સરકારી યોજનાઓ જાણવા જેવું

Mahila Swavalamban Yojana – મહિલા સ્વાવલંબન યોજના 2023 । Loan Yojana Gujarat

mahila Swavlamban Yojana
Written by Gujarat Info Hub

Loan Yojana Gujarat – Mahila Swavalamban Yojana ꠰ મહિલા સ્વાવલંબન યોજના 2023 |  રૂ. 2 લાખ સુધીની લોન | મહિલાઓ માટેની લોન | ગુજરાત સરકારની યોજના ફોર્મ |લોન યોજના ગુજરાત | મહિલા લોન 2022

ભારત સરકાર હમેશાં નારીશક્તિના ગૌરવ અને  મહિલા શશક્તિકરણ માટે અનેક વિધ યોજનાઓ ચલાવી રહી છે.  મહિલાઓ આત્મનિર્ભર અને શશક્ત  બને તે માટે અનેક યોજનાઓ સ્થાપવામાં આવી છે .  ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ ( Ministry Of Women And Child Development) દ્વારા મહિલા શશક્તિકરણની અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે. તે અંતર્ગત ગુજરાતના મહિલા અને બાળ વિકાસ વિભાગ મહિલા શશક્તિ કરણ ની અનેક યોજનાઓ ચલાવે છે . ગુજરાતના મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તકની મહિલા આર્થિક વિકાસ નિગમ લી . મહિલા સ્વાવલંબન યોજના (Mahila Swavalamban Yojana)  ચલાવે છે . આ એક મહત્વની યોજના છે. આ યોજના મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા સંચાલિત છે . જે મહિલા જાગૃતિ શિબિર ,મહિલા ઉદ્યોગ સાહસિકતા તાલીમ અને મહિલાઓ દ્વારા ઉત્પાદિત વસ્તુઓનું પ્રદર્શન  સહ વેચાણ,મહિલા કલ્યાણ મેળા  અને મહિલાઓ માટેની વ્યવસાયિક તાલીમનું પણ આયોજન કરે છે . ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાઓના આર્થિક વિકાસ માટે મહિલા આર્થિક વિકાસ નિગમ ની રચના કરવામાં આવી છે . જેનો હેતુ મહિલાઓને વ્યવસાય લક્ષી તાલીમ આપી તેમના પરિવારને સુખી  અને આત્મનિર્ભર બનાવવાનો છે . Gujarat Women Economic Development Ltd મહિલાઓને આત્મનિર્ભર બનાવવા લોન સહાય યોજનાનું કામ કરતી સંસ્થા છે. જે સરકારની  જુદી જુદી લોન યોજનાઓનો  લાભ આપી મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનું કાર્ય કરે છે .

મહિલા આર્થિક વિકાસ નિગમ 

સામાજીક અને આર્થિક રીતે ગરીબી હેઠળ નોધાયેલ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા મહિલા આર્થિક વિકાસની રચના વર્ષ 1981 માં કરવામાં આવી છે. આ નિગમ દ્વારા શહેરી અને ગ્રામ્ય વિસ્તારની ગરીબી રેખા હેઠળ નોધાયેલ મહિલા કારીગરોને વ્યવસાયીક તાલીમ, આર્થિક સહાય અને માર્કેટિંગ સપોર્ટ કરી આત્મ નિર્ભર બનાવવામાં મદદ કરે છે . જેથી મહિલાઓ પોતાના પરિવારને સુખી કરી શકે . મહિલા આર્થિક વિકાસ નિગમ ભારતીય કંપની કાયદા 1956 હેઠળ નોધાયેલ છે . જે વ્યાવસાયિક તાલીમ પામેલ મહિલાઓને લોન આપવા માટે બેંકો સાથે જોડાયેલું છે .

Mahila Swavalamban Yojana 2023

મહિલા લોન યોજના એટલે Mahila Swavalamban Yojana જેમાં મહિલાઓને જુદા જુદા ધંધા માટે ગુજરાતની મહિલાઓ લોન માટે અરજી કરી શકે છે. તો આજે આપણે આ સરકારી યોજના નો મુખ્ય હેતુ, પાત્રત, જરૂરી ડોક્યુમેન્ટ અને યોજનનું ફોર્મ વગેરેની વિગત અહિથી મેળવીશું.

