જાપાનની ‘તાઈયો નો તામાગો’ અથવા ‘મિયાઝાકી કેરી’ દુનિયાની સૌથી મોંઘી કેરી છે. એપ્રિલ મહિનામાં આ કેરીના નાના-નાના ફળ ઝાડ પર આવે છે, જ્યારે ઓગસ્ટ મહિનામાં આ કેરી કુદરતી રીતે પાકીને તૈયાર થઈ જાય છે. જાપાનની આ કેરીના ભાવ અઢી લાખ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે.
દુનિયાની સૌથી મોંઘી કેરી
દેશમાં ગરમીની શરુઆત થતા જ કેરીઓની માંગ વધવા લાગે છે, કેરીને ફળનો રાજા માનવામાં આવે છે, આપણા દેશમાં પણ કેરીની અલગ અલગ પ્રકારની જાતો જોવા મળે છે, જેમાં ગુજરાતમાં ખાસ કરીને કેસર, હાફુસ, બદામ અને અલ્ફોન્ઝો કેરીની માંગ રહે છે અને ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છ ના વિસ્તારમાં કેસર અને હાફુસ કેરીનુ સારુ એવુ ઉત્પાદન જોવા મળે છે.
મિયાઝાકી કેરી (Miyazaki Mango)
જાપાનની ‘મિયાઝાકી કેરી ‘ કેરી વિશ્વની સૌથી મોંઘી કેરી છે આ કેરીને ‘ તાઈયો નો તામાગો’ નામથી પણ ઓળખાય છે. એપ્રિલ મહિનામાં આ કેરીના નાના-નાના ફળ ઝાડ પર આવે છે, જ્યારે ઓગસ્ટ મહિનામાં આ કેરી કુદરતી રીતે પાકીને તૈયાર થઈ જાય છે. તેના એક ફળનું સરેરાશ વજન 350 ગ્રામ છે. તેમજ આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત 2 લાખ 70 હજાર રૂપિયા પ્રતિ કિલો છે. આ કેરીમાં 15 ટકા ખાંડ હોય છે. આવી સ્થિતિમાં સુગરના દર્દીઓ પણ આ કેરીનું આસાનીથી સેવન કરી શકે છે. આ કેરી એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર છે. તેમાં બીટા કેરોટીન અને ફોલિક એસિડ પણ પર્યાપ્ત માત્રામાં જોવા મળે છે, આ કેરી ખાવાથી આંખોની રોશની સારી રહે છે અને શરીરનો થાક પણ દૂર થાય છે.
આ દેશોમાં થાય છે તાઈયો નો તામાગો કેરી ની ખેતી
જાપાનમાં ઉગાડવામાં આવતી આ કેરીનું નામ ‘Taiyo no Tamago‘ અથવા ‘ Miyazaki Mango‘ છે. આ કેરીની ખેતી જાપાનના મિયાઝાકી શહેરમાં થાય છે જેથી તેને મિયાજાકી મેન્ગો તરીકે પણ ઓળખાય છે. તે દુનિયાની સૌથી મોંઘી કેરી છે. પરંતુ હવે તેની ખેતી બાંગ્લાદેશ, ફિલિપાઈન્સ અને થાઈલેન્ડમાં પણ થઈ રહી છે.હવે તે ભારતમાં પણ ઉગાડવામાં આવે છે. તે ઇર્વિન કેરીની વિવિધતા છે, જે દક્ષિણપૂર્વ એશિયામાં ઉગાડવામાં આવતી પીળી પેલિકન કેરીથી અલગ છે. આ સાથે મધ્યપ્રદેશના અને પશ્વિમ બંગાળના કેટ્લાક ખેડુતોએ ‘તિયો નો તમાગો’ કેરીની ખેતી શરૂ કરી છે.
વિશ્વની કેટલીક પ્રખ્યાત કેરીઓ
અહીં આપણે વિશ્વની સૌથી મોંઘી કેરી ની માહિતી મેળવી હવે આપણે ભારતની અને વિશ્વની કેટલીક પ્રખ્યાત અને મોઘીં કેરીઓ વીશે જાણીશું.
