Magfali na bhav: ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન ખુબ જ મોટા પ્રમાણમાં થાય છે. તેમજ આત્યારે ગુજરાતના માર્કેટયાર્ડોમાં પ્રતિ દિન મગફળીની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે. તો આજ રોજ ગુજરાતમાં મગફળીના ભાવ કેટલા બોલાયા અને કયાં માર્કેટયાર્ડમાં સૌથી વધુ ભાવ રહ્યા તેની સંપુર્ણ માહિતી આજના આ લેખના માધ્યમથી મેળવીશું.
મગફળી એ ગુજરાતના ખેડૂતો માટે એક મહત્વનો તેલીબિયાં પાક છે. તેનું વાવેતર સામાન્ય રીતે જૂન-જુલાઈમાં કરવામાં આવે છે. સારી નિકાલવાળી, હળવી અને સુપાચ્ય જમીન મગફળીની ખેતી માટે આદર્શ છે. ખેડૂતો મગફળીની વિવિધ જાતોનું વાવેતર કરે છે, જેમાં ઉભડી, અર્ધ વેલડી અને વેલડી જાતો ખૂબ જ લોકપ્રિય છે. સમયસર પાણી આપવું, ખાતરનો ઉપયોગ કરવો અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો મગફળીની સારી ઉપજ માટે જરૂરી છે. મગફળીના તેલ અને ખોળનો વિવિધ ઉદ્યોગોમાં ઉપયોગ થાય છે.
ખેડુત મિત્રો ગયા વર્ષે સારા વરસાદને કારણે મગફળીનું ઉત્પાદન ખૂબ સારું રહ્યું હતું. કેટલાક ખેડૂતોએ એક હેક્ટરમાં 40 થી 50 મણ જેટલું ઉત્પાદન મેળવ્યું છે. આના કારણે બજારમાં મગફળીની આવક વધી છે અને ભાવમાં સુધારો થયો છે.
તેમજ ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે મગફળીના ભાવમાં ૨૦ ટકાથી લઈને ૨૫ ટકા જેટલો વધારો થયો છે. મગફળીના આ સીઝનની શરૂઆતમાં ઉત્તર ગુજરાતનાં ગંજ બજારોમાં મગફળીના ભાવ 900 થી 1505 રૂપિયા સુધી પહોંચ્યા છે. જેથી ખેડૂતો માટે ખુશીના સમાચાર છે. તો આજે આપણે અહી ગુજરતના વિવિધ માર્કેટયાર્ડમાં મગફળીના ભાવ વિશે જાણીશું.
Magfali na bhav: મગફળીના બજાર ભાવ
માર્કેટયાર્ડના નામ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | ૯૦૦ | ૧૨૨૨ |
પાલનપુર | ૯૦૦ | ૧૨૭૦ |
થરા | ૯૦૦ | ૧૨૫૦ |
જુનાગઠ | ૮૫૦ | ૧૩૧૧ |
પાટણ | ૯૧૦ | ૧૨૦૦ |
જામનગર | ૯૨૦ | ૧૧૨૦ |
ભાવનગર | ૧૦૯૦ | ૧૧૭૦ |
તો ખેડુત મિત્રો, ગુજરાતમાં મગફળીના બજાર ભાવની સરેરાશ જાણીએ તો તેના ભાવ ૯૦૦ રુપીયાથી લઈને ૧૩૦૦ રુપિયા સુધી બોલાઈ રહ્યા છે અને આવનારા દિવસોમાં ભાવ વધવાની શક્તાઓ ખુબ જ ઓછી જોવા મળી રહી છે. તો જે ખેડુત ભાઈઓ ટેકાના ભાવ મુજબ ઓનલાઈન નોધણી કરાવેલ છે અને સરકારે જાહેર કરેલ ટેકાના ભાવ મુજબ મગફળી વેચવાની ઈચ્છા ધરાવતા હોય તેઓ જનરલ બજાર ભાવ કરતા સારા ભાવ મેળવી શકે છે તેવી શક્તાઓ રહેલી છે.
જો તમે અન્ય વિવિધ માર્કેટ્યાર્ડોના મગફળીના ભાવની માહિતી મેળવવા માંગતા હોવ અથવા અન્ય પાકોના બજાર ભાવની માહિતી મેળવવા માંગતા હોવ તો અમને કોમેંટ કરીને જરુરથી જણાવજો.