New Rule For Government Employees : જે લોકો સરકારી નોકરી કરી રહ્યા છે તેઓ માટે આજના આ સમાચાર ખાસ છે કેમ કે સરકારે હવે એક નવો નિયમ અમલમાં મૂક્યો છે, આ નિયમમાં અમલીકરણથી સરકારી કર્મચારીઓને રજા લેવી થોડી અઘરી બની છે, તો ચાલો જાણીએ કે આ નવો નિયમ શું છે અને આ નવો નિયમ શા માટે બનાવવામાં આવ્યો…
New Rule For Government Employees
જે કર્મચારીને રજા જોઈતી છે તેને પહેલા NOC કઢાવવું પડશે, NOC કઢાવવા માટે રજાની માંગણી કરનાર સરકારી કર્મચારીએ કર્મયોગી એપ પર અરજી કરવી પડશે. જે દિવસથી રજા પાડવાના છે તે અગાઉ જ અરજી કરવી પડશે, નહિતર અરજી માન્ય ગણવામાં નહીં આવે, વધુમાં તમને જણાવી દઈએ કે આ નવો નિયમ વિદેશ પ્રવાસ જનાર કર્મચારીઓ માટે જ છે એટલે કે જે સરકારી કર્મચારીઓને વિદેશ પ્રવાસ પર જવું છે અને તે માટે રજા જોઈએ છે તો તે કર્મચારીઓને પહેલા NOC કઢાવવું પડશે, હવે એ પણ જાણી લઈએ કે આ નિયમ શા માટે બનાવવામાં આવ્યો.
શા માટે આ નવો નિયમ ?
એક સરકારી કર્મચારી તરીકે તમને ખબર જ હશે કે થોડા સમય પહેલા જ ગુજરાતમાં અમરેલી જિલ્લા માંથી એક કિસ્સો સામે આવ્યો હતો કે એક મહિલા ટીચર અમરેલી જિલ્લાના એક ગામડાની સરકારી શાળામાં નોકરી ચાલુ હતી અને પગાર પણ ચાલુ હતો પરંતુ તેઓ તો વિદેશ સેટલ થઈ ગયેલા હતા.
આ કિસ્સો સામે આવ્યા બાદ ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી તો આવા ઘણા ભૂતિયા કે ડમી શિક્ષકો સામે આવ્યા હતા અને જાણવા મળ્યું હતું કે ટોટલ 63 શિક્ષકો લાંબી રજા પર હતા પરંતુ તેમાંથી 31 જેટલા શિક્ષકોએ રજા લીધેલી ના હતી.
એટલું જ નહીં તપાસમાં ખબર પડી કે એક શિક્ષક તો 177 દીવાથી રજા પર હતા અને 8 શિક્ષકો 90 દિવસથી વધારે માટે રજા પર હતા આ શિક્ષકો માંથી 7 શિક્ષકો તો વિદેશ પ્રવાસ પર હતા.
સરકારી કર્મચારીઓના આવા બનાવો સામે આવ્યા હોવાથી સરકારે વિદેશ પ્રવાસ માટે રજાની માંગણી કરનાર સરકારી કર્મચારી માટે આ નવો નિયમ બનાવ્યો છે.
આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ એવી હશે, જો તમારો કોઈ મિત્ર સરકારી નોકરી કરી રહ્યો છે તો તેને ખાસ આ સમાચાર શેર કરજો અને ખાસ કરીને જો તે સરકારી શિક્ષક હોય તો તેને તો આ સમાચાર જરૂર શેર કરજો, ઉપરાંત આવી જ રીતે સરકારી સમાચારની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.