  મહિલા સ્વાવલંબન યોજનાનો હેતુ 

આ યોજનાની શરૂઆત 1996 થી કરવામાં આવી છે.  જે આર્થિક અને સામાજીક રીતે ગરીબી રેખા હેઠળ નોધાયેલ  મહિલાને વ્યાવસાયિક તાલીમ આપી, તેમને વ્યવસાય શરૂ કરવા  આર્થિક મદદ કરે છે તેમજ મહિલાઓ  દ્વારા ઉત્પાદિત વસ્તુનું પ્રદર્શન અને વેચાણ કરવા માટે સપોર્ટ પણ કરે છે . સામાજીક ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓ ના માધ્યમથી મહિલા શશક્તિકરણની પ્રવૃતિઓનું આયોજન કરે છે .  આ યોજનાનો હેતુ મહિલાઓને આત્મ નિર્ભર બનાવી તેમના પરિવારને સુખ રૂપ જીવન પ્રદાન કરવાનો છે .

 મહિલા સ્વાવલંબન યોજનાની પાત્રતા

  •     લાભાર્થી મહિલા ગુજરાત રાજ્યનાં વતની હોવાં જોઈએ .
  •     લાભાર્થી આર્થિક રીતે ગરીબી રેખા હેઠળ નોધાયેલા હોવા જોઈએ .
  •     લાભાર્થીની ઉમર 21 થી 50 વર્ષ સુધીની હોવી જોઈએ .
  •    લાભાર્થી મહિલાઓની વાર્ષિક આવક શહેરી વિસ્તારમાં રૂ. 150000 થી વધુ નાં હોવી જોઈએ .
  •    લાભાર્થી મહિલાની વાર્ષિક આવક ગ્રામીણ વિસ્તારમાં રૂ.120000 થી વધુ ના હોવી જોઈએ .

મહિલા લોન યોજનાના લાભ

મહિલા સ્વાવલંબન યોજના અન્વયે મહિલાઓને નવો વ્યવસાય શરૂ કરવા માટે અથવા પોતાના પરંપરાગત વ્યવસાય કે રોજગારી માટે રૂ .2 લાખની સહાય બેંક મારફત આપવામાં આવે છે . આ યોજનામાં પ્રોજેકટ સબસીડી પ્રોજેક્ટના 15 %  અથવા રૂ.30000 એ બે માંથી જે ઓછું હોય તેટલી સબસીડી આપવામાં આવે છે .

મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત ધંધા રોજગારની યાદી

ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગની મહિલા ની મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા મહિલાઓને પરંપરાગત કે નવો વ્યવસાય શરૂ કરવા માટે તાલીમ અને આર્થિક મદદ કરે છે .તે વ્યવસાયની યાદી નીચે મુજબ છે .

અ.નં. ઉદ્યોગનો મુખ્ય વિભાગ ઉદ્યોગની કુલ  સંખ્યા
1 એંજિનિયરીગ ઉદ્યોગ 44
2 કેમિકલ અને સૌંદર્ય પ્રસાધન 37
3 ટેક્સટાઇલ 29
4 પેપર પ્રિંન્ટિંગ અને સ્ટેશનરી ઉદ્યોગ 11
5 ખેત પેદાશ આધારિત ઉદ્યોગો 9
6 પ્લાસ્ટિક ઉદ્યોગ 21
7 ફરસાણ ઉદ્યોગ 20
8 હસ્તકળા ઉદ્યોગ 16
9 જંગલ પેદાસ આધારિત ઉદ્યોગ 11
10 ખનીજ આધારિત ઉદ્યોગ 7
11 ડેરી આધારિત ઉદ્યોગ 2
12 ગ્લાસ અને સિરામીક ઉદ્યોગ 6
13 ઇલેક્ટ્રીક અને ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ 6
14 ચર્મ ઉદ્યોગ 5
15 અન્ય ઉદ્યોગ 17
16 સેવા પ્રકારના વ્યવસાય 42
17 વેપાર પ્રકારના ધંધાઓ 24
              કુલ ઉદ્યોગ /ધંધા 307

મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા મહિલાઓને 307 પ્રકારના ઉધોગ /ધંધા માટે બેંકોને લોન આપવા માટે ભલામણ કરવામાં આવે છે . આ ઉદ્યોગ ધંધાની યાદી અહી આપવામાં આવી છે . અહી ડાઉનલોડ બટન ઉપર ક્લીક કરીને ડાઉનલોડ કરો.

