Minimum Support Price I ટેકાના ભાવ : માનનીય કૃષિ,પશુપાલન,ગૌ સંવર્ધન અને મત્સ્યોધોગ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્ય કૃષિ ભાવ પંચની બેઠકમાં રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ શ્રી કુંવરજી બાવળીયા અને ઉચ્ચ અધિકારીઓની મળેલી સમિતિએ ખેત પેદાશોના ભાવો અંગે સમીક્ષા કરી ટેકાના ભાવ માટે કેન્દ્ર સરકારને દરખાસ્ત કરવામાં આવતાં ખેડૂત પરિવારોમાં ખુશી જોવા મળી છે.
આ સમિતિએ વર્ષ : 2024-25 ના વર્ષના ખરીફ કૃષિ પાકો માટેના ટેકાના ભાવ માટે દરખાસ્ત કરવામાં આવતાં હવે ખેડૂતોને પોતાની જણસના ટેકાના ભાવ વધતાં રાહત થશે આ ટેકાના ભાવ ગત વર્ષની સરખામણીએ 8 થી 10 ટકા સુધીના વધારા સાથે ભલામણ કરવામાં આવી છે.
ટેકાના ભાવ ( Minimum Support Price ) :
આ ખરીફ પાકોમાં કયા કયા પાકોનો સમાવેશ કરવામાં આવ્યો છે,તેની વાત કરીએતો બાજરી,જુવાર,ડાંગર,મકાઇ,મગફળી,તલ,મગ,અડદ,તુવેર અને કપાસ (લાંબાતાર) નો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ખેત ઉત્પાદનોના ટેકાના ભાવ Minimum Support Price કેટલા નક્કી કરવામાં આવ્યા છે તેની વાત કરીએતો ગત વર્ષના ટેકાના ભાવ કરતા 8 થી 10 ટકા વધારીને નીચે મુજબ નક્કી કરેલા છે.
કૃષિ પેદાશનું નામ | એક ક્વિન્ટલના ભાવ |
બાજરી | 3350 |
જુવાર | 5500 |
ડાંગર | 2800 |
મકાઈ | 4500 |
મગફળી | 8000 |
તલ | 11500 |
મગ | 9500 |
અડદ | 9250 |
તુવેર | 9000 |
કપાસ (લાંબા તારનું રૂ ) | 10000 |
કૃષિ મંત્રીશ્રી રાઘવજી પટેલની અધ્યક્ષતા વાળી સમિતિએ રવિ પાક માટે તુવેર,ચણા,રાયડા માટે ટેકાના ભાવ જાહેર કર્યા છે. આ ભાવ નીચે દર્શાવ્યા મુજબના છે.
કૃષિ પેદાશનું નામ | એક મણના ભાવ |
તુવેર | 1400 |
રાયડો | 1120 |
ચણા | 1028 |
ઓન લાઈન નોધાણી ( On Line Registration ) :
સરકાર દ્વારા રવિ સિઝનના ટેકાના ભાવ જાહેર કરાતાં ચણા,તુવેર,અને રાયડાની ખરીદી શરૂ કરવા માટે તારીખ 5 ફેબ્રુઆરી થી 29 ફેબ્રુઆરી સુધી ઈ સમૃધ્ધિ પોર્ટલ પર પોતાના ખેત પેદાશની નોધાણી કરાવી શકશે. જ્યારે 20 ફેબ્રુઆરી થી સરકાર દ્વારા ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
મિત્રો, બજાર ભાવ કરતાં ખેડૂતોને વધુ ભાવ મળે અને ખેડૂતની આર્થિક સમૃધ્ધિ વધે તે માટે સરકાર દ્વારા વાવેતર પહેલાં ટેકાના ભાવની જાહેરાત કરવામાં આવે છે. વાવેતર કરે એ પહેલાં જ ખેડૂતો તેમના પાકના ભાવ જાણી વાવેતરનું આયોજન કરી શકે એવા ઉમદા હેતુ થી આ યોજના સૌ ખેડૂતો માટે લાભદાયી બની છે. અમોને વિવિધ સ્રોતો તરફથી મળતી માહિતી આપના માટે અહી રજૂ કરીએ છીએ. આજનો આર્ટીકલ આપને કેવો લાગ્યો તે કોમેંટમાં જરૂર જણાવશો અને આવા બીજા આર્ટીકલ વાંચવા અમારી વેબ સાઈટ જોતા રહેશો. આપનો ખૂબખૂબ આભાર !
આ જુઓ:- Banti Millet: પાટણ ગંજ બજારમાં બંટીના 620 રૂપિયા ભાવ બોલાયો, ભુલાઈ ગયેલા આ અનાજને ઓળખો