ખેડૂત સહાય યોજના ગુજરાત સરકાર ગુજરાતી ન્યૂઝ સરકારી યોજનાઓ

આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી સાધન સહાય મેળવવા અરજી કરવાનું શરૂ ,જાણો કેવી રીતે કરવી અરજી

I Kisan Portal Kheti Sahay yojana
Written by Gujarat Info Hub

ખેતીવાડી સાધન સહાય યોજના | ખેતીવાડી ની યોજનાઓ 2023 | સાધન સહાય માટેની સબસીડી

આઈ ખેડૂત પોર્ટલ પર સરકાર દ્વારા બાગાયત યોજનાઓ અને મત્સ્ય પાલન સહિત ખેતીવાડી સાધન સહાય માટેની સબસીડી મેળવવા ખેતી કરતા ખેડૂતો માટે ઓનલાઈન અરજી કરવાનું શરૂ થઈ ગયું છે. અગાઉ બાગાયતી યોજનાઓ વિષયક 74 જેટલા ઘટક માટે લાભો મેળવવા માટે ઓન લાઇન અરજી કરવાનું ચાલુ હતું જ્યારે ખેતી સાધન સહાય માટેની વિવિધ યોજનાઓ માટે ની યોજનાઓનો લાભ મેળવવાની અરજી કરવાનું 5 જૂન 2023 થી શરૂ થવાનું છે. આથી કૃષિ વિષયક યોજનાનો લાભ મેળવવા ઈચ્છતા ખેડૂત મિત્રોએ I Khedut પોર્ટલ પર વહેલી તકે અરજી કરવી જોઈએ .

નમસ્તે  ! ખેડૂત મિત્રો, ઘણા સમયથી આપ સૌ ખેડૂત મિત્રો ખેતી માટેની વિવિધ યોજનાઓનો લાભ મેળવવા આઈ ખેડૂત  પોર્ટલ (I Khedut Portal) શરૂ થવાની રાહ જોઈ રહ્યા હતા . આખરે આપની આતુરતાનો અંત આવી ગયો છે . હવે આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી સાધન સહાય માટે અરજી કરવાનું શરૂ થઈ ગયું છે. અહી તમને આઈ ખેડૂત પોર્ટલ પર મળતી યોજનાઓના લાભ ,જરૂરી ડૉક્યુમેન્ટ અને અરજી કરવાની રીત વગેરેની માહીતી આપીશું. તો આજે જ અરજી કરી દો અને મેળવો સબસીડીનો લાભ .

I Khedut Portal 2023

I Kisan પોર્ટલ ગુજરાતના ખેતી કરતા ખેડૂતો માટે કૃષિ વિષયક, મત્સ્યપાલન અને બાગાયતી યોજનાઓ સહિતની પશુપાલનની અનેક  જરૂરી સાધન સહાય પુરી પાડવા ઉપરાંત રોજે રોજના બજાર ભાવ અને સરકારી વિવિધ યોજનાઓ પ્રાકૃતિક ખેતી વગેરે માટે ઓનલાઈન માહિતી તથા સહાય ખેડૂતોને મેળવવા માટેનું પોર્ટલ છે . અહી કૃષિ એટલે કે ખેતીવાડી ની વિવિધ યોજનાઓ કૃષિ અને જળ સંગ્રહ, મત્સ્યોધોગ, પ્રાકૃતિક ખેતી અને આત્મા વિભાગની અનેક વિવિધ સરકારી યોજનાઓ તેમજ અદ્યતન કૃષિ માહિતી તેમજ હવામાન અંગેની રોજે રોજની માહીતી તથા નોધાયેલા વિતરકો, ખેતી ધિરાણ આપતી સંસ્થાઓ વગેરેની માહીતી ઉપરાંત સહાય મેળવવા માટે ઘેર બેઠા અરજી કરવા માટેનું  I Khedut Portal ઓનલાઇન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે .

આઈ ખેડૂત પોર્ટલ 2023-2024 લક્ષ્યાંક :

ખેડૂત આઈ પોર્ટલ પર ખેતીવાડીની યોજનાઓમાં ટ્રેક્ટર ,ખેત ઓજારો ,પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન ) માલવાહક વાહન ફાર્મ મશીનરી બેન્ક અને હાઇ ટેક હાઇ પ્રોડક્ટિવ ઈકવીપમેંટ હબ જેવા વિવિધ ઘટકો માટે અરજી 5 જૂન સવારે 10.30 કલાક થી ખુલ્લુ મૂકવામાં આવશે અને સને વર્ષ : 2023-2024 ના લક્ષ્યાંક ના 110 % મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે નક્કી કરવામાં આવેલ છે .અરજીની નકલ ખેડૂત મિત્રે પોતાની પાસે રાખવાની રહેશે અને ઉપરથી મંજૂરી મળ્યા પછી જરૂરી ડૉક્યુમેન્ટ જોડીને સક્ષમ અધિકારીને મોકલવાની રહેશે .  

આઈ ખેડૂત પોર્ટલ પર હાલમાં  ઉપલબ્ધ ઘટકોની યાદી  

5 જૂન 2023 ના રોજ શરૂ થનાર ખેતીવાડી સાધન સહાય માટે પોર્ટલ પર નીચે જણાવ્યા મુજબના ઘટકો માટે ની સાધન સહાય માટે ઑન  લાઇન અરજી શરૂ થશે .તમારે જરૂરી છે . તે સાધન યાદીમાં સામેલ છે કે કેમ તે ચકાસીની અરજી કરવાની પોર્ટલ પરની સૂચનાઓ વાંચ્યા પછી જ અરજી કરવા વિનંતી છે .  

 • પાક સંરક્ષણ ગોડાઉન
 • ટ્રેક્ટર
 • કલ્ટીવેટર
 • રોટાવેટર
 • લેન્ડ લેવલર (પાવડો )
 • પ્લાઉ
 • ચાફ કટર
 • ડિશ હેરો
 • રીઝર
 • રીપર રીપર કમ બાઈન્ડર
 • રીપર
 • લેસર એન્ડ લેવલર
 • પાવર ટીલર
 • પાવર વિડર
 • પોસ્ટ હૉલ ડીગર
 • બ્રશ કટર
 • વિનોવિંગ ફેન

ખેતીવાડી ની યોજનાઓ 2023 ના લાભ :

 • અરજદાર ખેડૂતને કોઈ કચેરીમાં રૂબરૂ જવું પડતું નથી .
 • સરકારની કૃષિ વિષયક યોજનાઓની માહિતી I Kisan પોર્ટલ ઘેર બેઠાં મળી રહે છે .
 • સાધન સહાય સબસીડી નાણાં સીધાં પોતાના બેક ખાતામાં જમા થાય છે.
 • હવામાનનો વરતારો તેમજ  બજાર ભાવ ની માહીતી પણ પોર્ટલ પર મળે છે .
 • પ્રગતિશીલ ખેતી વિષયક માહિતી મળી રહે છે .
 • ખેતીના ઓજારોના અધિકૃત ડીલર્સ ની માહીતી પણ મળે છે .
 • પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને જરૂરી  માર્ગદર્શન મળે છે .

આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની પાત્રતા:

 • અરજદાર ખેડૂત ગુજરાત રાજ્ય ના કાયમી વતની હોવા જોઈએ.
 • અરજદાર ખેડૂત ખેતી કરતા હોય તે જરૂરી છે .
 • અરજદાર ખેડૂત પાસે પોતાનું આધાર કાર્ડ હોવું જરૂરી છે  .
 • અરજદાર ખેડૂતનું બેક માં ખાતું હોવું જોઈએ .
 • અરજદાર ખેડૂતે તમામ ડૉક્યુમેન્ટ સહી કરીને અરજી સાથે આપવાં પડશે.  અથવા ઓન  લાઇન અપલોડ કરવા પડશે .
 • અરજદાર અરજી પોતાની પાસે રાખવાની રહેશે પરંતુ સૂચના મળ્યેથી થી દસ્તાવેજ ચકાસણી પછીજ સહાય માટે સક્ષમ અધિકારી દ્વારા નિર્ણય લેવામાં આવશે .

આ જુઓ :- હવે ખેડૂતોને મોબાઈલ ખરીદી પર 6000 રૂ. સહાય

આઈ ખેડૂત પોર્ટલ પર અરજી માટેના ડોક્યુમેંટ્સ:

 • 8 –અ ની નકલ
 • જાતિનો દાખલો
 • બેંક પાસબુકની નકલ
 • આધાર કાર્ડ

ખેતીવાડી સાધન સહાય માટે અરજી ક્યાં જઈને કરવી  

 • ગ્રામ પંચાયત VCE
 • CSC સેન્ટર
 • સાયબર કાફે
 • અરજદાર ને આવડતું હોયતો જાતે પણ અરજી કરી શકે .

આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી સાધન સહાય માટે અરજી કરવાની રીત :

ખેડૂત મિત્રો તમે યોજનાનો લાભ લેવા માટે ઘરે બેઠાં  Ikhedut પોર્ટલ પર જાતે જ અરજી કરી શકો છો તે ખૂબ સરળ છે. અહી અમે તમને અરજી કરવાની રીત બતાવી છે . તે મુજબ અરજી કરી શકો છો .

સૌ પ્રથમ કોમ્પ્યુટરમાં બ્રાઉઝર ના સર્ચ મેનુમાં I Khedut  શબ્દોને ટાઈપ કરો એટલે I Khedut પોર્ટલનું સરનામું દેખાય ત્યાં ક્લીક કરો અને સાઇટને ખોલો . સૌ પ્રથમ તમારે જરૂરી છે તે સાધન યાદીમાં સામેલ છે કે કેમ તે ચકાસો અને અરજી કરતાં પહેલો આપવામાં આવેલી સૂચનાઓ કાળજી વાંચી જાઓ ત્યાર પછીજ અરજી ફોર્મ ઓપન કરી દરેક કૉલમ કાળજી પુરવક ભરો .

આઈ ખેડુત પર ચાલતી અન્ય યોજનાઓ :

FAQ’ s:

ખેતીવાડી સાધન સહાય માટે અરજી કરવાનું ક્યારથી શરૂ થશે ?

કૃષિ વિષયક સહાય માટે અરજી કરવાનું 5 જૂન 2023 સવારે 10.30 કલાકથી શરૂ થશે .

ખેતી સાધન સહાય માટે સત્તાવાર વેબ સાઇટ કઈ છે ?

આઈ ખેડૂત પોર્ટલ પર અરજી ક્યાં સુધી કરી શકાશે ?

વર્ષ : 2023- 2024 ના વર્ષમાં વહેલા તે પહેલાના ધોરણે લાભ આપવાનો હોઈ વહેલાસર                 અરજી કરવી .

Spread the love

About the author

Gujarat Info Hub

1 Comment

Leave a Comment