Gujarat Market yard Mustard Rate : આ માર્કેટયાર્ડમાં રાયડાના બંપરભાવ બોલાયા ખેડૂતોમાં ખુશી છેલ્લા બે વર્ષથી રાયડાના બજાર ભાવ રૂપિયા 1000 કરતાં પણ નીચા રહેતાં. ખેડૂતોમાં નિરાશાનો માહોલ જોવા મળતો હતો. પરતું સરકાર દ્વારા રાયડાના ટેકાના ભાવ રૂપિયા 1120 જાહેર કરવામાં આવતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ખેડૂતો દ્વારા રાયડાના ટેકાના ભાવે વેચાણ કરવા નોધણી કરાવવાનું પણ શરૂ થયું હતું.
ચાલુ સિઝનમાં રાયડામાં મેલો,મશી જેવા રોગોને કારણે ઉત્પાદનમાં ખૂબ ઘટાડો હોવાનું ખેડૂતો દ્વારા જાણવા મળી રહ્યું છે. ઓછા ભાવ હોવાના લીધે ખેડૂતોની નિરાશા વચ્ચે આજરોજ વિસનગર માર્કેટયાર્ડમાં રાયડાના બંપર ભાવ રૂપિયા 1172 બોલાતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.
ઘણી વખત સરકાર દ્વારા નક્કી કરવામાં આવતા ટેકાના ભાવ કરતાં માર્કેટયાર્ડના ભાવ વધુ જોવા મળતા હોય છે. વર્ષ : 2023-24 રવિ સિઝન માટે સરકાર દ્વારા રાયડાના ટેકાના ભાવ 1120 રૂપિતા નક્કી કરવામાં આવ્યા છે. ત્યારે આજરોજ રાયડાના ટેકાના ભાવ કરતાં પણ વધુ રાયડાનો બંપર ભાવ 1172 રૂપિયા થતાં ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે.
આજ રોજ ગુજરાતનાં જુદાં જુદાં માર્કેટયાર્ડમાં રાયડાના બજાર ભાવ કેટલા રહ્યા તે અહી આપને જણાવી રહ્યા છીએ.
Rayda na Bajar Bhav
માર્કેટ યાર્ડનુંનામ | રાયડાના ભાવ |
પાટણ માર્કેટ યાર્ડ | 1126 |
વિસનગર માર્કેટ યાર્ડ | 1172 |
સિધ્ધપુર માર્કેટયાર્ડ | 1150 |
ભચાઉ માર્કેટયાર્ડ | 925 |
ઊંઝા માર્કેટયાર્ડ | 1129 |
રાજકોટ માર્કેટયાર્ડ | 944 |
ગોંડલ માર્કેટયાર્ડ | 921 |
રાયડો અગત્યનો તેલીબિયા પાક છે. રાયડો એક એકરદીઠ 800 થી 1000 કિલો સુધીનું સરેરાશ ઉત્પાદન આપે છે. પરંતુ ઘણીવાર છાછીયો,અને મેલા જેવા રોગ ને લીધે ઉત્પાદન ઉપર વિપરીત અસર થતાં ઉત્પાદનમાં ઘણો મોટો ઘટાડો આવે છે. છેલ્લા થોડાક સમયના ભાવની વાત કરવામાં આવેતો અન્ય પાકની સરખામણી એ રાયડાના ભાવ ઓછા છે. જે સરેરાશ 950 થી 990 સુધીના જાણવા મળે છે. અગાઉના વર્ષોમાં ખેડૂતોને રાયડાના ભાવ 1200 આસપાસ મળવા પામ્યા હતા. પરંતુ છેલ્લા બે એક વર્ષમાં રાયડાના ભાવ 1000 ની સપાટીને સ્પર્શી શક્યા નથી.
સરકારે નક્કી કરલા રૂપિયા.1120 જેટલા ટેકાના ભાવને કારણે ખેડૂતોને Apmc માર્કેટયાર્ડમાં રાયડાના ખર્ચના પ્રમાણમાં પોષણક્ષમ ભાવ મળતાં ખેડૂતને લાભ થશે.
રવિ સિઝન 2023-24 ટેકાના ભાવ (Minimum Support Price Raydo):
જણસનું નામ | ટેકાના ભાવ |
રાયડો | 1120 |
ચણા | 1028 |
તુવેર | 1400 |
ખેડૂત મિત્રો અને વેપારી ભાઈઓ અમારો આGujarat Marketyard Raydo Rate આર્ટીકલ આપને કેવો લાગ્યો તે અમને અચૂક જણાવશો. અને રોજે રોજ રાયડાના ભાવ Rayada Na Bhav જોવા માટે અમારો આર્ટીકલ વાંચતા રહેશો. તેમજ આપનાં સૂચનો પણ કોમેંટમાં અચૂક જણાવશો,અમારો આ આર્ટીકલ વાંચવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર !