Online Payment: મિત્રો, આજની ડીજીટલ જનરેશન માં ઓનલાઇન પેમેન્ટ નું જોર વધ્યું છે, લોકો મોબાઈલ નંબર દ્વારા એક એકાઉન્ટ માંથી બીજા એકાઉન્ટ માં પૈસા ટ્રાન્સફર કરે છે. એમાં કોઈક વાર થોડી ઘણી ભૂલ થઈ શકે છે જેવી કે ભૂલથી ખોટો મોબાઈલ નંબર નાખતા બીજાના ખાતા માં પૈસા જવા એવું કદાચ તમારી સાથે પણ બન્યું હશે.
તો આજે આપણે અહીં જોઈશું કે જો તમારા પૈસા UPI પેમેન્ટ કરતી વખતે ભૂલથી બીજા ખાતામાં ગયા છે તો તેને પાછા તમારા ખાતા માં મેળવવા શું કરવું જોઈએ.
જો ડિજિટલ મની ભૂલથી કોઈ બીજા paytm નંબર કે UPI એકાઉન્ટ માં ટ્રાન્સફર થાય તો દરેકને દુઃખી થાય કેમ કે એ આપણી મેહનત અને પરસેવાની કમાણી હતી, હવે તમારે ઘભરવાની જરૂર નથી. નીચે આપેલ માહિતી જોઈ તેને ફોલોવ કરી તમે તમારા પૈસા તમારા ખાતા માં પાછા મેળવી શકો છો,
સૌ પ્રથમ બેંકને જાણ કરાવી
મિત્રો, જો તમારા પૈસા ભૂલથી બીજાના મોબાઈલ નંબર કે ખાતામાં મોકલી દીધા છે તો પેહલા જલ્દી તમારી બેંક ને જાણ કરાવી જરૂરી છે, તમે બેંક ના હેલ્પલાઇન નંબર પર કોલ કરીને પણ જણાવી શકો છો અને તમારી કોમ્પ્લેઇન નોંધાવી શકો છો. ખાસ તમે જે પૈસા ટ્રાન્સફર કર્યા તેની બધી માહિતી સેવ કરી અથવા સ્ક્રીનશોટ પણ રાખી લેવા જેથી કોમ્પ્લેઇન કરતી વખતે તે પુરાવા જોડી શકાય.
બીજી બેન્ક કઈ છે તેની માહિતી મેળવો
હવે વાત કરીએ તો તમે જે ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા છે તે બેંક કઈ છે તેની માહિતી એકઠી કરવી જરૂરી છે કેમ કે જે બેન્ક ખાતામાં પૈસા ગયા છે તેની જ બેન્ક આ ખોટા ટ્રાનસેંકશન નું સોલ્યુસન લાવી શકે એટલે બંન્ને બેંકો ને જાણ કરાવી જરૂરી છે.
પોલીસની મદદ લઈ શકો
હવે ત્રીજો પોઇન્ટ તમને એવું લાગે કે જેના ખાતામાં પૈસા ભૂલથી ટ્રન્સફર થયાં ત્યાંથી હવે પાછા મળી શકે તેમ નથી તો મિત્રો તમે પોલીસ ની મદદ લઇ શકો છો અને fir પણ કરી શકો છો બસ અમે ઉપર કહ્યું એમ તમારે ખાલી તમારા ટ્રાનસેંકશન ની માહિતી તમારી પાસે હોવી જરૂરી છે જેવી કે ટ્રાનસેંકશન સમય, તારીખ અને જેના ખાતામાં પૈસા ટ્રાન્ફર કર્યા તેની એકાઉન્ટ નંબર.
ભારતની RBI ની પોલિસી મુજબ જો ભૂલથી પૈસા ખોટા ખાતામાં ટ્રાન્સફર થયાં તો અરજી કર્યાના 7 દિવસ માં તમને તમારા પૈસા ટ્રાન્સફર મળી જાય છે તો મિત્રો તમારે વેહલા તકે અરજી કરી જાણ કરવી જરૂરી છે
મિત્રો, જો બેંકો કોઈક વાર વધુ ટાઈમ પણ લઇ શકે છે જેવા કે 1 મહિનો કે 2 મહિના એવા ટાઈમે તમારે બેન્ક માં ફોન કરી વારંવાર યાદ કરાવતું રહેવાનું અને બેન્ક ની પણ મુલાકાત લઇ બેંક મેનેજર ને મળી અપડેટ લેતું રહેવાનું