુજબ નામ અને આધાર નંબર લખવાનો રહેશે.
  • હવે તમારે ઓનલાઇન પેમેન્ટ કરવાનું રહેશે જે રુ 50 છે
  • ત્યારબાદ તમારી oppointment સિલેક્ટ કરવાની રહેશે જે ટાઈમે તમે ફ્રી હોવ.
  • હવે તમે નજીકના csc center પર જઈ આધાર સાથે મોબાઈલ નંબર લીક કરાવી શકો છો.

હવે તમે નજીકના CSC Center પર જઈ ને આધાર કાર્ડ મોબાઇલ નંબર બદલવો અને બીજા આધાર કાર્ડ સુધારો પણ કરાવી શકો છો. અને મિત્રો આધાર કાર્ડ લિંક કરવા માટે તમારે આધાર કાર્ડ ની ઓરીજનલ કોપી વગર બીજી કઈપણ વધારાના ડોક્યુમેન્ટ ની જરુર પડતી નથી.

પોસ્ટ ઓફીસ દ્વારા

મિત્રો, ઉપર તમે જોયુ કે Enrolment center દ્વારા તમે આધાર કાર્ડ મોબાઇલ નંબર બદલવો કે લીંંક કરી શકો છો તેવી જ રીતે ભારતમાં કોઈપણ પોસ્ટ ઓફીસ દ્વારા તમે આધાર કાર્ડ સાથે મોબાઇલ નંબર લિંક કરાવી શકો છો અને જો નવું અધાર કાર્ડ પણ બનાવા માટે અરજી કરી શકો છો અને કોઇપણ પ્રકારનો આધાર કાર્ડ સુધારો પણ કરાવી શકો છો.

આ પણ વાંચો :- ગુજરાત પોસ્ટ ઓફિસ ભરતી ૨૦૨૩

Aadhar Card Mobile Number Check Status – આધાર કાર્ડ ચેક

મિત્રો, હવે તમે મોબાઇલ નંબર ને આધાર કાર્ડ સાથે લિંક થયો છે કે નહી તેનું સ્ટેટસ ઘરે બેઠા તમારા મોબાઈલ માંથી નિચેના સ્ટેપ ફોલોવ કરી જોઈ શકો છો.

  • સૌ પ્રથમ આધાર કાર્ડ ની ઓફીસીયલ વેબસાઈટ UIDAI પર જાઓ.
  • ત્યા તમને MY Aadhar નો ઓપસન દેખાશે તેના પર ક્લિક કરો .
  • હવે તમારી સામે એક ઓપસન દેખાશે ” Get Aadhar Card ” તેના પર ક્લિક કરો.
  • હવે નવૂ પેજ ખુલશે જેમા “Check Status” પર ક્લિક કરો.
  • હવે નવા પેજ માં Enrolment Number નાખી અને કેપ્ચા કોડ નાખો.
  • હવે “GET Status” પર ક્લિક કરી તમે તમારુ આધારકાર્ડ નું સ્ટેટસ જોઈ શકશો.

આ પણ વાંચો :- આધાર સાથે પાન કાર્ડ લિંક નહીં હોય તો નિષ્ક્રિય થઈ જશે.

Link Mobile Number to Aadhar Card Online: મિત્રો, અત્યારના આધુનિક યુગ માં આધાર કાર્ડ નું મહત્વ કેટ્લું છે તે તમે જાણો છો, પાનકાર્ડ થી લઈને કોઇપણ ડૉક્યુમેન્ટ હોય તેના સાથે આધાર કાર્ડ લિંક હોવું જરુરી છે. અત્યારે જેમ ચુટણી કાર્ડ માં પણ અધારકાર્ડ લીક કરવાની ઝુંંબેશ ચાલું છે. જો તમને આધાર કાર્ડ સાથે મોબાઇલ નંબર લિંક કરવામાં કોઇપણ પ્રકારની મુઝવણ હોય તો અમને નિચે કોમેન્ટ બોક્સ માં જણાવી શકો છો અને આધારકાર્ડ ની આવી તમામ અવનવી માહિતી માટે અમારી વેબસાઈટ ને જોતા રહો.

Spread the love

About the author

Gujarat Info Hub

3 Comments

Leave a Comment