Mauni Amas 2024 :આજે મૌની અમાસ છે. ભારતીય ઋષિ પરંપરામાં મૌની અમાસનું ઘણું મહત્વ છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને પવિત્ર નદીઓમાં સ્નાન કરી દાન પુણ્ય કરવાથી ગ્રહ દોષો માંથી મુક્તિ મળેછે. પિતૃદોષ અને શનિ ની પનોતીમાં રાહત મળે છે અને વ્યક્તિના જીવનમાં સુખ સમૃધ્ધિ વધે છે.
મૌની અમાસનું મહાત્મ્ય :
મૌની અમાસ એટલે પોષ માસની અમાસ આ વર્ષે મૌની અમાસ તારીખ મુજબ જોઈએ તો તે 9 ફેબ્રુયારીના દિવસે છે. મૌની અમાસના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનો ખૂબ મહિમા છે. એમ કહેવાય છે કે અ દિવસે બધા દેવો ગંગાના જળમાં સમાઈ જાય છે. તેથી ગંગાના પવિત્ર સ્નાનનો ઘણો મહિમા છે. લોકો દૂરદૂર સમગ્ર ભારતભર માંથી ગંગા સ્નાન કરવા જાય છે. પરંતુ જે લોકો ઘરેજ રહેવાના છે તેઓ જળને પ્રણામ કરી નદીઓનું આહ્વાન કરી ભાવ પૂર્વક સ્નાન કરી સૂર્યદેવને કાળા તલ મિશ્રિત જળ અર્પણ કરી શકે છે.
આ દિવસે બહેનો પીપળાના વૃક્ષ નીચે બેસી ભગવાન વિષ્ણુ ની પૂજા કરેતો તેમના સૌભાગ્યનું રક્ષણ થાય છે. આજે મૌન વ્રત ધારણ કરવાનો પણ અનેરો મહિમા છે. વ્યક્તિ પોતાને અનુકૂળ હોય તેટલું મૌન વ્રત રાખી વ્રતની ઉજવણી કરી શકે છે. એવું માનવામાં આવે છે કે આજે ભગવાન મનુંનો જન્મ થયો હતો અને તેમના નામ ઉપરથી મૌની શબ્દ બન્યો હશે. એટલેજ આજે મૌન ધારણ કરવાનું મહત્વ છે. સત્ય અને ન્યાયના દેવતા શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે આજનું વ્રત ખૂબ ફળદાયી છે. આજે કરવામાં આવતા વ્રતથી પિતૃ દોષ માંથી મુક્તિ મેળવીને તેમની કૃપા પ્રાપ્ત કરી શકાય છે.
મૌની અમાસ મુહૂર્ત :
હિન્દુ ધર્મ માં મુહૂર્ત મુજબ જેતે અનુષ્ઠાન,પૂજા વગેરે કરવામાં આવે છે તે રીતે પણ આજે ઘણા શુભ યોગો બની રહ્યા છે. જેવાકે વિનાયક યોગ હંસયોગ માલવ્ય યોગ અને સર્વાંગ સિધ્ધી યોગ વળી અમાસનો પ્રભાવ આજના દિવસે સવારે 8 કલાકને બે મિનિટ થી તારીખ 10 સવારના 4 કલાક ને 28 મિનિટ સુધી ગણવામાં આવતો હોય આ સમયમાં મૌની અમાસ નિમિતે પૂજા અનુસ્થાન કરવું જોઈએ.
વ્રત કેવી રીતે કરવું :
આજે વ્યક્તિએ પિતૃદોષ માંથી મુક્ત થવા,શનિની પનોતીમાં રાહત મેળવવા કે પારિવારીક સુખ સમૃધ્ધિ માટે આજનું મૌની અમાસનું વ્રત કરવા પવિત્ર નદી સ્નાન, શિવ મંદિરમાં શિવપૂજા,ભગવાન વિષ્ણુની પૂજા વગેરે કરી આજના દિવસનું પુણ્ય મેળવી શકે.આજે મૌન પાળવું શ્રેષ્ઠ ગણાય છે. મૌન ના પાળી શકાય તો વ્યક્તિએ આજે સારું અને ઓછું બોલવું જોઈએ. ઘરમાં પ્રેમ પૂર્વકનું વાતાવરણ રાખવું. ઘરમાં કલેશ યુક્ત વર્તન કરવું જોઈએ નહી. શક્ય હોયતો ઉપવાસ પણ કરવો જોઈએ.
દાનનો મહિમા :
આજે પૂજા અનુષ્ઠાન ની જેમ દાનનો પણ ઘણો મહિમા છે. આજના દિવસે તલ અને ગોળના લાડુ,સાધુને ભોજન વસ્ત્ર અને ધાબાળાનું દાન કરવું જોઈએ. હિન્દુ ધર્મની માન્યતા અનુસાર ગાયનું દાન, ભૂમીદાન,સુવર્ણદાનનો મહિમા છે. કાળા તલનું દાન કરવાથી રોગ અને કર્જમાંથી મુક્તિ મળે છે. ઘીનું દાન કરવાથી પરિવારમાં ખુશીઓની પ્રાપ્તિ થાય છે. આમ આજના દિવસની મૌની અમાસની પૂજા, વ્રત,ઉપવાસ કરવાથી વ્યક્તિના જીવનમાં સુખ સમૃધ્ધિની પ્રાપ્તિ થાય છે.
મિત્રો, અમોને વિવિધ સ્રોતો દ્વારા મળતી માહિતી આપના માટે રજૂ કરીએ છીએ અહી આપવામાં આવેલી માહિતી પરંપરાગત માન્યતાઓ અને રુધિઓ આધારિત છે. અમે તેને કોઈ વૈજ્ઞાનિક આધાર ગણતા નથી. અમારા આવા વિવિધ લેખ વાંચવા અમારી વેબ સાઇટ જોતા રહેશો.આજનો અમારો અ આર્ટીકલ વાંચવા બદલ આપનો ખૂબખૂબ આભાર !