આ પણ વાંચો :-  સિલાઈ મશીન યોજના ફોર્મ 2023 

મહિલા સ્વાવલંબન યોજના માટે જરૂરી ડૉક્યુમેન્ટ

મહિલા સ્વાવલંબન યોજનાનો લાભ લેવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ ની યાદી નીચે મુજબ છે .

  • લાભાર્થીનું રેશન કાર્ડ
  • આધાર કાર્ડ
  • આવકનો દાખલો
  • જાતિનો દાખલો
  • ઉંમરનો દાખલો
  • મશીનરી તેમજ માલ સામાનનું ભાવ પત્રક
  • અનુભવનું પ્રમાણપત્ર
  • અભ્યાસનું પ્રમાણપત્ર
  • નિયત નમૂનાનું ફોર્મ બે નકલમાં

મહિલા સ્વાવલંબન યોજના ફોર્મ

Mahila loan yojana Gujarat Form: આ યોજનાનું ફોર્મ તમે નિચે આપેલ લીંક દ્વારા ડાઉનલોડ કરી, ઉપરોક્ત જણાવેલ જરૂરી ડોક્યુમેન્ટ જોડી અને નિચે આપેલ સરનામે અથવા જિલ્લાની મહિલા અને બાળ વિકાસ ની કચેરી ખાતે જમા કરવાનુંં રહેશે.

 મહિલા સ્વાવલંબન યોજનાનું ફોર્મ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

યોજનાની વધુ માહિતી માટે નીચેના સરનામે સંપર્ક કરો :

 

દરેક જિલ્લા મથકોએ આવેલી મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરી .

           અથવા 

મુખ્ય કચેરી : ગુજરાત આર્થિક વિકાસ નિગમ લી .

ઉદ્યોગ ભવન ,સેક્ટર : 11

ગાંધીનગર

ફોન : 079 – 23230385, 23227287

ઈમેઈલ  : gwedcgnr@gmail.com

 આ પણ વાંચો :-   વ્હાલી દીકરી યોજના ફોર્મ

Mahila Swavalamban Yojana FAQS :

 

પ્રશ્ન : 1 મહિલા સ્વાવલંબન યોજના હેઠળ કેટલી લોન મળે છે ?

જવાબ : મહિલા સ્વાવલંબન યોજના હેઠળ રૂ 2લાખ સુધીની સહાય મળે છે .

પ્રશ્ન : 2 મહિલા સ્વાવલંબન યોજના માટે ઓન લાઈન ફોર્મ ભરવું પડે છે ?

જવાબ : ના મહિલા સ્વાવલંબન યોજના માટે ઓન લાઈન અરજી કરવાની નથી ,પરંતુ નિયત નમૂનામાં અરજી કરવાની રહે છે .

પ્રશ્ન : 3 મહિલા સ્વાવલંબન યોજના માટેનું અરજી ફોર્મ ક્યાંથી મેળવવાનું હોય છે ?

જવાબ : મહિલા સ્વાવલંબન યોજનાનું ફોર્મ લાભાર્થીના જિલ્લા મથકે આવેલી મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરીએ થી મેળવવું પડે છે . જે નોધણી કરીને લાભાર્થીને મળશે .

પ્રશ્ન :4 મહિલા સ્વાવલંબન યોજનાનો લાભ ક્યા વ્યવસાય માટે મળે છે ?

જવાબ : મહિલા સ્વાવલંબન યોજનાનો લાભ 307 જેટલા જુદા જુદા વ્યવસાય કરવા માટે મળે છે અહીથી તમે વ્યવસાયની યાદીpdf ડાઉનલોડ કરી શકશો.

પ્રશ્ન : 5 મહિલા સ્વાવલંબન યોજનામાં કેટલી સબસીડી મળે છે ?

જવાબ : મહિલા સ્વાવલંબન યોજનામાં પ્રોજેક્ટના 15 ટકા અથવા રૂ . 30000 બે માંથી જે ઓછું હોય તેટલી રકમ સબસીડી અંતર્ગત મળે છે .

About the author

Gujarat Info Hub

Leave a Comment