હકુજીન નો તાઇયો ( Hakugin No Taiyo )
આ કેરી જાપાનના હોક્કાઇડો દ્રિપ પર એક કિસાન દ્વારા ઉગાવડાવામાં આવેલ છે, આ કેરી બર્ફિલા વિસ્તારમાં પાકે છે, આ કેરીનુ ઉત્પાદન એક ગ્રિન હાઉસમાં થાય છે જ્યાં બહારનુ ટેમ્પ્રેચર માઇનસ 8 ડિગ્રી સેલ્શિયસ રહે છે. આ કેરીનો એક પીસ નો ભાવ લગભગ ૧૯,૦૦૦ રૂપીયા છે.
કોહિતુર કેરી – ( Kohitur Mango )
કોહિતુર કેરી ભારતની સૌથી મોઘી કેરી છે જેનો એક કેરીનો બજાર ભાવ ૧૫૦૦ થી ૨૦૦૦ રૂપિયા છે. આ કેરીનુ ઉત્પાદન ભારતના પુર્વ ભાગના રાજ્યોમાં થાય છે. જુના રજવાડા સમયે આ કેરી ખાલી રજવાડા દ્વારા ઉગાડવમાં આવતી, અત્યારે આ કરીનુ ઉત્પાદન પશ્વિમ બંગાળથી લઈને કશ્મીર સુધી જોવા મળે છે.
હાફુસ કેરી અથવા અલ્ફોંસો કેરી ( Alphonso Mango )
આલ્ફોન્સો, કેરીનો રાજા, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ‘હાપુસ’ તરીકે ઓળખાય છે, તે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં તેના સ્વાદ, મહાન સુગંધ અને જીવંત રંગ માટે પ્રખ્યાત છે. આ કેરીનો બજાર ભાવ ૮૦૦ થી ૧૦૦૦ રૂપીયા પ્રતિ કિલો છે. આ કેરીની ખાસીયત છે કે તે પાક્યા પછી પણ એક અઠ્વાડીયા સુધી ખરાબ થતી નથી.
મનિલા કેરી (Manila Mangoes)
આ કેરી સૌથી દુનિયાની સૌથી મિઠી કેરીનો ગિનિસ વર્લ્ડ રેકોડ મનિલા કેરીના નામે છે. મનિલા કેરીનુ ઉત્પાદન સૌથી વધુ ફિલિપ્પિનેસ માં થાય છે. આ એક કેરીનો બજાર ભાવ ૧૦૦૦ થી ૨૫૦૦ રુપિયા રહે છે.
આ જુઓ :- આજના કેસર કેરીના તાજા બજાર ભાવ 2023
અહીં આપણે દુનિયાની સૌથી મોંઘી કેરી અને વિશ્વની કેટ્લિક પ્રખ્યાત કેરીઓ ની માહિતી આ અર્ટીકલની મદદથી મેળવી. અહિં અમે ગુજરાતની પ્રખ્યાત કેરીઓ અને કેરીના બજાર ભાવ મુકેલા છે જે તમે ઉપરોક્ત લિંક દ્વારા જાણી શકશો. શું તમે આ ઉનાળામાં કેરીનો આનંદ લીધો છે કે નહી તે કોમેન્ટ કરીને જણાવી શકો છો અને જો અમારી આ માહિતી પસંદ આવી હોય તો તમારા મિત્રો સાથે સેર કરી શકો છો, આભાર.
અગત્યની લિંક
કેરી કુદરતી રીતે પાકેલી જાણવા માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |
અમારા વોટસએપ ગ્રુપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |
દુનિયાની સૌથી મોંઘી કેરી કઈ છે ?
જાપાનની ‘તાઈયો નો તામાગો’ અથવા ‘મિયાઝાકી કેરી’ દુનિયાની સૌથી મોંઘી કેરી છે
વિશ્વની સૌથી મોધી કેરીના ભાવ શુ છે ?
વિશ્વની સૌથી મોધી કેરી ‘ મિયાઝાકી કેરી ‘ છે, જેના બજાર ભાવ 2.50 લાખ રૂપિયા પ્રતિ કિલો છે.
ભારતની સૌથી મોઘીં કેરી કઈ છે ?
ભારતની સૌથી મોઘી કેરી કોહિતુર કેરી છે, જેનો બજાર ભાવ 1500 થી 2000 રૂપીયા છે.